________________
(
૧૧૭
સેવીએટ રશિયામાં શિક્ષણપ્રચાર ૫૮-સેવીએટ રશિયામાં શિક્ષણપ્રચાર
આ શતાબ્દીના આરંભકાળમાં રશિયા શિક્ષણમાં બહુ પાછળ હતો; કારણ કે ઝારશાહીએ એ તરફ ઉદાસીનતા બતાવી હતી. એ વખતે શિક્ષણ કેવળ ઉચ્ચ વર્ગને માટેજ આવશ્યક મનાતું હતું. આથી ખેત અને મજૂરોને શિક્ષણમાં ઘણાં વિદન ઉપસ્થિત થતાં હતાં. શિક્ષકેને પટપૂર પગાર મળતો ન હતો. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વિદ્યાર્થીએ પર કઠોર નિયંત્રણ રખાતું હતું. એનો ઉદ્દેશ એ હતો કે, ઉગતી પ્રજા સ્વતંત્રતાપૂર્વક વિચારજ ન કરી શકે! કિંતુ અંતે એને જ ઝારશાહીને-નામશેષ થવું પડયું.
સેવીએટ સરકાર નવી હતી, પાસે દ્રવ્યને પણ અભાવ હતો, દેશમાં ખૂન આદિની અંધાધુંધી હતી, દુકાળથી પ્રજા ત્રાહિ ત્રાહિ પિકારી રહી હતી; પણ ત્રણ જ વર્ષમાં સેવીએટ સરકાર એ મુશ્કેલીઓ ઓળંગી આગળ વધી. દેશની સમગ્ર પ્રજાને શિક્ષણ આપવાને પ્રબંધ કર્યો.પ્રથમ એણે દેવાલય અને પાઠશાળા વચ્ચેનો પરાપૂર્વ સંબંધ તેડી નાખે; કારણ કે ઝારશાહીના જમાનામાં પાદરીઓએ શુદ્ધ શિક્ષણ પર જે આવરણ નાખ્યું હતું, તે દૂર કરવું આવશ્યક હતું.
આજે રશિયામાં પ્રત્યેક પ્રાંત પોતાના શિક્ષણનું નિર્માણ સ્વતંત્રતાપૂર્વક કરે છે. આખુંયે રશિયા એની સામાન્ય નીતિમાં સમતા રાખવાનો યત્ન કરે છે. ત્યાંની મધ્યવતી સત્તા પણ આ વિભિન્ન શિક્ષણ સંસ્થાઓની સ્વાધીનતાનો નાશ કરી દે એ :લી અવિચારી નથી. દરેક નાનાં નાનાં ગામે પણ પોતાનાં શાસન અને વ્યવસ્થા કરવા માટે સ્વતંત્ર છે.
શિક્ષણના ચાર ભાગ -- ૧–બાળકનું શિક્ષણ, ૨-પ્રાથમિક શિક્ષણ (શ્રમજીવી પાઠશાળા), ૩-ઉદ્યોગશાળા, ૪–ઉચ્ચ શિક્ષણ સરંથાઓ (કોલેજ, યુનિવર્સિટી, ઇન્સ્ટીટયુટ )
બાળકનું શિક્ષણ આમાં ૩ થી ૮ વર્ષનાં બાળકોનો સમાવેશ થાય છે. રશિયન જનતા એને વિદ્યાલયમાં જતાં પહેલાંને સમય (પ્રી સ્કૂલ પીરિયડ) કહે છે, કારણ રશિયન શિક્ષણશાસ્ત્રીઓ નાનાં બાળકના શિક્ષણને માટે યોગ્ય ધ્યાન આપી શકતા નથી. આથી આ ક્ષેત્ર વિશેષ રૂપથી વિકસિત થઈ શક્યું નથી, છતાં એવાં સમસ્ત બાળકોનાં શિક્ષણને માટે જીવતડ યત્ન કરી રહ્યા છે. - પ્રથમ એણે કિન્ડરગાર્ટન શાળાઓ ખોલી છે. એમાંની ઘણીખરી બહુ સુંદર છે; પણ એ શાળાઓ વિશેષે કરીને બાળકોને રમવાને ખુલ્લી જગા, સુંદર પિશાક અને સારી સંગતિના ઉદ્દેશથી ચલાવવામાં આવે છે.
રશિયન શિક્ષણશાસ્ત્રીઓ પૂરેપૂરા બળથી નવીન બાલસાહિત્ય નિર્માણ કરવાને તત્પર થઈ ગયા છે. આપણું પેઠે રશિયામાં પણ ભૂતકાલીન દેવી-દેવતાઓ, રાજા-રાણું અને પરીઓની વાત પ્રચલિત છે. આપણા દેશની પેઠે ત્યાં પણ અનેક રસિક રાજકુમાર અને વીર સેનાપતિએ થઈ ગયા છે, પણ હવે એ ભૂતકાળનું સાહિત્ય શા કામનું ? દેવદેવીઓની કલ્પિત વાતો ફક્ત મોરંજન જ કરી શકે છે. સેવીએટ સરકાર પિતાનાં બાળકે સન્મુખ નવીન દુનિયાનો આદર્શ રાખવા માગે છે. તે પણ દેવ-દેવીની માફક કલ્પિત નહિ, બલકે યથાર્થ અને પ્રત્યક્ષ. આથી વર્તમાન કળા અને વિજ્ઞાન બંનેને દૃષ્ટિપથમાં રાખી ત્યાં નવીન બાલસાહિત્ય નિર્માણ કરવાની તૈયારી થઇ રહી છે. આ સંપૂર્ણ પ્રયોગ જેટલો ગંભીર છે, તેટલેજ આકર્ષક પણ છે. આ વખતે તે સાચી દુનિયા જ બાળકની સામે ખડી કરવી આવશ્યક છે અને તે પણ આધુનિક વિજ્ઞાન અને કલાની દષ્ટિ સામે રાખીને. આવી દશામાં શિક્ષણ લાભપ્રદ થઈ શકે છે. આવી રીતે રશિયાનાં ૩ થી ૮ વર્ષનાં બાળકે માટે સોવીએટ સરકાર કિન્ડરગાર્ટન શાળાઓ દ્વારા પૌષ્ટિક ભોજન, રમતગમતનાં સ્થાન, આરામ, કલાકૌશલને પરિચય, પ્રકૃતિનું જ્ઞાન તથા વર્તન માન સંસાર અને સામાજિક સંસ્થાઓનો પરિચય આપી ભાવી શિક્ષણનાં બીજ રોપી રહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com