________________
૧૩૪
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૬૩–સ્વીડનનું રાષ્ટ્રવિધાન
યૂરોપને કિનારે વાવાઝોડાં ઉઠયાં છે; રાષ્ટ્રવાદ, સમાજવાદ, મુડીવાદ-એવા એવા વાદેનાં એ તોફાને ત્યાંના કાળજૂના વડપીપળાને જ્યારે જડમૂળથી ઉખેડી જમીનદોસ્ત કરી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ આનંદ ઉભા છે નાના નાના નાજુક રોપાઓ. એનાં ડાળ-પાંદડાં નવપલ્લવિત બળે જાય છે. પવનના સૂસવાટા આવે, ત્યારે આ નાનાં વૃક્ષો ડાહ્યાં થઈને પિતાના મુડને નમાવી લે છે. વંટોળીઓ વહો જાય એટલે એ પોતાનું નિરવ, નીરાળું પોષણકાર્ય પાછું આરંભી : મૂકે છે. યૂરોપમાં ચાહે તેવા વંટોળીએ ચઢે; બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીને હચમચાવે; પણ એ વીટઝરલાંડ, હોલાંડ કે સ્વીડન-નાનાં શાંત રાષ્ટ્ર-વિધાનને કોઈ રોકી શકતું નથી.
એ એકાંતવાસી ડાઘા દેશોમાંથી આજે આપણને સ્વીડન-નેની આંતર્દશામાં ડોકિયું કરવાનો અવસર મળે છે. યુરોપની ઓતરાતી સરહદ ઉપર અલ ઉભેલી એ પ્રજ ઉત્તરધ્રુવની થીજાવી નાખતી ઠંડી વચ્ચે પણ સમૃદ્ધિની ઉમાએ ભરપૂર પ્રાણ લઈને જીવે છે. એને નૌકાસન્ય નથી. બીજી પ્રજાઓએ પતના નૌકા–બળમાં કેટલી મનવારે ઉમેરી તે જાણવાનીયે એને જરૂર નથી. એને આકાશભેદી યુદ્ધ-વિમાનો પણ નથી; કેમકે એને અન્ય કોઈ તાબેદાર પ્રજાનો સુંદર લેાકાલયો કે હરિયાળાં ખેતરો ઉપર દારૂગેળા વરસાવીને પોતાનું ગુજરાન કરવાની વાંછના નથી. પોતાની ઉપજનો પોણો ભાગ ચાવી જનાર લશ્કર પણ એ નથી રાખતું; પણ પિતાનાયુગ યુગલૂના વીરત્વના ઈતિહાસને સજીવન રાખવા માટે એ પોતાના પ્રત્યેક સૈનિકને જમીનની ટુકડે ટુકડે આપીને (સેટલ્ડ ફાર્મર) સુસ્થિર ખેડુતને સ્વરૂપે પોષી રહેલ છે. એનું નાનકડું લશ્કર સંસ્કારશીલ ખેડુઓનું બનેલું છે.
સૌરાષ્ટ્રથી બમણુંજ મેટું એ રાષ્ટ્ર, ૬૦ લાખની એની જનસંખ્યા; એની જમીનના બારમા ભાગમાં મીઠું પાણી ભર્યું છે. એના ડુંગરાની ખીણેખીણ મહાનદીઓના જળધોધ ઝીલીને નિરંતર સરોવરરૂપ બની રહે છે. એના ઉપર ઈશ્વરની કરણ છવાઈ રહી છે અને એ. કરુણાને તેઓએ મનુષ્યના નાશ માટે નથી યોજી. કુદરતની દીધેલી સમૃદ્ધિને ઉદ્યમશીલ બની તે પ્રજાએ સરખે હિસ્સે વહેચી છે. આપણે ઘરના ચૂલા ઉપર શોભતાં દિવાસળીનાં ખોખાં ઉપરનું “મેઇડ ઇન સ્વીડન” એવા લેબલ પાછળ સ્વીડનની સર્વસ્પર્શ આબાદી ઉભી છે; કારણકે સ્વીડન દેશ એનાં ગામડાઓમાં વસે છે-નગરોમાં નહિ.
એ પ્રજાને ઉજળા ભૂતકાળ છે. એણેય ચડતી-પડતીના દાવ ખેલ્યા છે. એની સંસ્કૃતિ. ઉપર પણ સારી ને નબળી છા૫ છે. એના પુત્રો એક સમયે દરિયામાં ચાંચીઆગીરી કરતા, અને ધરતી પર લૂંટ ચલાવતા. આજ પણ એ “વાઈકી'ગે'ની વીરતા તેમજ ક્રૂરતાને યુરોપી પ્રજાએ સંભારે છે; પરંતુ આજના નવ-દીક્ષિત સ્વીડને એ ક્રરતાને કારણે પિતાના ભૂતકાળની વીરતાના વારસાનેએ જતો કર્યો નથી. માટીના પોપડામાંથી એણે કંચનને તારવી કાઢયું છે, પૂર્વજોનાં સાહસ-શૌર્યને એ પ્રજાએ આજની એની જ્ઞાન–શોધમાં યોજી દીધું છે.
રાજસત્તા અને અમીરસત્તા સામેની સ્વીડનના આમ-લકાની ઝપાઝપી પણ શતકે સુધી. ચાલી હતી. રાજસંસ્થાના સંતાપે એણે ચાખ્યા છે. “રાજા ઈશ્વર-અંશી' એ વહેમને કારણે પ્રજાએ અમુલખ બલિદાન દીધાં છે. સ્વાતંત્ર્યના વિગ્રહમાં સદીઓ સુધી ઝુઝી ઝુઝીને આજે એણે ઈગ્લેંડની માફક નિયંત્રિત રાજસત્તા (લીમીટેડ મોનાકી)નાં નિશાન ચઢાવી દીધાં છે. જેમ ઇટાલીના રાજદ્રોહી મેઝિની-ગરીબાઈને બ્રિટનના કિનારા પર રક્ષણ મળતાં, તેમ આજે આપણું , હરદયાલ જેવા વિપ્લવવાદી વીરનરોને પણ સ્વીડનની પ્રા પિતાને કિનારે વધાવે છે-વધાવે છે એટલું જ નહિ, પણ એની પાસેથી ભારતવર્ષની સંસ્કૃતિને પ્રકાશ પામવા તલસે છે. એ દેશવટે રઝળતા લાલા હરદયાલ ત્યાંના નેહ તથા આતિથ્યનું અતિકૃતજ્ઞતાભીનું વૃતાંત લખી મોકલે છે... એ વૃત્તાંતમાંથીજ સ્વીડનના રાષ્ટ્ર-વિધાનના કાર્યની થોડી રેખાઓ આપણને સાંપડે છે.
સ્વીડનને જ્ઞાનની ભૂખ લાગી છે; પણ એ જ્ઞાન તે સાધન-સંપન્ન શહેરીઓનું નહિ, મુઠ્ઠી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com