________________
૭૨
અમેરિકાની એક જાણવા જેવી સંસ્થા સ્વચ્છ બાળકે કઈક ઠેકાણેજ હશે.
જો કે અમારા શિક્ષકબંધુઓને તેમના ઘરમાં માંસાહારની છુટ છે છતાં બાળકોના વનસ્પતિ આહારમાં હું જેડા છું એટલે તેને માંસ ખાવાનું મન થતું નથી. અમારા આશ્રમના રસોડામાંથી અમે સર્વ તામસી પદાર્થનો બહિષ્કાર કર્યો છે. પ્રથમ ચાહ તથા કૈફીને તિલાંજલિ મળી અને પછી ધીમે ધીમે મરી, રાઈ વગેરે મસાલાઓનો ત્યાગ થયો. બીજાઓ વાપરે છે તેનાર્થી મીઠું પણ અમે ઓછું વાપરીએ છીએ. - ફળ, શાકભાજી, દૂધ અને ઘઉંની રોટલી એજ અમારો મુખ્ય ખોરાક છે. શિયાળામાટે ઉનાળામાં સાચવી રાખેલાં ફળ તથા શાકભાજી અમને ખૂબ ખપ લાગે છે અને ખિમીસ, ખજુર, અંજીર વગેરે સૂકો મેવો ખાવાથી અમારામાં તાકાત ઠીક આવી રહે છે. કેળાના સુમખાના લુમખા લાવવામાં આવે છે અને જ્યારે બરાબર પાકે છે ત્યારે તેનો ઉપયોગ થાય છે. ખોરાકમાં મધ પ્રિય થઈ પડયું છે. પીણામાં દૂસિવાય અમે છાશ અને પુષ્ટિકારક કોક જેવી નિરોગી વસ્તુઓ વાપરીએ છીએ. ”
સામાન્ય તંદુરસ્ત બાળક માટે નિયમિત કસરતની જરૂર રહેતી નથી, પરંતુ તેમના શરીરને વિકાસ વ્યવસ્થિત રીતે થાય અને તેમાં અંદરના અવયને પણ યોગ્ય કસરત મળી રહે તે દષ્ટિથી સ્ટારે કુશળ વ્યાયામશિક્ષક પાસે કસરતનું નિયમિત શિક્ષણ રાખ્યું છે. શિયાળામાટે વ્યાયામશાળા તે છે જ. બહારની સર્વ રમતો સારૂ પૂર્ણ વ્યવસ્થા છે અને વિદ્યાર્થીઓમાં કસરત તથા રમતોને લગતાં વિધવિધ મંડળ છે.
પાસેની ટેકરીઓ પર બાળકોને ચઢવાની ગમ્મત પડે છે અને ખેતર પાસે આવેલું રમણીય રસરોવર તરવા સારૂ તેમજ બરફ પરથી સરવા સારૂ ઉપયોગી થઈ પડે છે. માર્ચ મહિનામાં હજી બરફ પૂરી રીતે ઓગળ્યા ન હોય ત્યાં તે કસરતશાળામાંથી થાકેલા બાળકે તળાવ તરફ દોડતા આવે છે. જ્યારે બરફ પૂરતા પ્રમાણમાં પડે છે, ત્યારે બાળકે સ્ટાર પાસે બરફસ્તાનની માગણી કરે છે. સંમતિ મળતાંજ બાળકો બરફમાં આળોટે છે અને પછી અંદર જઈ ઉના પાણીથી નાહી લે છે. પછી તેઓ સૂવાની તૈયારી કરે છે. આવા બરફસ્તાનથી કેાઈને હજી શરદી નથી લાગી.
શરીરવિકાસને આટલું સ્થાન અહીં જ મળે છે, એટલે આ બાળકોની તંદુરસ્તીવિષે સાંભળી સર્વે અજાયબ થાય છે. કોઈ બાળકને સહેજ પણ તાવ આવ્યો હોય એવું ભાગ્યેજ બન્યું હશે. કઈ બાળકને શીતળા કઢાવવા નથી પડ્યા. ઓરી, અછબડા કે શરદીના રોગમાંથી સ્ટાર કૅમનવેલ્થ મુક્ત રહી છે. અત્યારસુધી ત્યાં કોઈનું મરણ થયું નથી અને બાર વર્ષો વહી ગયાં છતાં ત્રણેજ વખત કટરને બોલાવવો પડ્યો છે. એક વખત કોઈક બાળકને હૃદયને દુખાવો હતો. બીજી વખત ઘેરથીજ માંદા આવેલા બાળકને ફેંકટરની જરૂર પડી હતી અને છેલ્લી વખત કંઇક ઇન્ફલુએઝાથી પીડાતા બાળકો સારૂ ડોકટર આવ્યા હતા.
યોગ્ય ખોરાક મળતો હોય, ખૂબ ઉંધ મળતી હોય, હવાઉજાસની સંપૂર્ણ સગવડ હોય અને શરીરની તંદુરસ્તીને અનુકૂળ પરહેજી પળાતી હોય ત્યાં આવાં આશ્ચર્યજનક પરિણામ આવે જ !
સ્ટાર મનવેલ્થમાં બીજી વસ્તુ પણ તરી આવે છે. જ્યાં નિરોગી શરીર અને તેજસ્વી બુદ્ધિ હોય છે, ત્યાં પ્રેમ અને પ્રેમપૂર્વક થયેલી દલીલો ખરાબ બાળકોમાં અજબ પરિવર્તન પ્રકટાવે છે. વાતાવરણ અનુકૂળ હોય અને વિશ્વાસ ને પ્રેમથી બાળકો સાથે વર્તન રાખવામાં આવે તો ઘણા બાળકોમાં સત્ય, પ્રેમ, વિવેક અને સંસ્કારિતા એની મેળે કેળવાઈ રહે છે.
માને છે કે, સૈકાઓ થયાં બાળકની માનસિક સૃષ્ટિની કોઈએ શોધખોળ કરી જ નથી અને તેથી જ બાળક વિષે ભારે ગેરસમજ ઉભી થાય છે. - “ બાળક તેના જીવનના વિકટ સમયમાંથી પસાર થાય છે, એટલે તેની તે પૂર્ણ કાળજી લેવામાં આવે છે. પરંતુ માબાપ શામાટે સમજતા નહિ હોય કે બાળકો પણ એવી જ દશામાંથી પસાર થાય છે. તેમને કયાં ખબર છે કે, યુવાવસ્થામાં કેટલાક બાળકોમાં એક પ્રકારનું ક્ષણિક ગાંડપણ જાગે છે. ” ' દૃષ્ટાંતથી સમજાવતાં સ્ટાર જણાવે છે કે, બાળક તેના શૈશવમાં સુશીલ અને વિવેકી હોય છે; પરંતુ યુવાવસ્થામાં પ્રવેશ કરતી વેળાએ તે ઉદ્ધત અને ખરાબ બની રહે છે, પરંતુ જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com