________________
૧૮૬
આંખનો આબાદ ઉપાય ણાની માઠી ટેવ હતી. જ્યારે તે એ ટેવ છોડવાની કોશીશ કરતા હતા તે વખતે એ ટેવની તલબ બજ જોરાવર થવા લાગી અને કેટલાંક વરસ સુધી કંટાળે લાગ્યો. એક દિવસે જ્યારે ઘણીજ ઠંડી પડતી હતી, તે વખતે તે બજારમાંથી માલ ખરીદી ઘેર પાછો ફરતો હતો. રસ્તામાં એક દારૂની દુકાન આગળથી પસાર થવાનું હતું. જેમ જેમ તે દુકાનની નજદીક આવતો ગયે, તેમ તેમ તેની આગલી ટેવ વધારે ને વધારે જોર કરવા લાગી અને તેને એવું લાગ્યું કે, હવે આગળ પસાર થઈ શકાવાનું નથી. તેને એવું લાગ્યું કે તે દારૂની દુકાન આગળથી પસાર થઈ શકાતું જ નથી. પોતે ખરીદેલો માલ બાજુ મૂકી દીધો, પાસેના જંગલમાં ગયો અને ગોઠણે મંડળે પડી ખુદાને કાકલુદીથી બંદગી કરી કે, આ ખરાબ તલબમાંથી તેને છે. તે કહે છે કે:-“ ખુદાએ મારી બંદગી સાંભળી અને તેને મને જવાબ મળ્યો. હું જમીન પરથી ઉઠયો તે વખતે આ ટેવથી છટા થયેલો માણસ થયો અને તે વખતથી તે આજસુધી હું છું છું.”
બીજે દાખલ ટેનીસીમાં એક અધિપતિ કે જે તંબાકુને ગુલામ થઈ ગયો હતો, તે પિતાનો હેવાલ નીચે પ્રમાણે આપે છે:-“તંબાકુની ટેવ છોડવાને હું દૃઢ મનથી વારંવાર નિશ્ચય કરતો હતો. કોઈ કાઈ વખત ડાક મહિના અથવા અઠવાડિયાં. એક વખત બાર મહિના સુધી તંબાકુથી દૂર રહ્યો, પણ એ ચીજની તલબથી તદ્દન છૂટો થયો ન હતો.”
“ તા. ૧ લી ડીસેમ્બર ૧૮૫૦ ને રવીવારે સવારે હું એકાંત જગ્યામાં ગ. મારા ગોણે પડ્યો અને ખુદાને અરજ કરી કે, આ ટેવ છેડવાને મને મદદ કર. ત્યાં ને ત્યાં તેણે પાકે નિશ્ચય કર્યો કે, ખુદાની મદદથી આ શાપપાત્ર ચીજને કદી પણ અડકીશ નહિ. અને તે દિવસથી આજસુધી મને બીડી પીવાની અથવા તંબાકુ ખાવાની તલબ થઈ નથી. જ્યારે પણ તંબાકુ જેતે તે વખતે ઈશ્વર તરફ મારું અંતઃકરણ રાખી, આ ચીજથી દૂર રહેવાને મને મદદ કરવાની તેને આજીજી કરતો હતો. હું આજે ૨૩ વરસ થયાં એ ચીજની ઈચ્છાથી દૂર થયો છું.” - પ્રિય વાંચનારને છેવટે મારી એટલી જ સૂચના છે કે, કઈ ખરાબ ટેવ પડી હોય તે તે એકદમ દૂર થઈ શકશે નહિ, ઘણીક વખતે એ ટેવ ઉપર કાબુ મેળવવામાં નિષ્ફળતા મળશે, તેથી કશીશ છોડી દેવી નહિ; પણ ખંત રાખવી અને જ્યારે પણ ખરાબ ટેવ હુમલે કરે, તે વખતે બંદગી કરવી ચાલુ રાખવી. ઘણીક કોશીશ પછી બંદગીનું બળ જોરાવર થશે અને છેવટે એ ખરાબ pવાથી દુર રહેવાની પૂરતી શક્તિ મળશે. છેવટે એટલું જ ઈચ્છું છું કે, આ પતેતીના શુભ દિવસે સર્વ કાઈ પોતાની ખેડખાંપણ તપાસી બંદગીના બળવડે તેઓને દૂર કરી ખરું સુખ ભોગવવાને શક્તિવાન થાય ! આમીન !
આંખનો આબાદ ઉપાય ખાખરાના મૂળને અર્ક–આ અને સુરમો આંજવાની સળીવડે આંખમાં આંજવાથી આંખની ઝાંખ, ખીલ, પડળ, ફુલું, છારી વળવી, મેતીએ, ઝામરવા વગેરે આંખનાં તમામ દરદોમાં કાયદો થાય છે. આ દવા થોડા દિવસ આંખમાં આંજવાથી આંખનું એટલું બધું તેજ વધી જાય છે કે, ઘણા વિદ્યાથીઓનાં ચશ્માં ઉતરી જાય છે. આ દવા આંખનાં દરદો માટે ખાસ અનુભવસિદ્ધ અને અકસીર છે.
ખાખરાનાં મૂળના લાંબા લાંબા પાતળા ટુકડા કરીને એક હાંલ્લામાં ભરીને એક શકોરાથી તે માં બંધ કરી દેવું. પછી જમીનમાં એક ખાડો ખોદી તેમાં કલાઈવાળું અથવા માટીનું રીઢું વાસણ મૂકવું અને તેની ચારેબાજુએ પાણી ભરી રાખવું. પછી બંધ કરેલા હાંલ્લાને કાણું પાડી તે કાણે નીચેની તરફ રહે તેવી રીતે ખાડામાંના વાસણ ઉપર મૂકી સજજડ બંધ કરી તેની ચારે તરફ અડાયાં-છાણાંનો તાપ કર. આથી મૂળીનો અક છિદ્રવાટે નીચેના વાસણમાં ટ૫કશે. જે ઘરભાગ હોય છે તે નીચે જામી જશે અને પાતળો અર્ક ઉપર રહેશે. તે પાતળા અને ગાળી લે અને તેનો અંજનતરીકે ઉપયોગ કરો. આથી ઉપર જણાવેલાં આંખનાં તમામ દરદો માં ફાયદો થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com