________________
શુભસંગ્રહ-ભાર્ગ ત્રિીએ
પ્રાથમિક શિક્ષણ - રશિયાની શ્રમજીવી શાળાઓ આપણી પ્રાથમિક શાળાઓ સાથે ઘણે અંશે મળતી છે. ૮ વર્ષની ઉંમરે ફરજીઆત નિશાળે જવું પડે છે. આ શાળાઓના બે વિભાગ છે. ૮ થી ૧૨ વર્ષ સુધીનો અને ૧૨ થી ૧૬-૧૭ વર્ષ સુધીને. પણ આમાં મતભેદ છે; કારણ કે કેટલાક ૧૫ વર્ષ અને કેટલાક ૧૭ વર્ષથી ઔદ્યોગિક શિક્ષણનો આરંભ કરવાનું કહે છે. આથી ૧૫. થી ૧૭ વર્ષની ઉંમર સુધી આ શાળામાં રહેવું પડે છે.
આવી શાળાઓ માટે ભાગે ગામડાંમાં છે. ૧૯૨૪ માં આવી શાળાઓ સેંકડે ૮૭ ગામડાંમાં અને શેષ ૧૩ શહેરોમાં હતી. ગામમાં આવી શાળા ઘણી મુશ્કેલીથી ચાલે છે, કારણ કે સાધનોને બહુધા અભાવ હોય છે. બિચારા ગામડીઆ સર્વથા અશિક્ષિત હોય છે. ઘરકામને માટે ઘણુંખરું પોતાનાં બાળકને આમતેમ મોકલે છે. ખાસ કરીને ફસલ વખતે તો સ્કૂલ એકદમ ખાલી થઈ જાય છે. આવી મુશ્કેલીઓ વેઠીને પણ તરુણ રશિયા શિક્ષણપંથમાં બરાબર આગળ વધતો જ રહ્યો છે.
એક ગ્રામ્ય અધ્યાપિકા પિતાને દશ વર્ષનો અનુભવ આ પ્રમાણે પ્રગટ કરે છે -
પ્રાચીન પદ્ધતિ સરળ હતી. હું લખતાં, વાંચતાં અને થોડું ગણિત શીખવાડતી. આખા વર્ગને ઉભે કરી કવિતા બોલાવતી. અધ્યાપકનું કામ ચોપડીમાં જોવા પૂરતું જ હતું, પરંતુ આજે પુસ્તકનું કામ નથી. બાળકને માટે પોતાનું ઘર, મહાલ અને ગામની વ્યવસ્થા આદિ જોવાનું કામ મુખ્ય છે. મારી શાળાનાં બાળકોએ આખા ગામની સ્વચ્છતાની તપાસ કરી, તેઓ એ નિર્ણય પર આવ્યા કે, લોકોને ગંદુ પાણી પીવું પડે છે. એનો યોગ્ય ઉપાય કરવો જોઈએ. સારાંશ કે, આ. સમયે શિક્ષણને મુખ્ય આધાર અવલોકન અને તુલનાપર છે. પુસ્તકની હવે જરૂર રહી નથી, શિક્ષકને પ્રતિદિન શિક્ષણની તૈયારી કરીને જ શાળામાં આવવું પડે છે અને પોતાના વિષયનું સૂક્ષ્મતાપૂર્વક અધ્યયન કરવું પડે છે.”
એક ગ્રામ્યશાળાપર દષ્ટિપાત કરતાં જણાશે કે, ત્યાં બાળકો પાસે પુસ્તકો નથી. બાળકોએ સપ્ટેમ્બર માસમાં શાળામાં આવવાનું શરૂ કર્યું છે, ત્યારથી એમણે સેનાં પાંદડાં, બી, ફળ, ફૂલ વગેરે સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું હોય છે. નવરાશની વેળાએ તેઓ આ વસ્તુ એકઠી. કરે છે, શાળામાં ગયા પછી આ વિષેની ચર્ચા કરે છે. આવી રીતે ઋતુઓને અનુરૂપ પક્ષીઓ વગેરે પણ માટીના બનાવી લે છે. આ બાળકો અહીં દાખલ થયા પહેલાં કાઈપણ કિન્ડરગાર્ટન ' સ્કૂલમાં ગયેલાં હોતાં નથી. એઓએ પુસ્તક દ્વારા શિક્ષણનો આરંભ કરવાને બદલે પોતાના ગ્રામ્યજીવનથી જ શિક્ષણને પ્રારંભ કરી પ્રકૃતિરૂપ પુસ્તકથી જ્ઞાન સંગ્રહ કરવાનો ઉદ્યોગ કરેલ હોય છે. આવી સ્થિતિમાં કેણ અભણ રહે ?
શહેરની પ્રાથમિક શાળાઓ વિશેષ રૂદ્ધ હોય છે, છતાં આધુનિક શિક્ષણશાસ્ત્રની દૃષ્ટિથી તો તે અપૂર્ણ જ; કિંતુ વિષય, પદ્ધતિ અને વિદ્યાર્થી, એ ત્રણ બાબતોમાં એ શાળા વિશેષ રૂપથી લોકોનું ધ્યાન ખેંચે છે.
- શિક્ષણના વિષયોની ચુંટણી વિદ્યાર્થીના જીવનક્રમને જોઈને કરવામાં આવે છે. કેઈ સ્કૂલ ગામડાની સ્વછતાને વિષય ચુટે છે, તે કઈ આસપાસની ખાણની માહિતીનું વિષય ચુંટયા પછી તેની સાથે સંબંધ રાખનારા અભ્યાસક્રમને બાંધે છે.'
એક શ્રમજીવી શાળાના આચાર્યના શબ્દોમાં કહેવામાં આવે તો- “અમે શાળાનું કામકાજ અને નાગરિક જીવનને સંબદ્ધ કરવા માગીએ છીએ. અમે ગણિત, ભૂગોળ કે એવા બીજા કોઈ ગૂઢ વિષયમાં બાળકને ગુંચવી નાખતા નથી, પણ પ્રત્યેક કક્ષામાં અમે કોઈપણ એક વસ્તુ (લેમ)નું અધ્યયન, મનન અને વિવેચન કરાવીએ છીએ. તે વસ્તુ પણ બહારની નહિ, પણ પિતાની જ આસપાસની સામગ્રીમાંથી ચૂંટીએ છીએ.”
આપણે શિક્ષણશાસ્ત્રમાં જેને “પ્રોજેકટ મેથડ” કહીએ છીએ, તે રીતપર એ શ્રમજીવી શાળાઓ શિક્ષણ આપે છે. શિક્ષણને વિષય મનુષ્યના જીવનક્રમમાંથી જ પસંદ કરવામાં આવે છે. એ સંબંધે જે શિક્ષણ મળે છે, તેથી થોડાઘમાનસિકવ્યાયામ પણ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com