________________
આરોગ્યને માટે ૩૨ દિવસનું બંધન
૧૬૭
કે પાક્ષિક અપવાસની હાંસી કરે છે અને પ્રાયશ્ચિત્તની વાત તે ઠામાંજ કાઢી નાખે છે. અમેએ આ ઠેકાણે તે વાતને આરોગ્યની સાથે શું સંબંધ છે તેને વિચાર કરવાની સૂચના કરી છે. એ વાત ઉપર પણ કેટલાએક લોકે ક્રોધ કરશે; પરંતુ પ્રસંગવશાત સત્ય હકીકત આપણી સમક્ષ રજુ થઈ ગઈ છે તેથી તે જેવી છે તેવી લખવી પણ જોઈએ. આથી અમો તદ્દન નિડર બનીને વાચકો ને નિવેદન કરીએ છીએ કે, જે તેઓ આરોગ્યની દૃષ્ટિથી અપવાસ અને પ્રાયશ્ચિત્તનો વિચાર કરશે તે તે ઘણુંજ લાભદાયક થઈ પડશે.
સળેખમ, ખાંસી, ગળાના ચોળીઓ આવી જવા, સામાન્ય તાવ, અપચો, પેટના દેજો, માથાનાં દરદો, આંતરડાના રેગે વગેરે કેટલાંક એવાં દરદ છે કે જે એગ્ય અપવાસ કરવાથી ઔષધવિનાજ મટી જાય છે; પરંતુ આજકાલના નજીવા રોગોમાં પણ ડૉકટરની પાસે જવાનો અભ્યાસ પડી ગયો છે, તેથી આપણી કુદરતી શક્તિથી આરોગ્ય મેળવી શકાય એવો ખ્યાલ આવી શકતો નથી. વળી આ ઘાતક પ્રવૃત્તિમાં નવશિક્ષિતોની ઉઠંખલ વૃત્તિને લીધે આપણા રીતરિવાજોનો ઉપહાસ કરવાની ટેવ વધી પડી છે અને તેથી નરસાની સાથે સારૂં પણ વગોવાય છે. આથી જે વાચકવર્ગ આ બાબત ઉપર શરીરસ્વાધ્યની દષ્ટિથી અને અંદરનું રહસ્ય સમજવાની વૃત્તિથી વિચાર કરશે તે જરૂર લાભ થશે.
આ સર્વ કહેવાનું પ્રયોજન એ છે કે, સાપ્તાહિક અગર પાક્ષિક અપવાસની પ્રથા આરોગ્ય વધારવાની દૃષ્ટિથી જ શરૂ કરવામાં આવી હતી; મતલબ કે તેને ઉપયોગ આરોગ્યની દૃષ્ટિથીજ કરો જોઈએ; પરંતુ કેટલાએક જૂના વિચારના અને ધમાંધ લેકે આ અપવાસની પ્રથાઓને પણ ઘણે દુરુપયોગ કરે છે.
દક્ષિણ હિંદુસ્તાનમાં કેટલાક લોકોને વીર વૈષ્ણવ કહે છે. તેઓ એકાદશીને દિવસે બીલકુલ આહાર કરતા નથી, તેમ પાણી પણ પીતા નથી. તેઓ તે દિવસે કોઈપણ જાતને બી જે પદાર્થ પણ મેમાં નાખતા નથી. બીજે દિવસે એટલે બારશને દિવસે સવારમાં સ્નાનાદિથી નિવૃત્ત થઈ પૂજાપાઠ કરી સૂર્યોદય થયા પહેલાં જ પૂર્ણ ભોજન કરે છે. આ ભોજનમાં તેઓ એવા તે ભારે પદાર્થો બનાવે છે કે જે સારા જઠરાગ્નિવાળા માણસો પણ પચાવી શકતા નથી. આ કારણથી તે અપવાસ તે લોકોને આરોગ્યસાધક થતું નથી; કારણકે અપવાસના સમયમાં આંતરડાંની શુદ્ધિને માટે શીતળ જળ, વરસાદનું પાણી, ગ ગાદક કે ડિટિલ કરેલું પાણી પીવું જોઈએ; આથી કાર્ડ ની શુદ્ધિ થાય છે. લંઘનને બીજે દિવસે પણ હલકું, સાત્વિક અને પુષ્ટિકારક ભજન કરવું જોઈએ, કે જેથી તે સહેલાઈથી પચી શકે, ધમધ લોકો આ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને તેથી તેઓને અપવાસ કરવાને પરિશ્રમ નકામો જાય છે.
કેટલાક લોકે અપવાસને દિવસે ફળાહાર કરે છે. આ ફળાહારમાં તેઓ એવા ભારે પદાર્થો વાપરે છે કે તે તંદુરસ્ત માણસ પણ પચાવી શકે નહિ. આથી તે લોકો પોતાનાં : પેટને બગાડે છે. આ કારણથી ધાર્મિક પદ્ધતિ પ્રમાણે અપવાસ કરવાના રિવાજે એટલા બધા બગડી ગયા છે કે તેને વિચાર કરતાં એવા નિશ્ચય ઉપર આવવું પડે છે કે, ધાર્મિક અપવાસ કરવાવાળા અપવાસના મૂળ ઉદ્દેશથી ઘણા દૂર ચાલ્યા ગયા છે. આ કારણથી સાપ્તાહિક, પાક્ષિક કે માસિક નિયમસર અપવાસ કરવાવાળાઓનાં આરોગ્ય સુધરવાને બદલે બગડતાં ચાલ્યાં છે.
જે લોકે આરોગ્યને માટેજ આપવાસ કરે છે, તે લોકેએ એકટાણું અથવા તો અપવાસ આરોગ્યની દૃષ્ટિથી જ કરવાં. લંઘનના દિવસોમાં ગંગાજળ, વરસાદનું પાણી કે ડિસ્ટિલ કરેલું પાણી
પ્રમાણમાં પીવાય, તેટલા પ્રમાણમાં આંતરડાંની શદ્ધિ કરવાના ગુણ આવે છે. જે આવી જાતનું પાણી મળી ન શકે તે ઉંડા કૂવાઓનું પાણી પીવું. તે પણ ન મળે તે સાધારણ પાણી પણ ચાલે.
આ બાબતમાં નિયમ એ રાખો કે, જેટલા દિવસ લંઘન કર્યું હોય તેથી બમણા દિવસસુધી ફક્ત દૂધપર જ રહેવું–અર્થાત (૧) એકટાણામાં એક દિવસ દૂધપર રહેવું. (૨) એક દિવસના અપવાસમાં બે દિવસ દૂધપર રહેવું. (૩) ત્રણ દિવસના અપવાસમાં છ દિવસ દૂધપર રહેવું.
લંઘન તેડવાને વિધિ ઉપર બતાવી ગયા છીએ. આ પ્રમાણે કરવાથી જે માણસો લાંબા, અપવાસે કરી નથી શકતા, તે લોકો આવાં નાનાં બંધન પણ વારંવાર કરે તે આરોગ્ય મેળવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com