________________
લોકસેવાના સાચા ઉમેદવારે માટે ઉત્તમ તક
9169 પોતપોતાની જ્ઞાતિમાટેજ ? આપણે દેશ અનેક ધર્મ, અનેક જ્ઞાતિ અને પેટાજ્ઞાતિ તથા ટોળામાં વહેંચાઈ ગયેલો છે. તેમાં સુધરેલા પ્રકારના “કોમ્યુનાલીઝમ–પોતપોતાના વાડાવાળા માટે કામ કરવાની ભાવનાએ તે હદજ કરી છે. હિંદુ તે હિંદુનેજ માટે, મુસલમાન તે કેવળ મુસલમાનને જ માટે અને પારસી તો નાની કેમ રહી તેથી પોતાના અસ્તિત્વને માટે કામ કરી રહ્યા છે. હિંદુઓમાં વળી નાગર બ્રાહ્મણ પિતાની જ્ઞાતિવાળાએામાટે, વાણી આ વાણી માટે, ભાટિયા ભાટિયામાટે, પાટીદાર પાટીદારમાટે એમ સૌ પોતપોતાને માટે ફાડી લેવાની પદ્ધતિ પર કામ કરી રહ્યા છે; પણ આ તો જે કામે જાગતી છે, આગળ પડતી છે, બુદ્ધિમાન છે તેની વાત થઈ; પણ જેઓ ઘરે નિદ્રામાં છે, જેમને દેશનું કે પ્રજાપણાનું ભાન સુદ્ધાં નથી, જે કેવળ પોતાનું પેટ ભરવામાંજ ગુંચવાઈ ગઈ છે, જે દારિદ્રમાં ડૂબી ગયેલી છે તેનું કોણ? નાગરનાં મંડળે કળીઓને સહાય કરવામાટે બંધાયા સાંભળ્યાં નથી, વાણી કે ભાટિયાઓએ હલકી ગણાતી જ્ઞાતિઓને માટે શાળાઓ ખોલી નથી, (બકે પોતે સ્થાપેલી સંસ્થાઓ ફક્ત ઉચ્ચ વર્ણના હિંદુઓ માટે છે એમ આકાશગર્જના કરતાં લજિજત થતા નથી. ) પાટીદારોએ અંત્યજોને સારી સ્થિતિએ ચઢાવવા પ્રયત્નો કર્યાનાં આપણને સ્વપ્નમાં પણ આવ્યાં નથી. નોવે–સ્વીડનના કે કેનેડાના પ્રોટેસ્ટન્ટ લોકે કે ફ્રાન્સના કે ઈલિના રોમન કેથેલી, કે ખ્રિસ્તી ધર્મના સેંકડો પંથેના અનુયાયીઓ હિંદના લેકેને ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન આપવા કરોડ રૂપિયા એકઠા કરી મોકલે અને વાપરે; પણ અમારાજ દેશના, અમારાજ ધર્મને, પોતાને ઉચ્ચ કહેવરાવતા લોકે અમારાજ ધર્મથી અજ્ઞાન ભાઈઓને માટે પૈસો પણ ન ખર્ચ, દવાખાનામાં તેઓને પેસવા પણ ન દે તથા શાળાઓમાં પરદેશી સરકારને હુકમ છતાં પણ અંત્યજ બાળકને દાખલ ન થવા દે એ જેટલું શરમાવનારું છે, તેટલું જ સત્ય છે. એકાદ શિંદે પોતાને અંત્યજોના કલ્યાણના કામમાં ખપાવી દે, કે એકાદો નીલમણિ ચકવર્તી આસામની ખાસી ટેકરીમાં પિતાના બુઢાપામાં પણ સેવાકાર્ય કરે તેથી દેશનું દળદર ફીટવાનું નથી.
પરાઈ પીડ જાણે પ્રાંતે પ્રાંત અસલ વતની કામ માટે કલ્યાણકારી મંડળીઓ સ્થાપવાની જરૂર છે. તેને અંગે આખી જીંદગીભર સેવા કરનારા હિંદી મિશનરીઓ-સેવક–કડીબંધ અને સેંકડો જોઈએ. સેવા કરનારા ઊંકટરો, લાખો રૂપિયા મેળવીને કીર્તિ પ્રાપ્ત કરનારા નહિ, પણ ગરીબોની સેવા કરી
ખ્યાતિ પામેલા મીરજના ર્ડોકટર વાનલેસ કે બામદાના વેંકટર-યુગલ મૅકફેલની માફકના કાર્યકર્તાઓ જોઈએ છે. પિતાની વિદત્તા ગરીબોનાં બાળકોને તેમની ઝુંપડીઓમાં, પહાડનાં શિખર ઉપર કે ગાઢ જંગલમાં જઈને જ્ઞાન આપનારા અધ્યાપકો અને આચાર્યો જોઈએ છે. કોઢીયા (પતિયા), લૂલા, લંગડા, આંધળા અને નવારસ બાળકોની સેવા કરનાર ડૉકટરો અને દુનિયાદારીમાં પીઢ થયેલા ગૃહસ્થો જોઈએ છે. ભીલ, ચોધરી, ગામીટ, દુબળા, વારલી, કાતકરી, વડર, વાદી, રાવળ, શકુર, ટેડ, ચમાર, ભંગી, શેણવા, કાથુડીઆ, કેટવાળી વગેરે એવી એવી કેમોનાં સ્થાને શોધી કાઢી, તેમની વચમાં
તેમની બોલી શીખી, તેમને જ્ઞાનવાન, ધાર્મિક તથા ધંધાદારી બનાવનારા સેંકડો બકે હજારો કાર્યકર્તાઓ જોઈએ છે. આવા સેવકો ભાડતી કે સારા પગારની લાલચે મળી શકશે નહિ. જેને ઈશ્વરી સંદેશે મળશે, કે જેને પોતાના દેશના કલ્યાણ માટે ધગશ હશે, કે જે ખરે ભ્રાતૃભાવ સમજતો થશે, કે જે યજુર્વેદના વાકય પ્રમાણે “હું મારા દેશને માટે અનેક કષ્ટ સહેવાને તૈયાર છું” એમ કહેશે; એટલું જ નહિ પણ ખરેખર મનથી આચરશે તેજ આવું કાર્ય કરી શકશે. અલબત્ત, આવા લોકોને તથા તેમનાં બાળબચ્ચાંને ખાવાને રેસટલો તે જોઈએ અને તે પ્રજાએ-એકલા શ્રીમંતવર્ગે નહિ પણ સાધારણ જનસમૂહે પણ-પૂરો પાડજ જોઈએ. આ
રિ કળિયુગ પ્રમાણે આચરણ કરે અને બીજાઓ ના જુએ; પણ સત્યયુગના આચરણ કરનાર માણસ આજે પણ સત્યયુગ છે. એમ માને અને મનાવે. “પરાઈ પીડ” જથ્વીન દિવ્ય ચક્ષુની જરૂર નથી. માનુષી ચડ્યું અને અનુકંપાવાળું હૃદય બસ છે. એવાને પરાઈ પીડના ઉપાય કરવાનાં સાધન મળી જ રહેશે–પ્રભુ પૂરાં પાડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com