________________
આરાગ્યને માટે ૩૨ દ્વિવસનુ લધન
૧૬૫
રહેવું અને (૪) હલકું ભેજન લેવું. આ સર્વાં અકેકા નિયમને માટે ૮ થી ૧૫ દિવસની અવિધ હાવી જોઇએ. જો આ સમયમાં કુપથ્ય કરવામાં આવે તે કાયદાને બદલે નુકસાન થાય છે. આ પ્રમાણે લંધન ઘણુંજ લાભદાયી છે; પરંતુ તે પછીનું પથ્ય સભાળવું જરૂરનુ છે.
આશા છે કે પેટના દરદીએ મારા અનુભવ ઉપરથી લાભ લેશે. ( આંધ, કાક સુદ ૪ સંવત ૧૯૮૩) લધનના વિષયમાં વૈદિક ધર્મ ના સપાદકના વિચારે
પૂર્વોક્ત લધનનું વૃત્તાન્ત જેવું બન્યું છે તેવુંજ આપવામાં આવ્યું છે. પંડિત નારાયણ ભટ્ટજીનુ મકાન સ્વાધ્યાયમડળથી બે મિનિટના અંતરપર આવેલું છે અને જ્યારથી લધનની શરૂઆત કરવામાં આવી ત્યારથી લગભગ દરરાજનું વૃત્તાન્ત અમે ખાસ ધ્યાન રાખીને સાંભળતા હતા. એક તે! અમારે લધનનું પરિણામ જેવુ હતુ અને ખીજી' તેમનુ સ્વાસ્થ્ય સુધરે તે પણ જરૂરનું હતું, એટલા માટે લગભગ દરેાજ તેમને મળીને આ અનુભવના વિચાર કરતા હતા.
આ સંબંધમાં અમારા વિચાર એ છે કે, અહીંઆં કુદરતી રીતે અષાડ, શ્રાવણ અને ભાદરવેશ, આ ત્રણ માસમાં ક્ષુધા ઓછી થઈ જાય છે અને હવા શરદીવાળી રહે છે, તેથી લધનને માટે આ મહિનાએ ઉત્તમ છે. જેવી રીતે આ વર્ષાઋતુમાં દી લંધન કરવુ શક્ય છે, તેવીરીતે શરદી અગર ગરમીની ઋતુમાં ( શિયાળા કે ઉનાળામાં ) લંધન કરવું શક્ય નથી; કારણ કે તે વખતે જારાગ્નિ તેજ હેાય છે. આ સાથે ૫૦ નારાયણ ભટ્ટજીની પાચનશક્તિ પહેલાંથીજ ઘણી મ`દ પડી ગઇ હતી. આ સ` કારણેાને લીધે તે આટલા દીકાળસુધી લંધન કરી શક્યા. અમારા વિચાર પ્રમાણે તે હજુ ૮-૧૦ દિવસના વધારે અપવાસ કરી શકત; પરંતુ અહીં આં તેમને ધેય દેનાર કાઇ સારે લધનચિકત્સક નહેાતા. અમે સર્વે આ વિષયથી અજાણ હતા અને તેથી લધનની સમાપ્તિ કરતી વખતે અમને સર્વને ઘણાજ ગભરાટ થયેા હતેા. તેમને કાઇ ધીરજ દેનાર નહેાતું; પરંતુ તેમના પોતાનામાંજ કાઇ વિલક્ષણ પ્રકારનું ધૈર્ય હતું, કે જેને લીધે તેએએ દી લ'ધનની સમાપ્તિ ધણીજ ઉત્તમ રીતે કરી. આને માટે અમે લધનકર્તાને અંતઃકરણથી અભિનંદન આપીએ છીએ. લંઘન કરવામાં શરીરની વાત, પિત્ત અગર્ કની પ્રકૃતિને પણ વિચાર કરવા જોઇએ. પિત્ત પ્રકૃતિવાળા મનુષ્યા દીધું લધનને માટે અયેાગ્ય નિવડયા છે. બીજી પ્રકૃતિનાં માણસે કરી શકે છે.
લધવિષયમાં અમારા અનુભવ એવા છે કે, તરસના પ્રમાણમાં છૂટથી પાણી પીવાથી લધનમાં શ્રમ-થાક જણાતા નથી; પરંતુ ઘેાડું પાણી પીવાથી બહુજ દુઃખ ઉત્પન્ન થાય છે. પિત્ત પ્રકૃતિવાળા મનુષ્ય પણ જે ખૂમ પાણી પીએ તે તે દી લઘન કરવાને સમ બને છે અર્થાત્ પાણીના આશ્રયથી પ્રાણ ટકી રહેછે, માટે લંઘનમાં પાણી પીવાથી કાષ્ટ પ્રકારનું નુકસાન થતું નથી. લંઘન કરનારાઓએ એક વાત અવશ્ય ધ્યાનમાં રાખવી કે, લંઘનમાં પણ કારણસર દવા લેવી નિહ. બે દવા લેવામાં આવે તે તેનું બહુજ ખરાબ પરિણામ આવે છે; એટલા માટે આ વિષયમાં બહુજ સાવધ રહેવું-અર્થાત્ શુદ્ધ જળ, ઘેાડા લીબુને રસ અને સિંધાલુણ કે મીડુ આ સિવાય બન્ને કાઈપણ પદાર્થ પેટમાં નાખવે નિહ.
આજ પ્રમાણે ચિંતા, ફિકર, શ્રમ, તડકા, રાત્રીનાં જાગરણ, ઇત્યાદિ ક્રિયાએ કરવી નહિ. દિવસમાં વાતચીતથી કે બીજી સાત્વિક રીતે આનદ મેળવવે. પરમેશ્વરની ભક્તિ કરવી તે સથી ઉત્તમ છે; કેમકે એથી અદ્ભુત લાભ મેળવી શકાય છે. દુનિયાદારીનાં કામકાજ મૂકી દઈને લધનક્રિયામાં જો આત્મિક ઉન્નતિને માટે પરિશ્રમ લેવામાં આવે અને બાકીને સમય આનંદમાં વ્યતીત કરવામાં આવે તે ધણેાજ લાભ થાય.
“ સુવે લધન મારાથી થઇ શકશે નહિ ' એવે ભાવ મતમાં ઉત્પન્ન થયા પછી જખરજસ્તીથી લંધન આગળ ચલાવવામાં નુકસાન છે. આવે વખતે આગળ જણાવી ગયા તે પ્રમાણે ધીમે ધીમે ક્રમશઃ લધન તેવું સારૂ છે. ધ્યાનમાં રાખવુ` કે, લંધન કરી રહ્યાખાદ પણ મનને સયમ રાખવાની ઘણીજ જરૂર છે; કારણકે ભૂખ લાગે છે. તે વખતે જીભ ઉપર (સ્વાદ ઉપર ) સયમ રાખવા કઠિન થઇ પડે છે. અમારા કેટલાએ મિત્રે જેઓએ ૧૦-૨૦ દિવસના અપવાસ ઉત્તમ રીતે કર્યાં હતા તેએએ પાછળથી એકદમ અનાજ ખાવાનું શરૂ કરી દીધુ’-અર્થાત્ લધન પછીનુ પૃથ્ય પાળ્યું નહિ અને તેથી એક બે માસમાં પેટની વ્યથા થને તેમનાં મૃત્યુ થઇ ગયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com