________________
***********
સંવિદન-સંહિતા
૧૮૧ રહ્ય; પણ હજી તે કલ્યાણ શાશ્વત સુખ દૂર છે.
આ પૃથ્વીની સ્થાપના તો પ્રભુએ ઉંડેરા આશય સાથે કરી, પરંતુ તેમાં થયું વિચિત્ર. બીજા તિર્ગોળના વાસીઓ ડૂબવાની સ્વતંત્ર ઈચ્છા છતાંય ન ડૂબ્યા. જ્યારે પૃથ્વી પરના વધારે ને વધારે તે માર્ગે જ જવા લાગ્યા; અને ઈશ્વરની કરણીના અર્થનો અનર્થ થઈ રહ્યું. વળી પાછી ખુબી પણ એ થઈ કે દેખીતી રીતે પુણ્યાળુઓ–ધમીઓને ત્યાં ધાડ–દુ:ખનાં વાદળ વધુ ને વધુ છવાવા લાગ્યા, જ્યારે પાપીઓ-અધર્મઓને ત્યાં સુખની દેખીતી વૃષ્ટિ થઈ રહી ! પરંતુ વૃષ્ટિને પરિપાક અમૃત મોડે નથી, તે ભાન તે વૃષ્ટિ ઝીલનારાને ન રહ્યું. તે તે ફળ આવ્યેજ જણાયું; અને એ ફળ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેનું ઈશ્વરી કાનુનનું ઉલ્લંઘન કર્યાનું દુઃખ. આનું નામજ વિચારફળ. પ્રભુએ તેથી જ કહ્યું, રૂડા વિચાર, રૂડી વાણી ને રૂ વર્તન; નેક મનસની, નેક ગવસની ને નેક મુનસની; એનાં ફળ સુખથી ભરપૂરજ હોય. ભુંડા વિચાર, ભૂંડી વાણી ને ભુંડા વર્તન બદમનશની, બદગવશની, બદકુનશની એનાં ફળો દુષ્ટ ને દુઃખકરજ હોય. બે ને બે ચાર જેવીજ આ વાત. ગુલાબ વાવો ને ગુલાબજ પામી રહે. કૌચ વાવે ને કૌચને ઉછેરી રહે. માટે જ તેણે કહ્યું: “પિતાને માટે જેવું ઈછો તેવુંજ સામાને માટે પણ ઈચ્છો.” તમને કોઈ બીજા કહે ને ગમે-ન ગમે, તે જ રીતે તમે પણ બીજાને માટે તેને ગમતું – ગમતું વિચારીને જ વિચાર, વાણી ને વર્તન આદરી રહે. તમને શુભ ગમે છે તો બીજાને શુભ થાય તેવું જ તમે કરી રહે. તમે તેનું અશુભ ઇચ્છશે, તો તેનો બદલો અશુભજ તમને મળશે. આજ કે કાલ કે પરમ દિવસે-પણ નિશ્ચય મળશેજ મળશે. અશુભ કદીય શુભમાં નહિ ફેરવાય-તેમ શુભ અશુભમાં. એ તો “નારા विद्यते भावो नाऽभावो विद्यते सतः'
“સમરવં ચામુ ”—આ સમત્વને ધારણ કરવું, એ ભારેમાં ભારે દુઃખની, કટુતાની, ઝહરની, ઝડી વરસી રહે તો એ સમત્વનો ત્યાગ ન કરવો, શાન્તિ પકડી રાખવી અને તેમાંય–ઉંડામાં ઉંડા એ કટુતાના વર્ષમાંય–અમીવર્ષણ પરમાત્મન રાજી રહેલ છે, એવો સાક્ષાત્કાર કરે તેજ અહીંના માનવજીવનને સર્વથા ઉચિત છે; અન્ય માર્ગ–તવાને-ભવબંધ પાર જવાન-નથીજ.
દુ:ખ આવશે-શેક ઉતરશે; અશાન્તિ ઉત્પન્ન થવાનાં અનેકાનેક કારણો હશે; ગ્લાનિ, વિષાદ અને ઉદાસિતા ચિત્તને ઘેરી લેશે; વર્તમાન, ભૂત અને ભવિષ્યના વિચારો, સંકલ્પો, તર્કવિતર્કો મનને ડોલાયમાન કરી મૂકશે; મનુષ્ય-સગાંસંબંધીઓ–મિત્રો, સૌ પ્રત્યે કદાચિત ખફા–મરજી પણ થઈ આવશે; તેમના કડવા બોલ સાંભળવા પડશે; – આમછતાં જાતે તે પાપમાં ન પડાય, • જાતે તે સમવને નજ ઇડાય એ ખાસ લક્ષમાં રાખવાનું છે. ઈશ્વરે જીંદગી દીધી છે. તે તેની ખાતર, તેના સમત્વના કાનુનને વશવત બની જીવવાની ખાતરજ જીવાવી જોઈએ છે. ક્રોધ, અસૂયા, ઈર્ષ, ધિક્કાર, દેપ એવા દુર્ગુણો તે ત્યાં નજ હોવા જોઈએ–શું પ્રાણી કે શું પદાર્થપ્રત્યે.
ગીતાકારે જે પેગ જમાવવાની સૂચના કરેલી છે, તે વ્યાજબી છે. થિર આસન માંડી સ્વસ્થ ચિત્તે એક સ્થળે બેસી યોગ માંડવો એ આજના પ્રવૃત્તિમય જમાનામાં અને એકાગ્રતાવિરુદ્ધના જીવનક્રમમાં સાવ જરૂરનું છે. ચોવીસ કલાકમાંથી આવો એક કલાક જૂદો મૂકાય તોયે ઘણું સારું. હું તે એ કલાકને “મહાલક્ષ્મી” સમોજ ગણી લઉં. એ ભલાઇની ઘડીને જીવન સરસી વધાવીજ લઉં. સ્વભાવપુર:સરની શાન્તિ અને અભ્યાસ તથા ગવડે કેળવેલી શાન્તિ એ બેમાં ફેર છે. પહેલી શાન્તિનો કદાચ ભંગ થવા પામે; પણ સદઢ થયા પછી બીજી શાન્તિ તે નિશ્ચય ને અડગજ રહે. અનેક ખડકો ને વિકટ પ્રસંગો વટાવીને જીતેલી શાન્તિ-સમતા સદૈવ અજેયજ રહે. વિષમતાને કોઈપણ નાના કે મોટા પ્રસંગે તેને નજ છોડી રહે. તેને કિલ્લો સદા સર્વદા સુસજજ ને વિજયવંતજ રહે.
સમત્વ રાખવા માટે એક માન્યતા સાબીતી મેળવેલી માન્યતા ખાસ આવશ્યક છે. તે માન્યતા આ છે કે, ઈન્દ્રિય સૈ શીત અને ઉણસમાં સુખદુ:ખવન્તા છે, અનિય છે, આવતા ને જતા છે અને તેમને સહી લેવાને તેમ કરી તેમનાથી પર ઉભવું એજ સાવ શ્રેયસ્કર છે–એકનું એક દુઃખ, એકનો એક શોકનો પ્રસંગ, એકનો એક વિષમ બનાવ ઝાઝી વેળ નહિજ ટકે અને તેથી જ તે પ્રત્યે ઉદ્-આસીનતા (ઉંચે બેસણે બેસવાની રીત જ) અખત્યાર કરવી જરૂરી છે. કુદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com