________________
૧૮
લોકસેવાના સાચા ઉમેદવારો માટે ઉત્તમ તક
અથવા “રાની' કહેવાતી જાતેના લેકે છે. આ સંખ્યા નાની કહેવાય ? આ વસ્તી ગણત્રીમાંથી કાઢી નાખવા જેટલી છે ? આસામ પ્રાંતની કુલ વસ્તીથી આ કોમની વસ્તી સંખ્યા બમણી થાય છે. કઈ અને કાઠિયાવાડ બનેની વાતો કરતી આ વસ્તી પાચંગણી કરતાં પણ વધારે છે અને મુંબઇ શહેરની પચરંગી વસ્તી કરતાં તેરગણી છે.
આપણેજ જવાબદાર હવે આટલી મોટી અને ઐતિહાસિક દૃષ્ટિથી મહત્વવાળી પ્રજા, અથવા પ્રજાએ તરફ આપૂણે આજસુધી કેવી વર્તણુક ચલાવી છે ? ખરે જ તે આપણને શોભાવે તેવી તે નથીજ. બકે શરમાવે તેવી છે. આપણે તેમની સારી ખેડેલી જમીનો-જંગલો કાપીને ખેડવાણ બનાવેલી જમીન પડાવી લીધી છે. તેમને શાહકારી ધંધામાં સારી રીતે છેતર્યા છે અને એક વખત થોડી રકમ લગ્ન કે એવાજ કામને માટે આપી ઇદગીભરના કે બેચાર પેઢી સુધીના પણું ગુલામ બનાવી લેવામાં આપણું બધું બુદ્ધિબળ વાપર્યું છે, તેમને દારૂના વ્યસને ચઢાવીને પશુ જેવા બનાવી મૂક્યા છે. લાઠી વાપરનારા ભયા કે પઠાણને ભાડે રાખી તેમને ભયભીત બનાવી મૂક્યા છે, ટુંકમાં તેમને ગુલામ અથવા પગની સ્થિતિમાં લાવી મૂકયાં છે. કોઈ પોપકારી ખ્રિસ્તી પાદરી કે અંગ્રેજ અમલદારની દયાથી તેમની સ્થિતિ સુધારવા પ્રયત્ન થયા હશે, પણ આપણું ધનાઢયાએ, આપણા ધર્માચા
એ, આપણા પંડિતોએ, આપણા જીવદયાના હિમાયતી જૈન ભાઈઓએ કદી તેમના તરફ નજર સદ્ધાંએ કરી છે ? કદી તેમને માટે ધર્મોથી દવાખાનાઓ, કદી ધર્મનાં સ્થાન, કદી જ્ઞાન મેળવવાની શાળાઓ આપણા વૈષ્ણવોએ કરી છે ? ઉલટું વ્યારા તાલુકાના વૈષ્ણવ કપોળો ત્યાંના કાળીપરની જમીનો પડાવી લેવામાં કશળ ગણાયા છે, નવસારી જીલ્લાના પારસીઓ રાની | મડાંઓમાં દોરી લેટ લઈને જાય છે અને ત્યાં થોડાં વર્ષોમાં જાગીરદાર, દારૂને દુકાનદાર અને કાળી પર ' ના રાજા બની જવાને પંકાએલા છે. સુરત જીલ્લાના અનાવલ તથા પાટીદારો “ધણીયામાં ” બનીને પિતાના “ દુબળાઓ ' ને નાસી જાય ત્યારે માર મારીને પાછા ૫કડી આણવામાં પોતાની બધી બુદ્ધ, કુશળતા અને કાર્યદક્ષતા વાપરે છે. વડોદરા રાજ્ય ગઈ સાલમાં કાળીપરજની સ્થિતિ તપાસવા એક કમિટી નીમી હતી તેની પાસે એક વણીક વેપારીએ સાક્ષી આપી હતી કે, “ આવા ભોળા, અજ્ઞાન અને બુદ્ધિહીન લોકોને છેતરીને પૈસાદાર થવાની કેને ઇરછા ન થાય ?' આ કયી જાતનું મનુષ્યબંધુત્વ ? આ તે આર્યા તવ કે રાક્ષસત્ય ? પ્રભુ હિંદુસ્થાનને આમાંથી બચાવો.
મીશનરીઓ પાસેથી શીખ આથી ઉલટું પરધર્મ-પરદેશી ખ્રિસ્તી મિશન આ કેમેને માટે કેટલું બધું કરી રહ્યા છે, તે આંખ ઉઘાડીને જોવાની પણ આપણે તસ્દી લેતા નથી; એટલું જ નહિ પણું આના દાખલાઓ આપણું કાને અથડાય છે, ત્યારે પણ “તેઓ તો પોતાના સ્વાર્થ માટે, પોતાના ધર્મનો ફેલા કરવામાટે તેમ કરી રહ્યા છે” એવી બેશરમી દલીલો કરતાં આપણે અચકાતા નથી: પણું તમે તમારા સ્વાર્થ માટે, તમારા ધર્મ માટે, તમારા દેશ માટે આ જૂની કામને માટે પારમાર્થિક કામ કેમ કરતા નથી ? હજાર ગાઉથી, બીજ ખંડમાંથી પરધર્મ લોકો આવીને તમારા દેશના લોકોને જ્ઞાન આપે, કરોડોની સહાય આપે, ધર્મને માર્ગે ચઢાવે અને તે માટે પિતાની જીંદગી આ દેશમાં ખપાવી દે, અહીં આ મરવાની, દટાવાની હાંસ રાખે પણ તમારું તો રૂવાડું સરખુંએ ન ફરકે ? જજૂની વસ્તીને તેમનાં જંગલોમાં જઈ સહાય તો ન કરે, પણ તેમનાં લોહી ચૂસવાને અને ગુલામી દુનિયામાંથી નાબુદ થયે તે તમે ગુલામગીરીમાં તેમને સબડા એ શું તમારી પ્રજાતરીકેની લાયકી છે ? બિહારના સાંતાલ પ્રગણામાં ૪૦ વર્ષથી કામ કરતે નોર્વને રેવ. બોર્ડિંગ કે ગરીબ સાન્તાલોના લેહી પરૂ ગૂંથનારા ડોક્ટર મેકફેલ કે તેની પત્ની ડોકટર મેકફેલ કે હમણાં જ પિતાને સ્વદેશ અમેરિકા સીધાવેલ અહમદનગરના ડેકટર
મની જેડીમાં મૂકી શકાય એવો એક પણ હિંદી નર તમે બતાવી શકે તેમ છે ? ‘‘પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે” એ વૈષ્ણવની વ્યાખ્યા એકે વૈષ્ણવને લાગુ પાડી શકાય તેમ છે એમ છાતી ઠોકીને કઈ કહી શકશે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com