________________
૧૮૫
www,
દુર્ગુણનો અસરકારક ઉપાય જીંદગી ગુજારવાને માટે હું આંખમાં આંસુ લાવી ઈશ્વરની બંદગી કરતો હતો. કેટલાંક અઠવાડિયાં સુધી આ પ્રમાણે મેં બંદગી કરવાનું ચાલુ રાખ્યું. રફતે રફતે મને રાહત મળવા લાગી. વસંત ઋતુમાં પેલા લલચાવનારા સેતાન સાથે ખૂબ લડત ચલાવ્યા પછી અને ઘણીક રીતે હલકી સ્થિતિમાં આવ્યા પછી બે અઠવાડિયાં સુધી પૂરતી શાંતિ મળી. ત્યારપછી વળી બીજી લાલચેની સામે લડત ચલાવવી પડી હતી, પણ ખુદાની કૃપાથી તેમાં ફતેહ મળી હતી. સઘળો વખત ખુદાની કૃપાને માટે કેટલો બધે નાલાયક છું તેને મને ખ્યાલ આવતો, ત્યારે મારી આંખમાં આંસુ આ વતાં હતાં. જાન મહિનાના પહેલા અઠવાડીઆમાં અમે બંદગી કરવા ભેગા મળ્યા. મને ઘણેજ આનંદ લાગે, જે કે હું નાલાયક હતો. અમારી બંદગી વારંવાર થતી અને સઘળાઓને આશિષ મળતી હતી.
એક વખત રવિવારે અમારા પેગમ્બરે મરતી વખતે જે પ્યાર સઘળાઓ ઉપર જાહેર કર્યો હતો. તે વિષે અમે બંદગી કરતા હતા. બંદગી ખલાસ થયા પછી ભજન ગાતા હતા તેટલામાં મારાં હદયમાં એકદમ એવી તે રોશની પ્રકટી નીકળી અને તેને ઝળકાટ એટલો તો હતો કે હું ભજન ગાઈ શકયો નહિ અને મોટેથી બોલી ઉઠવાને અંકુશ રાખી શકો નહિ. કેટલાક દિવસો સુધી મને બીજું કાંઈ કરવાનું ગમ્યું નહિ કે રખેને જે આનંદ મેળવ્યો છે તે ખુદાને ગુસ્સે થવાનું કારણ મારી તરફથી મળે તો જ તે રહે; પણ રફતે રફતે મને મજબૂતાઈ આવી; મારે આનંદ નદીની માફક વહેવા લાગ્યો અને વર્ણવી ન શકાય એવી ખુશાલી અને ઈશ્વરની આશિષ મારામાં પ્રકટ થયાં. વૈદ મહિના પસાર થઈ ગયા છે તે છતાં મારામાંથી કદી પણ આ આનંદ જતે રહ્યો નથી. શરીરની નબળાઈ સિવાય આ આનંદને બીજી કોઈ પણ રીતને અટકાવ થ નથી. સઘળો આનંદ ખુદાની મરજીને આધીન થવાનો છે.
બંદગીના બળથી એક બાજુએ ચીડીઆ સ્વભાવ ઉપર કાબુ મેળવ્યું. એક બાનુનો સ્વભાવ ઘણો ચડીઓ અને ગુસ્સાવાળો હતો; તેણી કેટલીક વખતે એકદમ પિતાનો મિજાજ ખોઈ દેતી, જેથી તેણી ઘણું દિલગીર થતી હતી; કારણ તેણીને એમ લાગતું હતું છે. આવા સ્વભાવથી તેણી સદ્દગુણી બાનુ કહેવાય નહિ. આ પ્રમાણે જાણ્યા છતાં તે પિતાના સ્વભાવપર કાબુ રાખી શકતી ન હતી. પોતાના આવા સ્વભાવને લીધે તેણી પશ્ચાત્તાપ કરતી અને ખુદાને બંદગી કરતી હતી; પણ બંદગીપર અને ખુદાપર જે રીતનું આકીન રાખવું જોઈએ તે રીતનું તેણમાં ન હોવાથી તેણીની બંદગી અને તેણીની કોશીશ નિષ્ફળ નિવડતી હતી. બાનુઓની બંદગીને માટે સભા મળી હતી. તે વખતે તેણીને ખુદાપર અને બંદગીપર પૂરતું આકલન રાખવા અને ખુદાને પિતાને સોંપી દેવાને સઘળાંએ તાકીદ કરી હતી. તેણીએ એ પ્રમાણે કર્યું અને ઘેર જતાં જતાં તેણીએ બંદગી કરી કે તેણીને ફતેહ મળે. તેણી જાણતી હતી કે પોતે કુટુંબમાં વારંવાર ગુસ્સે થતી હતી અને કોઈપણ રીતે પોતાનો ગુસ્સો અટકાવવાનું તેણી અશકય ધારતી હતી, પણ હવે તેણીએ ખુદાપર ઇતબાર રાખ્યો હતો. તેણી, હવે માનતી હતી કે ખુદા સર્વશક્તિમાન છે અને તેની શક્તિ આપણી ઉપર રહે છે. ઘેર પહોંચીને પિતાનું બારણું ઉઘાડતાં તેણીએ જોયું કે, તેણીને નોકર તેણીના આપેલા હકમથી નાકરમાન થઈ આગલા દાદરેથી પાણીનું વાસણ લઈ જતો હતો. આ ખામોશ કરવાનું તેણુને ઘણું જ મુશ્કેલ માલમ પડયું; પણ સૌથી વધારે ખરાબ તો એ થયું કે, પેલા નોકરે પતાની બાઈને આવી રીતે ઓચિંતી આવી લાગેલી જોઈ અને પિતાને તેણીને હુકમથી વિરુદ્ધ કામ કરતાં જોયો, ત્યારે પેલો નોકર એકદમ ગભરાઈ ગયો અને આવા ગભરાટમાં તેના હાથમાંનું પાણીનું વાસણ એરડાના ગલીચા પર ઢોળાઈ ગયું. પેલી બાજુ એક બોલ બેલી નહિ પણ પતાના મનથી ખુદા મને મદદ કર ! ખુદા મને મદદ કર ! એમ બોલવા લાગી. તેણીએ પોતાના સ્વભાવપર કાબુ રાખી સઘળું સાફ સુફ કરાવી નાખ્યું. બંદગીના બળથી આવું શિક્ષણ મળેલું જોઈ, તેણીને પિતાના સ્વભાવ ઉપર કાબુ મેળવવાને પહેલાં અશક્ય લાગતું હતું તે હવે તેણીને લાગ્યું નહ.
બંદગીના બળથી દારૂ-તંબાકુની ટેવ દૂર થઈ વિલિયમ બે નામને ધર્મગુરુ, એક છાકટા માણસે બંદગીના બળથી પિતાની એ માઠી ટેવ કેમ છોડી હતી તેને નીચે પ્રમાણે હેવાલ આપે છે. પચીસ વરસથી વધુ વખતની તેને છાકટાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com