________________
માની સેવાવૃત્તિ
૧૮૭ મઘની સેવાવૃત્તિ (“બુદ્ધલીલા સારસંગ્રહ” નામના પુસ્તકમાંથી). હજારો વર્ષ પૂર્વે મગધ દેશમાં મચલ નામના એક ગામડામાં એક ખેડુતના કુટુંબમાં મધ જન્મ્યો હતો. તે જ્યારે ઉંમરલાયક થયે, ત્યારે પિતાના ગામના લોકોની સ્વાર્થપરાયણતા જોઈ મનમાં ખૂબ ખિન થયો. તે પોતાના ગામના રસ્તા સાફ કરવાનું, ગંદવાડ વહી વહીને બહાર ફેંકવાનું, પીવાના પાણીમાં ગંદુ પાણી જાય નહિ માટે કૂવાને પાળ બાંધવાનું, વગેરે બીજાં એવાંજ લોકોપયોગી કામ કરતે; પરંતુ તેના આ કામથી રાજી થવાને બદલે ગામના લોકો તેને દોષ દેતા. તેઓ ચોરાપર કે દારૂના પીઠાંપર ભેગા થઈ કહેતા કે, “અરે ! આ પેલે ગાંડી પિતાના ઘરનું કામ છોડીને ચાલ્યો નકામી માથાફેડ કરવાને ! એકલાથી તે કદી આખા ગામનું હિત થયું છે કે? આપણે ભલા ને આપણું કામ ભલું ! તેને બદલે આ તે ગામનું ભલું કરવા નીકળ્યો છે ? શું કરવું છે. આપણે આખા ગામને ! મઘને પિતાની મૂર્ખાઈ સારૂ કેઈક દિવસ પશ્ચાતાપ કરવો પડશે.”
મઘની છોક નિંદા થતી, એટલું જ નહિ પણ તેનાં સગાંઓ પણ તેની વિરુદ્ધ હતાં; તે પણ તેણે પિતાનું કર્તવ્ય છેડી દીધું નહિ. મઘ એક દિવસ એકાદ રસ્તો સાફ કરે અને બીજે જ દિવસે આસપાસનાં ઘરમાંથી સ્ત્રીઓ કચરો નાખી જાય. કોઈ વૃદ્ધ કહે કે, આ ગંદવાડ શું કામ કરો છો ? તો તેઓ કહેતી:- “તમારે શું ? પેલો મધ એ છે ને ! તે આવશે અને કરશે સાફ !” | મધના આત્મસંયમનું પરિણામ જાના જમાનાના લેકે ઉપર તે કંઈ પણ થયું નહિ; પરંતુ મધનો આ માર્ગ પર કેમ ન હોય એવી એક બે તણાને શંકા આવવા લાગી.
ગામના બે તરુણ મિત્રો મધથી આકર્ષાઈને તેને ગુરુ કરવાના ઇરાદાથી તેની પાસે ગયા અને બાલ્યા:-“ આજ સુધી અમે તારી ઉપેક્ષા કરી, એ માટે અમને અત્યંત દુઃખ થાય છે. અભાગીને પિતાને ઘેર પડેલી થાપણની જેમ ખબર ન પડે, તેમજ તારા સદગુણની તું અમારી પાર છતાં અમને ખબર પડી નહિ. આજથી અમે તારા શિષ્ય થઈ તારું અનુકરણ કરી સત્કૃત્યમાં કાળ ગાળવાનો નિશ્ચય કર્યો છે.” મદ્ય બે -“મિત્રો ! સદાચરણમાં કાળનો સદ્વ્યય કરવાની તમારી ઈરછામાટે તમને ધન્ય છે; પરંતુ આ માટે મારું શિષ્યત્વ સ્વીકારવાની આવશ્યકતા નથી. મારા જેવા તે મર્ય-નાશવંત છે, એ તમે જાણો જ છે; માટે આવા ક્ષણભંગુર પ્રાણીનું શિષ્યત્વ ન સ્વીકારતાં આપણે બધા ધર્મનું શિષ્યત્વ સ્વીકારીએ તે સારું; કારણ ધર્મ શાશ્વત છે. તે અને નાદિ છે, તેને આપણી પાસેથી કોઈ પણ દૂર કરી શકે એમ નથી.'
કુમાર્ગથી નિવૃત્તિ અને સત્કર્મમાં પ્રવૃત્તિ અને સાધુ લોક “શીલ' કહે છે. પ્રાણીનો ઘાત ન કરે, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ભાષણ ન કરવું અને માદક પદાર્થનું સેવન ન કરવું–એ પાંચ નિયમ એકનિષ્ઠાથી પાળીએ તો આપણે કુકર્મથી બચી જઈએ અને પરોપકારાદિ સત્કૃત્યમાં આપણા કાળનો ઉપયોગ કરી શકીએ.”
તરુણ બેલ્યા- “આજથી આ પાંચ નિયમો અમે બરાબર શ્રદ્ધાપૂર્વક પાળીશું અને ઘરકામથી બચેલે કાળ સત્કર્મમાં ગાળીશું.”
આમ ધીરે ધીરે મધને ત્રીસ અનુયાયી મળ્યા. તે સૌએ મળી રોગી લોકો માટે અને અનાથ અપંગ લોકોમાટે એક ધર્મશાળા સ્થાપન કરી. આસપાસના ગામના રસ્તા સાફ કર્યા, નાના નાનાપૂલ બાંધ્યા, તળાવો ખેદ્યાં અને એવાં બીજાં લોકોપયોગી કામો કર્યા. આ ઉપરાંત તેઓ પિતા ના પચ્ચણાના લોકોને પંચશીલનો ઉપદેશ કરતા. તેમના આ કાર્યનું આખા પરગણા ઉપર એવું પરિણામ થયું કે, થોડા અપવાદ બાદ કરતાં ત્યાંના બધા લોક સદાચારી બન્યા. દારૂના પીઠાંવાળાને પોતાની દુકાનો બંધ કરવી પડી અને ત્યાંના મુખી-ન્યાય અને વસુલી અમલદાર–ને દંડના રૂપમાં ઘણી જ મોટી પ્રાપ્તિ થતી, તે નહિ જેવી થઈ ગઈ.
આ પરગણાના લોકોમાં પહેલાં એટલા ટંટા થતા કે તેનો નિકાલ કરતાં મુખીને જમવાની સુદ્ધાં ફુરસદ મળતી નહિ, પણ હવે મુખીને આખો દિવસ તકીઆને અઢેલી વાત કરતાં બેસવું અને કચેરીને વખત પૂરો થતાં ઘેર જવું, એટલોજ ઉદ્યોગ રહ્યો. પિતાના પરગણામાં સ્થિતિ આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com