________________
આરોગ્યને માટે ૩ર દિવસનું બંધન
આથી સર્વ વાચકોએ લંધન પછીનું પથ્ય પાળવું ખાસ આવશ્યક છે અને તેમાં જરાપણ ભૂલ ન કરવી એ ખાસ યાદ રાખવું. * કેટલાક લોકોને આશ્ચર્ય થાય છે કે, ૨૦ અગર ૩૦ દિવસના અપવાસ કરવાથી એટલે તેટલા દિવસ બીલકુલ ભોજન ન કરવા છતાં મળની ગાંઠે કયાંથી નીકળે છે ? આ સંબંધમાં જણાવવાનું કે, પેટની અંદર જે નાનાં આતરડાં રહેલાં છે તેની લંબાઈ લગભગ ૩૦ ફીટ (વીસ હાથ) છે. આ સર્વે મળથી ભરપૂર રહે છે. આ આંતરડાંમાં દરેક જગ્યાએ થડે કે વધારે મળ ભરાઈ રહે છે, એ વાતમાં સંદેહ નથી. આ પ્રમાણે પ્રતિદિન અધો હાથની લંબાઈનું આંતરડું સાફ થતું રહે તેપણ લગભગ ૩૦-૪૦ દિવસ સુધી મળ નીકળે તેમાં કંઈ આશ્ચર્ય નથી.
જે નિત્ય સારી રીતે બસ્તિ લેવામાં આવે તે આશરે એક માસના બંધનમાં આંતરડાની શદ્ધિ થઈ જાય અને તેથી સંપૂર્ણ નિરોગી અવસ્થા પ્રાપ્ત થાય,
અમારા ધાર્મિક આચારોમાં કેટલાએક વારો અને તિથિઓમાં અપવાસ કરવાનું ફરમાવ્યું છે. જેઓ જૂના વિચારના શ્રદ્ધાળુ માણસો છે તે સેમવાર, મંગળવાર કે શનિવારને દિવસે એકજ વખત જમે છે. બુધ, ગુરુ અને રવિવારને દિવસે પણ કોઈ કાઈ તો અપવાસ કરે છે અથવા તે એક વખત જમે છે; ઘણું કરીને અઠવાડીઆમાં એક અથવા બે વખત એકટાણું કરે છે.
તિથિઓમાં એકાદશી કે શિવરાત્રી (ચાદશ) અગર ઉપષણ પ્રસિદ્ધ છે. આ દિવસે સંપૂર્ણ અપવાસના છે. આ સિવાય ચોથ કે એવી બીજી તિથિએ એકટાણાં પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ખાસ હેતુસર પણ કેટલાક લોકો અપવાસ કરે છે. નવીન વિચારના લેકે જૂના લેકની અપવાસ કરવાની વાતોની હાંસી કરે છે અને અપવાસથી મુક્તિ મળે છે એ બાબતને હસી કાઢે છે; પરંતુ વિચાર કરવાથી માલમ પડે છે કે, જૂના વિચારના કેકેએ અઠવાડીઆમાં એકાદ અપવાસ કરી જે સ્વાધ્ય મેળવ્યું હતું તે સ્વાશ્ય નવીન સુધારકને પ્રતિંદિન ભજન કરવાથી પણ પ્રાપ્ત થઈ શકતું નથી. અમોને વિશ્વાસ છે કે, સાપ્તાહિક કે પાક્ષિક અપવાસ અગર એકટાણું કરવાની પદ્ધતિ શરીરસ્વાધ્યની દષ્ટિએ એક વિચારણીય અને ઉપાદેય વાત છે. જે નવ-" સુધારક પિતાના સ્વાધ્ય-અસ્વાધ્યનો વિચાર કરી તેની સાથે સાપ્તાહિક લંધનને સંબંધ છે તો તેને ઘણું સમજવાનું મળશે. - સાપ્તાહિક કે પાક્ષિક એકટાણું અગર આપવાસથી આત્યંતિક મુક્તિ મળે કે નહિ તે એક વિવાદાસ્પદ વિષય છે; પરંતુ તેવા લંઘનથી રોગમાંથી “મુક્તિ” મળે છે તે વાત નિર્વિવાદ છે.
એટલા માટે આ વિષય ઉપર વાચકવર્ગ શરીરસ્વાથ્યની દૃષ્ટિથી વિચાર કરે એજ વાત અહીં વિશેષ રૂપથી કહેવી જરૂરની છે.
લધુલંઘનને માટે કેટલીક વિધિ પ્રાયશ્ચિનના ગ્રંથમાં આપવામાં આવી છે. તેમાંથી કેટલીએક અહીં જણાવી છે.
(૧) ચાંદ્રાયણ પ્રાયશ્ચિત્ત-પૂનમને દિવસે ૧૫ કોળી આ ભોજન કરવું અને તે પછી દરરોજ અકેક કળીઓ, ઓછા કરતાં કરતાં અમાસને દિવસે પૂરૂં લંઘન કરવું. પાછું સુદ એકમથી એક એક કળીએ વધારતા વધારતા છેવટે પૂનમને દિવસે ૧૫ કેળીઆ અન્ન ઉપર આવી જવું. એક કાળીઆની માત્રા એટલીજ સમજવી કે જેટલું અને એક વખત મેંમાં મૂકીને સારી રીતે ચાવી શકાય તેટલું અન્ન ખાવું. ' (૨) યવાગૂ ભક્ષણ-ચોખા વગેરે ધાન્યને ઉકાળીને તેનું ઓસામણ કે પાતળું સત્ય અગર રસ બનાવીને તે પીવું. આ પણ એક શરીરશુદ્ધિનું સાધન છે.
(૩) કેવળ દૂધ ઉપર રહેવું. (૪) કેવળ ફળ ઉપર રહેવું. (૫) કેવળ એક જ અનાજ ખાવું..
આ સિવાય અનેક પ્રાયશ્ચિત્તો બતાવ્યાં છે કે જે શરીરશુદ્ધિને માટે બહુજ લાભદાયક છે. આજકાલ નવશિક્ષિત લોકો પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ વધારે કરે છે; પરંતુ તેમાં જણાવેલાં પ્રાયશ્ચિત્તાના આરોગ્ય સાથે શું સંબંધ છે તથા તે વાતથી આપણે આપણું આરોગ્ય કયી રીતથી. સિદ્ધ કરી શકીએ એ બાબતનો અભ્યાસ કરતા નથી; એટલું જ નહિ પણ તે લકે સાપ્તાહિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com