________________
નનનનન
માબાપ માટે પ્રશ્ન - ધન્ય છે વાદિરાજ સ્વામીને કે જેમણે જોઈ લીધું કે, અંત્યજોના સ્પર્શ વગર સમાજનું ગાડું ચાલવાનું નથી. આજે કર્ણાટકમાં ચુસ્તમાં ચુસ્ત મરજાદી વૈષ્ણવ બ્રાહ્મણે કનકનાં રચેલાં ભજનો ગાઈને ભક્તિરસ કેળવે છે; એને સંતતરીકે સ્વીકારી એનું ચરિત્રામૃત ગાવામાં પોતાને પાવન થયાં માને છે અને છતાં એજ કનકદાસનાં જાતભાઈઓને હડધૂતના હડધૂતજ રાખે છે. હિંદુધર્મનો બચાવ કરનાર વા દરાજ સ્વામી દરેકના હૃદયમાં અને તરે નહિ તે હિ દુધર્મને રથ ચાલવાનું નથી અને પરમાત્મા હિંદુ સમાજથી વિમુખ જ રહેવાનો.
માબાપ માટે પ્રશ્ન
( જે. બાગલ, વ્યાયામના એક અંકમાંથી) ૧ છોકરાંઓએ સવારમાં વહેલાં ઉઠવું, પણ તમે વહેલાં ઉઠે છે કે કેમ ?
૨ ઉઠતાં વેંત જ આળસને અલગ કરી, ઝાડે ફરી આવી, કોગળા કરી નાખી દાતણપાણી પરવારી લેવું; પણ તમે તેમ કરો છો કે કેમ ? .
૩ સવારમાં છોકરાં પાસે ભક્તિરસનાં ભજને અથવા તો તમે એ લાવો છો કે કેમ ? આપ પિતે કદી બોલો છે કે કેમ ? - ૪ છોકરાંઓએ કસરત કરવી; પણ તમે તેમને કોઈ વખતે ઉત્તેજન આપે છે કે કેમ ? તમે જાતે વ્યાયામ કરો છે કે કેમ ? '
૫ જીવન ગાળવામાં ડગલે ડગલે શક્તિની જરૂર પડે છે. તમે તેવું કોઈ વખતે છોકરાંઓને સમજાવ્યું છે કે કેમ ? - ૬ તમે છોકરાઓનાં દેખતાં ચાહ પીઓ છે અને ધમ્રપાન કરે છે કે કેમ ?
૭ છોકરો અને સારું તાજું દૂધ મળે તેવી વ્યવસ્થા તમે કરી છે કે કેમ ? ૮ છોકરાંઓની સમક્ષ તમે ઘરગથ્થુ કંઈ વાત કરો છો કે કેમ ?
૯ પિતાનું કામ જાતે કરવું, કાઈના ઉપર આધાર રાખવો નહિ. તે મેટાઈ અને ડાહ્યાપણાનું લક્ષણ છે એવું તમે તેમને સમજાવ્યું છે કે કેમ ?.
૧૦ નહાતી વખતે શરીરને કયો ભાગ કાળજી રાખી દેવો જોઈએ તે તમે તેમને કઈ વખતે કહ્યું છે કે કેમ ?
૧૧ ટાઢા પાણીથી નહાવાના ફાયદા તમે કોઈ વખતે છોકરાંઓને સમજાવ્યા છે કે કેમ ? ૧૨ પથરથી શરીર ઘસવું નહિ તેવું તમે તેમને કહ્યું છે કે કેમ ? ૧૩ છોકરાઓને તરતાં તમે શીખવ્યું છે કે કેમ ? ૧૪ શરીરે તેલ ચોળવાથી શું ફાયદો થાય છે, તે તમે છોકરાંઓને સમજાવ્યું છે કે કેમ ?
૧૫ હમણાં જે તેલ બજારમાં વેચાય છે તે નુકસાનકર્તા છે, તેવું તમે તેમને કોઈ પણ વખતે કહ્યું છે કે કેમ ?
- ૧૬ નહાયા પછી શરીરે તેલ ચાળવાથી અથવા માથામાં તેલ નાખવાથી કેવા પ્રકારની ગંધ ઉડે છે, તે તમે તેમને કહ્યું છે કે કેમ ?
૧૭ નહાયા પછી શરીરના કયે ભાગ ખૂબ ઘસીને લૂછવો જોઈએ તે તમે સમજાવ્યું છે કે કેમ ?
૧૮ હમેશાં પ્રથમ રાતા પાણીથી માથું, દુંટીની આસપાસનો ભાગ, ગુદા, જનનેન્દ્રિય અને તેની પાસે ભાગ તમે ધો છે કે કેમ ?
૧૯ આંખને શી રીતે ધોવી તે તમે જાણો છો કે કેમ ? ૨૦ આંખે ધોવાની રીત તમે છોકરાંઓને શીખવી છે કે કેમ ? ૨૧ આંખે દેવાથી થતા ફાયદા તમે છોકરાઓને કેાઈ વખતે કહ્યા છે કે કેમ ? ૨૨ તમારાં બાળકે દાતણ શાનાં કરે છે ? ૨૩ દાંત સાફ કરવા માટે દાતણ અથવા મંજન તમે તેમને અમુક સારું છે એવું કહ્યું છે કે કેમ ? ૨૪ દાંતનો અને આરોગ્યતાનો સંબંધ તમે છોકરાઓને કાઈ વખતે સમજાવ્યું છે કે કેમ ?
૨૫ થુંક અને લાળને આરોગ્યતા સાથેનો સંબંધ આપ જાણો છો ? છોકરાંઓને તમે તે કેઈ વખતે સમજાવ્યો છે કે કેમ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com