________________
૧૮૨
સંવેદન–સંહિતા રતને કુદરતનો કર્તા એ વિષમ પ્રસંગની ઘટતી ઉકેલથી કહીજ રહેલ છે, ને જેવા સારા પ્રસંગે આવ્યા ને ગયા તેવીજ રીતે આ નરસા પ્રસંગ પણ આવ્યો છે ને જતા રહેશે. એ નિઃશંક છે એમજ માનવાનું છે. એવોજ કમ-સર્વત્ર પ્રવતી રહેલ જોવાનો જવાને છે અને એ રીતે સાચા યોગીને છાજે એવું જીવન જીવવાનું છે. “સંસારમાં સરસ રહે ને મને મારી પાસ” તે આજ રીતે થઈ શકે. જનક ઇત્યાદિઓ આજ માર્ગે જીવન જીવતાને આવી તેને છતતા. સંસારનાં કાર્યોનો નિકાલ તેઓ આ એકાય વૃત્તિવડેજ લાવી શકતા. તે તેને બાધક નહિ પરંતુ સાધક નિવડતી અને આ પાર તથા પેલી પાર બનેની સિદ્ધિ સ્થાપતી.
આનંદ એ પરમાત્માનું પરમસ્વરૂપ છે. એક તારાના પ્રદેશમાંથી બીજાપર પ્રવેશ આદરતી વેળાના તેના ભવ્ય દિવ્ય સંચલનનો આનંદ કંઈક અનેરેજ છે. સૃષ્ટિક્રમમાં જ્યોતિર્ગોળ ગબડાવવાનો-ગાવવાનો તેનો જીવન આનંદ પણ અદભૂતજ છે. તેનું સાકારનિરાકારત્વે અલૌકિક આનંદહાણ ૯હાઈ રહે છે. તેના મૂળનું નાનકડું મરકલડું, તેના નેત્રની નાનકડી અમૃતરેખા, તેની સમસ્ત સૌન્દર્યવતી પ્રતિભા પ્રભાઅજબ અજબ છે. વેદોએ નેતિ નેતિ કહ્યા તે વ્યાજબીજ છે. એ અવર્યાનું વર્ણન કેણ કરી શકે ? તેમ એના અવર્ય આનંદનું વર્ણને કેવી રીતે થઈ શકે ?
જ્યાં જ્યાં જીવન ત્યાં ત્યાં આનંદ. ત્યાં જ્યાં આનંદ ત્યાં ત્યાં પરમાત્માનો વાસ. આખું વાતાવરણ કેવળ તેના સંગીતાનંદના રણકારે જ રમી રહ્યું છે. વાયુની પ્રત્યેક લહરિમાં લોકલકાન્તરમાં પ્રસરી રહેલ જેની આનંદળજ ઉછળી-ઉભરી રહી છે.
નેહ, સત્ય, સૌન્દર્ય—એ આ આનંદનાં વિવિધ અંગો છે, અને ઈશ્વર તે ત્રણેયંત્ર છે— ત્રણેથી ઓતપ્રોત છે–તે જાતે નેહસાગર છે. તે જાતે સત્યનારાયણ છે. તે જાતે સૌન્દર્યધામ છે; અને આથી તે સચ્ચિદાનંદ છે. તેને જે, જાણો ને અંતે પ્રવેશ એ કંઈ ઓછું આદત નથી.
મનુષ્યોને જાણું નથી એવાં અસંખ્ય સૃષ્ટિધામો આ પૃથ્વીની પાર છે; ને તેના સૌ પાલકે - ને એ રાજાધિરાજ તે પરમાત્મા છે. નરી પ્રકાશપૂર્ણ તો તેની નગરી છે, જે પ્રકાશપૂર્ણ તો તેનો દિવ્ય મહાલય છે, તે સર્વ ચ ને સર્વોત્ર તે સર્વત પાણિવાયુ–સર્વત્ર વિશ્વવિધાનીરમાં એક મહિલીયમ રૂપે વિચરે છે-વિહરે છે. તે આનંદ પારાવાર પ્રકટાવી રહે છે. તેના આનંદમાંથી આનંદજ સર્વત્ર પ્રસરે છે–-પ્રકાશમાંથી પ્રકાશજ સરે છે, તેમ ચંદ્રમાંથી ચંદ્રિકા ને સૂર્યમાંથી સૂર્યતેજ પ્રસરે છે–પ્રકટે છે તેમ આનંદવિહેણી તેની દૃષ્ટિજ નથી. જ્યાં જ્યાં આનંદ નથી ત્યાં ત્યાં તે નથી--તેની અમૃતમીડી દષ્ટિ નથી. ઉંચે ને ભવ્ય આનંદ, આમિક ને પ્રેમલ આનંદ તેને રચે છે, પરમ સેવાભાવી આનંદ તેને આનંદે છે, કૌર સ્મિક આનંદ તે પોપે છે, સત્વ, શ્રીમદ્દ ઉર્જત એ સર્વ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં તે ઉભેલ છે. મજૂરની મજૂરીને આનંદે તેનો જ છે, કારણ તે જાતેજ અનન્ય સેવક છે. સાચે સ્વામી તેજ કે જે સાચે સેવક છે. તેના સ્વામિત્વનો આનંદ તેજ તેના સેવકનો ઉલ્લસિત આનંદ છે.
તેની ધુંસરી નરમ છે. તે નરમ ધુંસરીને જે કઈ ધારણ કરે છે–શાતિથી અને બીનફરિયાદે-તેનાં યોગક્ષેમ તે વહી રહે છે. વણમાગ્યાં અતીવ શ્રેયસ્કર મહાદાનાનેજ મરણમાં લાવીએ તોયે તેણે ઉપજાવેલો પ્રત્યેક ચિત્તનો આનંદ નિરવધિ થઈ પડશે–આ પ્રાણ, આ આકાશ, આ પ્રકાશ, આ સૌ સૃષ્ટિસૌન્દર્ય, આ જીવની કાળપરંપરા.
શિકાયત--ફરિયાદ તો માણસને ઘટતી જ નથી. તેણે એટએટલું આપ્યું છે--બક્યું છે –વળ્યું. છે--કે વધુ માગી શકીએજ નહિ. “પેરેડાઈઝ લોસ્ટ ” આપણે જ કર્યું છે, બાકી તેણે તો સ્વર્ગરાજ્યના ધણીરણી આપણને ઠેરવ્યા હતા–સ્થાપ્યાં હતા. એજ “ પેરેડાઈઝ રીગેઈન્ડ' પણ આ પણેજ કરી શકીએ છીએ–તેના આનંદના માર્ગે વહીને, તેના સુરચિત ભવ્ય શાસનને અનુસરીનેતેની આલ્ફાદક નરમ ધુંસરી ધારણ કરીને.
ઉચ્છિષ્ટ અને અમેધ્ય અન્નની માફક આત્માને ત્રાસક એવા સર્વ કઈ વિચારોનો સર્વથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com