________________
જ્ઞાન અને વિજ્ઞાન જ્ઞાન અને વિજ્ઞાન
ધ3
ચાખા
(લેખક:–“જુને જેગી” હિંદુસ્થાન તા. ૨૯-૯-૨૬ના અંકમાંથી)
પાણી કેટલું આપણા શરીરમાં ૩ ભાગ ૫ણી છે અને તેટલા માટેજ શરીરને પાણી ની ઘણી જરૂર રહે છે. માણસ ખરા સિવાય લાંબો વખત ચલાવી શકે; પરંતુ ૫ણીસિવાય ચાલે નહિ. આપણું ખોરાકની ચીજોમાં કેટલું પાણી છે તે વાચકેની જાણ માટે નીચે ટાંક્યું છે -
૮૭ ટકા. છાશ
ટકા. માખણ
લીલા વટાણું ફણસી ૯૦ ,
કાકડી બટેટા
ગાજર ડુંગળી
સકરીઆ કોબી
કોલી ફલાવર મેથી
ટમેટાં ઉપરના કોષ્ટક ઉપરથી સહેલાઈથી સમજાશે કે, કયી ચીજમાં કેટલું તત્વ છે.
ચામડીનાં દરદ સાધારણ રીતે ચામડીનાં દરદ થવાનું મુખ્ય કારણ અસ્વછતા છે. ચામડીની પૂરેપૂરી દરકાર રાખવામાં આવે તે ચામડીનાં દરદો જેવાં કે દાદર, ગુમડાં, ખસ, ખરજવું વગેરે થવા પામેજ નહિ. ધાંચીને ચામડીનાં દરદો સાધારણ રીતે થતાં નથી તેનું મુખ્ય કારણ તેની ચામડીને તેલનું મર્દન મળી જતું હોવાથી તે સૂકી થઈ જતી નથી તે છે. ચામડીનાં દરદો અટકાવવાને માટે એ ઉપાય સૂચવવામાં આવે છે કે, શરીર ઉપર સૂર્યનાં કિરણે પડવા દેવાં. આ કિરણાથી શરીરની ચામડી સાફ રહે છે, તેમજ પાચનશક્તિ પણ વધે છે. આપણા બાપદાદાઓ ઉઘાડે શરીરે એક ફાળિયું ખભા ઉપર નાખી બજારમાં ફર્યા કરતા તેનું રહસ્ય આ કેમ ન હોય ? સુધરેલા કહેવાતા પશ્ચિમના દેશના સમાગમથી આપણા બાપદાદાઓને નાગા કહેવા લાગ્યા અને આપણે બીનજરૂરી કપડાં શરીરપર ઘાલવા માંડયાં. તેને લીધે ચામડીને પેષણ ન મળવાથી ચામડીનાં દરદો થવા માંડ્યાં. પૂજ્ય ગાંધીજીની હંગેરી આ દૃષ્ટિએ ઉત્તમ તો ખરીજ ને ? દાદરનું દરદ સાધારણ રીતે સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે થાય છે અને તેનું મુખ્ય કારણ પહેરવેશ છે. સ્ત્રીઓના પહેરવેશને લીધે સાથળસુધી હવાની આવ-જ થઈ શકે છે, જ્યારે પુરુષના ચેરણા કે કછટા મારેલા ધોતીઆમાં પુરતી હવા જઈ શકતી નથી. આ ઉપરાંત બીજું કારણ એ કહેવાય છે કે સ્ત્રીઓ જ્યારે નહાય છે ત્યારે હમેશાં બંધ જગ્યામાં નહાય છે, જેથી સાથળના મૂળ વગેરે બરાબર ઘસીને સાફ થઈ શકે છે. પુરુષોને જાહેર રસ્તા ઉપર નહાવાનું હોય છે, જેથી તે ભાગો બરાબર સાફ થતા નથી અને આ કારણોને લઇનેજ સેંકડે નેવું ટકા જેટલાને દાદરનું દરદ સાથળના મૂળમાંજ ઉત્પન્ન થાય છે. આવાં સાધારણ દરદોમાંથી બચવા માટે આપણા પૂર્વજો નદીનાળામાં નહાવા જતા, જેમાં પાણીની અંદર બેસી શરીરના ભાગ સાફ થઈ શકતાપણ કમનસીબે હવે નદીનાળાનાં નીર પણ સુકાઈ ગયાં છે. પાણીના અભાવે જ્યારે બની શકે ત્યારે શરીરના ભાગ ઉપર તડકો આવવા દેવે તે જરૂરનો છે, તેમજ હવા પણ જેટલી ખુલ્લા શરીરને મળે તેટલી આવ. વા દેવી જોઇએ. ગુહ્ય ભાગેને પણ બરાબર સાફ નહિ રાખવાથી પણ ઘણું ભયંકર દ૨ો થાય છે. આ બધું અટકાવવા એકજ રસ્તો સહેલો અને સરળ છે. તે એ કે, શરીરના ભાગ ઉપર તકે અને પ્રકાશ પડવા દે. એક લંગોટી પહેરી અ પણ કલાક સૂર્યનારાયણની પૂજા કરવાથી આ નેમ પાર પડી શકે તેવું છે. મુંબઈ જેવાં મેટાં શહેરમાં જ્યાં હવા, પ્રકાશ કે તડકાનું નામજ નહિ ત્યાં દાદરના દરદાએ સંખ્યાબંધ હોય એમાં નવાઈ શું? ચામડીની સ્વછતા પહેલથી તે રાખવા બાળકોને શીખવવું જોઇએ અને બાળકને તે નાગાં રઝળવા દેવાં તેજ ઉત્તમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com