________________
શુભસંગ્રહ ભાગ ત્રીજો
પણ તે બંધ કરતાં પહેલાં બે બાબત પર વાંચનાર ભાઈઓનું ખાસ લક્ષ્ય દેરું છું - (૧) શાળાઓમાં આંધળાઓ શું કામ કરે છે તે જાતે જુઓ. તે તમારા પાપડોશમાં, ગામમાં, - જ્યાં ત્યાં સર્વ કઈ જાણે તેમ ગોઠવણ કરો. () આંધળા ગરીબ હોઈ મેટે ભાગે ભીખ માગે છે. તેવા તમામ ભાઇબહેનને આ શાળામાં
અથવા અન્ય ઠેકાણે મકલી, બને તેમ, તેમને ભીખ અને તે અંગે સાથે સાથે આવતી
અનેક અનીતિ અને બૂરી બદીમાંથી બચાવી, તેમને ઉઠાર કરે. ( મુંબઈ સમાચાર” ના દીપોત્સવી અંકમાં લેખક-રા. ૨. હરિપ્રસાદ ડાહ્યાભાઈ છત્રપતિ. બી. એ.
પ્રિન્સિપાલ-ધી વિકટોરિયા મેમોરિયલ અંધશાળા, તાદેવ, મુંબઈ)
૫૭–મોટા લાડુભટ્ટ કણ છે?
આપ કહેશે કે, લાડુઓ તો હિંદુઓજ ખાય છે, ત્યારે સારા જગતને સવાલ શું કામ વચ્ચે લાવો છો ? પણ વાચક : શું લાડુભટ્ટો તે કાંઈ એકજ જાતને હેાય છે ? શું માત્ર હિંદુજ લાડવા ખાય છે ? અને બીજી કેમ નથી જમતી ? વાંચો તમો નીચલી વાત.
(૧) ખરું છે, કે બનારસમાં અને મથુરામાં બાસુદી પીનારા અને લાડવા ખાનારા એવા ભો હોય છે. કે જે એક વેળા પા-મણ, અધે મણ, પિણે મણકે એક મણ માલ સાફ કરી જાય છે !
(૨) કોઈ કહે છે, કે તેઓ જમવા આગમચ એક બે દિવસ ભૂખ્યા રહે છે અને જમ્યા પછી પણ એક બે દિવસ અપવાસ પાળે છે !
(૩) ભલે, તમે આ લાડુભટ્ટો ઉપર હસે; છતાં પણ તેઓ કેવળ નિર્દોષ છે!
(૪) તેઓ કાંઈ “રામનામ જપના ને પરાયા માલ અપના” કરનારા નથી ! તમો જમાડે છે, તો તેઓ જમે છે; તેઓ કાંઈ લૂંટનારા કે ખેંચનારા નથી !
(પ) ત્યારે તમે કહેશો કે, સારાય જગતમાં મેટામાં મોટા લાડુભટ્ટો આ પા–મણીયા, અધમણીયા કે મણીયા લાડુ ખાનારા છે ! ખરુંને ? હા-અને નહિ !
લાડુભટ્ટો ભલા પણ હાઉદાસો નહિ!
! આ મથુરાના પેંડા કે લાડવા ખાનારા પરવડે ! પણ એલા ગેરાઓ, જે આપણુજ લાડવા બનાવે છે–તે નહિ પરવડે !
(૨) આટો આપણે, ખાંડ આપણુ, ઘી આપણુ, મહેનત આપણી; અને છતાં આપણે તે ગુલામ અને એએ શેઠ ! કહે, એ “રૅબ કેમ પરવડે?
(૩) વળી આપણું લાડુભટ્ટો તે જે જે આપીએ તે જમે, અને દુવા દે ! આ તે જે હોય તે બધું જ જમી જાય ! ઉપરથી દમ કરે ! અને સલામ કેમ નહિ કીધી, તે સામું પૂછે ! કહે, એ લાડુભદોને શું ઉપમા આપીએ ?
(૪) વળી, જેઓ પ્રાંતના પ્રાંત ગળી જાય ! બીજા દેશને વેપારવણજ ચાવી જાય ! તેઓના હુન્નર-ઉદ્યોગ દબાવી જાય ! તે લાડુભટ્ટોને શું નામ અપાય ?
(૫) “બે ઘડીની મેજ” ના વાચકે ! જરા ધ્યાનથી વાંચો અને વિચારો કે, આજે તમારા લાડવા કણ ગળી જાય છે ? આજે તો અધ ભૂખે કાં સુવો છો ? યાદ રાખ લાવા માટે લડવાથી લાડ હાથમાંથી જાય છે ! બીજાના પેટમાં ગરપ થાય છે !! અરે, જે. શાંતિથી સમજીને તમે હિંદુમુસ્લીમે લડતા-વઢતા બંધ પડશે, તેજ લાડ તમારા હાથમાં રહેશે-બાકી નહિ!
માટે સમજે, સજજનો! સમજે. કુસંપને અંધકાર ઉડાડે ! દિવ્ય દિવાળીની રોશની તમારા અંતરમાં પ્રવેશ કરે ! અને નવું વેપારી વર્ષ આબાદ કરો ! આમીન !
( “બે ઘડી મોજ'ના દિવાળી અંકમાં લખનાર-શ્રી બરજોરજી ફરામજી ભરૂચા.).
૧૧ડ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com