________________
ગ્રામ્યજીવન
અને એ ઇતિહાસ સાંભળતાં જ નદીપર હિલોળા દેતી ભેંશા યાદ આવે છે. અંગેઅંગમાંથી નવજીવનની તાજી સેર ફરતી હોય તેવા કનૈયા જેવા બાળકો, વડની વડવાઈપર જીવનનું પ્રભાત શરૂ કરતા; ખોટી ચિંતા નહિ અને નિરર્થક ધમાલ નહિ; ઘેર ઘેર ઘંટીના સૂર ગાજે; ફળીએ ફળીએ ગાયના છાણમૂત્રથી ધાબે પડે; નદી નદીપર રબારીની બંસીના નાદ સંભળાય.
એ ગામડાના ઉત્સવોમાં રસ અને રસાયનની તે છોળ ઉડે; પેલાં ધમધમાટ દેતાં જાડાં લૂગડાં, ભરતભરતમાં નેખી ભાત; ઉગતા યૌવનના તનમનાટ જેવી પિલી કાપડાની બાંહ્યો; અને જીવનને રસરૂપે નીચેની નીચોવીને રંગેલી, ઉડીને વળગે તેવી કસુંબલ ચુંદડીએ: અરે ! આજે પ્રજામાં યૌવનનો રસ કયાં છે ? આજે સાચો વિરહ, સાચો પ્રેમ ને સાચી મર્દાનગી ક્યાં છે? આજે હવે જીવનમાંથી પ્રેમ ની મીઠાશ ચાલી ગઈ છે. સીમસીમમાં મોરના ટૌકાર વચ્ચે ગાજતા મોલમાં પહેલાંના જેવી લાલી મોસમ રહી નથી. આજે ગ્રામ્યજીવનમાં ઘાટાં દૂધ, દડબાં દહીં, તાજા શાક ને મીઠાં ગંગાજળીઆનાં પાણી બેસ્વાદ બની રહ્યાં છેઅરે ! પ્રજાકીય વિનાશનાં બધાં બીજ આપણી વચ્ચે છે !
ગ્રામ્ય જીવન અને ધાર્મિક સમાજવાદ ગામડામાં મનુષ્યનું રહેઠાણ તેજ સમાજવાદના સિદ્ધાંતો સાચવી રહેલ છે. ગ્રામ્યજીવનમાં એકબીવનનાં ઘર સહિયારા ફળીમાં હોય છે.
શેરી વાળવામાં પુણ્ય મનાય છે, ને એક ઘરનો મહેમાન બીજા ઘરને અતિથિ મનાય છે. આ પડોશધર્મ એ સમાજવાદનું જ અંગ છે. એ ઉપરાંત ગૌચર, ગેપાળ ને ગેદરે; આ ત્રણે સૌનાં સામાન્ય છે. ગોપાળને તે જે રીતે જીવનનિર્વાહ થાય છે, તે આખી રીતજ અત્યંત સુંદર મનેત્તિ દર્શાવે છે. રસ્તાઓનું સમારકામ ને ઝાંપાનું રક્ષણ, અતિથિનો સત્કાર ને ગામ-ઝાંપે ચરો ને ચબુતરે કુતરાંના રોટલા ને ગાંદરાનું ખડ; મેઘયજ્ઞ ને સામાન્ય તહેવાર; ગ્રામ્યજીવનના લુપ્ત બનતા આ બધા સંસ્કારોમાં સમાજવાદનાંજ બીજ છે; પરંતુ આ સમાજવાદ યૂરોપના સમાજવાદની પેઠે, વ્યકિતત્વના હક્કપ ચણવાને બદલે, દયાધર્મ પર ચણાયો છે; ને તેથી તેની સંભાળ કૂતરાં, કાગડા ને કબુતર સુધી પહોંચી છે. એક ગામની રસભૂમિમાં જે ઉત્પન્ન થાય, તેમાં માત્ર મનુગોનો જ નહિ, પણ પશુઓનો કક છે. એ દયાધમ આર્યસંસ્કૃતિમાં છલ ભર્યો છે.
આર્થિક સમાનતા મેગાર્થિનીસના સમયમાં કલકત્તાથી કંદહાર ને હિમાલયથી કર સુધીમાં ભાગ્યેજ વીસ શહેરો હતાં. આ સ્થિતિ એવી હતી કે પૈસાની વહેંચણી લગભગ સરખી થાય. આજે જે જબરજસ્ત દાનની રકમ વાંચો આપણે આશ્ચર્યમુગ્ધ બનીએ છીએ, એવા દાનશીલ શ્રીમંત ત્યારે નહિ હેય; પરંતુ આજનાં સુવાવડખાનાં, પાંજરાપોળે ને અનાથાશ્રમે, આપણી પ્રજાકીય હીન અવ
સ્થા દર્શાવે છે, તેમ આજનાં દાન આપણી આર્થિક અસમાનતા ધરાવે છે. જે ગેરવ્યવસ્થાને ૫રિણામે એ શ્રીમંત બન્યો છે. તેમાં એણે એક થીંગ વધારે માર્યું'. આર્થિક સમાનતાને પરિણામેજ ન્યાયર્કેટને બહુ ખપ પડતો નહિ; કારણકે ન્યાયકૅર્ટી માત્ર એટલું જ કરે છે કે, જે અસમાનતા મનુષ્યને મનુષ્ય તરફ ધિક્કારથી જોતાં શીખવે છે, તે અસમાનતા, જાળવી રાખવામાં મદદ કરે છે, તેથી મેગાર્થિનીએ લખેલી વાત હવે બરાબર સમજશે. જ્યાં અસમાનતા ઈયો ઉતપન કરે એટલી ભયંકર નથી હોતી, ત્યાં ગુન્ડાને ભવ તદનજ ઓછો છે.
ગામડાંની સ્વાધીનતા દરેક ગામ પોતપોતાનું રાજ્ય ભોગવતું. મુખ્ય વહીવટ કરનાર પટેલની નિમણુંક રાજ્ય તરફથી થતી નહિ. આ એકજ ઘટના એમ દર્શાવે છે કે, ગામડું પિતાનો પટેલ પોતે ચૂંટતું. આ પટેલનું મુખ્ય કામ ગામડાની વ્યવસ્થા રાખવાનું હતું. રસ્તા સુધારવા, અતિથિસત્કાર કર, કોઈ વિદ્વાન આવે તો માન આપવું અને રાજય સાથે લોકોનો સંબંધ જાળવવો. ખેડુતો પર વેઠ હતી નહિ એટલે ખેડુતો રાજ્યના સીધા સંબંધમાં ન આવતાં, પટેલ મારફત મહેસુલ ભરી દેતા; પરંતુ બીજા બધા કામમાં તેઓ સ્વાધીન હતા. જાતકમાળામાં લખ્યું છે કે, લોકે ગામડાની બહાર બગીએ કે વાડી બનાવતા ને તે કાર્યમાં સ્ત્રીએ પણ મદદ કરતી; પરંતુ રાજા, લેકશાસનમાં કેળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com