________________
અમેરિકાની એક જાણવા જેવી સંસ્થા
૧૭૧
પડે છે. સ્ટાર એટલી પણ કાળજી રાખે છે કે, અદાલતની શિક્ષાતળે બાળકો આવી જાય તે પહેલાં એમને સંસ્થામાં લઈ લેવા જોઈએ. આથી પેલી અદાલતની શિક્ષાની નૈતિક અસરમાંથી બાળકો મુક્ત રહે છે.
શરીર, મન અને આત્માનો એકસાથે વિકાસ થવો જોઈએ, એ સત્યનું પૂર્ણ ભાન સ્ટારને જેટલું થયું છે તેટલું ભાગ્યે જ બીજાને થયું હોય. સ્ટાર માને છે કે, તેજસ્વી બુદ્ધિ અને પવિત્ર આત્મા રોગી શરીરમાં રહી શકે નહિ અને તેથી જ બાળકના વિકાસમાં નિરોગી શરીરને પ્રથમ સ્થાન મળે છે. ચારનાં મકાનો હવાઉજાસથી ઉભરાઈ ગયેલાં હોય છે અને જાળીનું કદ પણ બારી જેટલું હોય છે. સ્વચ્છ પથારીમાં બાળકે ઉઘે છે અને તેમને ખૂબ સારી નિદ્રા મળે છે. સૂતી વખતે બાળકે તકીઆ વાપરતા નથી. નાનાં બાળકે રાતના ૮ વાગે સૂઈ જાય છે અને કોઈ પણ બાળક ૯ થી મેડો સૂતો નથી. સવારના ૬ વાગતાં ઉઠવાનો ઘંટ વાગે અને પથારીઓ ચગાનમાં મૂકી દેવામાં આવે છે. પછી બાળકે ઠંડા પાણીમાં નહાવા દોડી જાય છે. ૬-૩૦ વાગે નાસ્તો થાય છે અને પછી દરેક બાળક પિતાની પથારીને પાછી યોગ્ય સ્થળે મૂકી દે છે. બાળકોને દરરોજ વારાફરતી કંઈ ને કંઈ કામ કરવાનું હોય છે. કાઈક પવાલાં સાફ કરે છે તે કઈક ઝાથી એારડાઓ સાફ કરે છે. તે સિવાયના બાળકે રમવા દોડી જાય છે. ૮ વાગે એટલે પછી અભ્યાસનો સમય શરૂ થાય છે. પછી બાગમાં કંઈક કામ નીકળે અને પાછા અભ્યાસ શરૂ થાય. વળી સાંજ પડતાં રમતો શરૂ થાય. ૪૦ એકર જમીન ખેતીના ઉપયોગમાં લીધી છે અને લગભગ બધા વિદ્યાર્થીઓ તેમના ખોરાકની વસ્તુઓ ખેડી લે છે. વર્ષ દરમિયાન વિવિધ જાતનાં ફળ અને વીસેક જાતનાં શાક ઉત્પન્ન કરવામાં આવે છે. વાસી વનસ્પતિને રસોઈઆઓ શિયાળા સારૂ સાચવી રાખે છે.
સ્ટાર અથવા બાળકે કોઈને માંસ ખાવાની ટેવ નથી એટલે ખાટકીને કંઈ આ સંસ્થામાંથી લાભ નથી મળતો. ૧૨ વર્ષ અગાઉ સંસ્થાની સ્થાપના થઈ તે સમયે ખોરાકમાં માંસને સ્થાન ન હતું, પરંતુ બહારથી ખૂબ ટીકા થવા લાગી કે સ્ટાર બાળકોને ભૂખ્યા રાખે છે એટલે ત્યાંના ખોરાકમાં માંસને કોઈક વખત સ્થાન મળવા લાગ્યું. થોડા સમય સુધી આમ ચાલ્યું. પછી તો અંતરના અવાજને માન આપવાનો નિશ્ચય કરી માંસને સદંતર બહિષ્કાર થયે; જો કે સ્ટાર કેવળ વનસ્પતિ–આહારમાં માનતા નથી. માંસ હંમેશાં હાનિકારક છે એમ એ માનતા નથી, છતાં એટલું તો એ કબૂલ કરે છે કે, માંસ ન લેવાય તો વિશેષ સારું; પરંતુ માંસાહારની નૈતિક અસર એટલી ખરાબ છે કે બાળકો માટે તે એ ત્યાજ્ય ગણવામાં આવે છે. “બાળ-દષ્ટિમાં વિકારોનું સ્થાન જેવું તેવું નથી અને માંસાહાર એ વિકારોને જરૂર ઉત્તેજિત કરે છે. વનસ્પતિઆહાર તથા માંસાહારના પ્રયોગ મેં છૂટથી કરી જોયા છે અને છેવટે એજ નિર્ણય પર હું આવ્યો છું કે, વિકારના દોષમાંથી બાળકોને બચાવવા વનસ્પતિ આહારનું ઔષધ રામબાણ ઔષધ છે. આથી જ્યાંસુધી મારા હાથમાં એ સંસ્થા છે ત્યાં સુધી માંસાહારને લેશ પણ સ્થાન બાળકના ખોરાકમાં નહિજ મળે. જે પાછો હું માંસાહાર દાખલ કરું તે એ વિકાદેવનાં દૃશ્યો પાછાં શરૂ થઈ જાય.
અમારી સંસ્થામાં આવનારા લગભગ બધાજ બાળકોને પ્રથમથીજ માંસાહારની ટેવ હોય છે. મલિન વાતાવરણમાંથી આવેલા એ બાળકો દુઃખી હોય છે; પરંતુ વનસ્પતિ આહારની એમને ટેવ પડતી જાય છે તેમ તેમ તેઓમાં ઈષ્ટ પરિવર્તન થઈ રહે છે. આ કદાચ અકસ્માત્ પણ હેય. વનસ્પતિ આહારથી ટેવાયેલા બે બાળકે અમારે ત્યાં આવ્યા તે વખતે પ્રવેશ પરીક્ષામાં તેમની બુદ્ધિ અત્યંત તેજસ્વી માલમ પડી.
અમારી શાળામાં અમે વિદ્યાર્થીઓનું સ્વરાજ્ય ચલાવીએ છીએ. આથી જ્યારે મેં માંસાહારનો સદંતર બહિષ્કાર કરવાનો ઠરાવ કર્યો, ત્યારે મેં વિદ્યાર્થીઓ આગળ એ ઠરાવ મૂક્યો. માંસાહારવિષેના મારા અનુભવો મેં એમને કહી સંભળાવ્યા અને તરતજ એમણે સર્વાનુમતે મારા ઠરાવને સંમતિ આપી. તેઓ માંસાહાર જવલ્લેજ કરતા એટલે એમને તેનો ત્યાગ બહુ આકરો ન લાગ્યો. રસઈઆઓ પણ શાક અને ખાવાની વાનગી એટલી સ્વાદિષ્ટ બનાવતા કે વિદ્યાર્થીઓના સ્વાદને સંપ સંતોષ મળતો. તેમને માંસાહારની ખોટ જણાતી નહિ. બાળકે એ સ્વાદિષ્ટ ભોજનમાં ખૂબ રસ લેતા. હું હિંમતપૂર્વક કહી શકું છું કે, મારી પાસે છે એવા બળવાન, નિરોગી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com