________________
- આરોગ્ય માટે ૩૨ દિવસનું લંઘન
આ પ્રમાણે અદાર દિવસ પસાર કર્યા. પ્રતિદિન પાકી પાંચ છ શેર પાણી પીવાનું અને બે વખત નવસેકા પાણીની બાત લેવાનું ચાલુ રાખ્યું. અઢારમે દિવસે પણ મળની ગાંઠે હમેશ મુજબજ પડી. આ જોઈને તેમજ પેટમાં વાયુનું કષ્ટ પણ જેવું ને તેવું જ કાયમ રહેતું હતું તે જોઈને મનમાં ગભરાટ પેદા થયો અને આરોગ્યપ્રાપ્તિને માટે મને અસંભવ લાગ્યો; તેમજ આગળ ઉપર આ સર્વ કેવી રીતે સમાપ્ત થશે તે વિષયમાં પણ ચિન્તા ઉભી થઈ. આ વિષે ઘણી શંકાઓ આવવાને લીધે હું ગભરાયો અને તેથી પૂના ગયેઃ અને ત્યાંના પ્રસિદ્ધ લંઘનચિકિત્સક શ્રીયંત કિનારે અને મળ્યો. તેઓશ્રીએ મને બહુ જ ધીરજ આપી કહ્યું કે:-“તમે લંધન આગળ ચલાવો. બીલકલ ડરો નહિ. લંધન કરવાથી મનુષ્ય મરતું નથી, પરંતુ લંધન કર્યા પછી અયોગ્ય રીતે ભજનાદિ સેવન કરવાથી મરે છે. આથી તમારે બીલકુલ ગભરાવું નહિ. લંઘન આગળ ચલાવે અને તમે જરૂર આરોગ્ય પ્રાપ્ત કરશો. પૂનાથી હું લણવા ગયો અને ત્યાંના નિસર્ગોપચારક શ્રી. બિવલકરજીને મળ્યો. તેમણે પણ મને ધીરજ આપી અને લંધન આગળ ચલાવવા ઉત્સાહ આપે. આથી, મેં વધારે વખત લંઘન લંબાવવાનો નિશ્ચય કર્યો.
- જયારે લેધનના અઢાર દિવસ વ્યતીત થયા, ત્યારે મને એક પ્રકારની દુર્ગંધ આવવા લાગી. પહેલાં તો મને એ ખ્યાલ થયો કે, કોઈ બીજા સ્થાનમાંથી આ દુર્ગધ આવતી હશે; પરંતુ રાતદિવસ આ દુર્ગધની સાથે સાથે રહેવાને લીધે મને વિચાર આવ્યો કે, આ દુર્ગધ મારા શરીરની
આ દુર્ગધને લીધે મને બહુજ કષ્ટ પેદા થયું; કારણ કે તે અતિ અસહ્ય હતી અને વળી રાતદિવસ સાથેની સાથે રહેવાથી વધારે દુ:ખ દેતી હતી, પરંતુ તે પોતાની મેળે જ સંચિત થયેલી હતી અને ભોગવવી આવશ્યક હતી; કારણ કે આપણે સંચિત કરેલાં કર્મોને ભોગ આપણા સિવાય કોણ કરે ?
એટલામાં લંઘનનો ૨૪મો દિવસ આવી પહોંચ્યો. આ દિવસે મારી માતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો. આથી તેના અંત્યેષ્ટિ તથા બીજી આવશ્યક ક્રિયાઓ કરવામાં થોડા દિવસ ગયા અને તેને લીધે પરગામ પણ જવું પડયું. આ સર્વ દિવસમાં લંઘન તો ચાલુજ હતું; અને છતાં પણ કોઈ જાતનો વિશેષ શ્રમ માલમ પડયે નહિ.
આ પ્રમાણે ૨૭ દિવસ વીતી ગયા. હવે થોડે થોડો થાક જણાવા લાગ્યો. બેઠો હોઉં તો ઉઠવાનું મન થાય નહિ. મૃતકને લીધે પૂજાપાઠનું કાર્ય બંધ રાખવું પડયું અને તેથી મૂળપીઠવાળા પહાડ ઉપર ચઢવાઉતરવાની કસરત પણ બંધ રહી હતી. આ સિવાયના બીજે તમામ વ્યવસાય ચાલુજ હતો.
૨૮મે દિવસે થાકની અસર બહુજ જણાવા લાગી અને મારી ધીરજ ખૂટી ગઈ, મન પણ ગભરાવા લાગ્યું તથા હું ઉત્સાહહીન બની ગયો. આ વખતે મારા મિોની સલાહથી મેં એક પાશેર (૨૦ રૂ. ભાર) દૂધ લીધું. આ દૂધમાં દૂધના જેટલું જ પાણી મેળવ્યું અને તેને ઉકાળીને એક ચમચો લેવાનું શરૂ કર્યું. આ પ્રમાણે ૨૮મો દિવસ વ્યતીત થઇ ગયો અને ૨૯માં દિવસે મનમાં કરીથી ઉસાહનો સંચાર થયો અને લંઘનક્રિયા આગળ ચલાવવાનો નિશ્ચય કર્યો. આ દિવસે પણ પૂર્વની પહેજ નાકમાર્ગે ખરાબ ગંધ આવતી હતી. આ બદબો ૩૦મો દિવસ સમાપ્ત થયે ત્યાંસુધી અર્થાત છેલા ૧૨ દિવસ સુધી કાયમ રહી.
૩૦ મા દિવસ પછી તે દુર્ગધ બંધ થઈ ગઈ અને તેને ઠેકાણે સુગંધ આવવા લાગી. આ સુગંધ ઘણી જ મનોહારી હતી,
આ પ્રમાણે ૩૨ દિવસ સુધી લંધન ચલાવ્યું. પછી તો લંઘનક્રિયા આગળ ચલાવવાનું - શક્ય લાગ્યું; આથી લંધનની સમાપ્તિ કરવાનો વિચાર કર્યો. આ ૩૨ મા દિવસે પણ બસ્તિમારફતે મળની ગાંઠ શૌચમાં નીકળી હતી. આ સર્વેમાં પહેલા ૧૫ દિવસ સુધી મળની લીંડી પીળા રંગની નીકળતી હતી અને ૧૭ મા દિવસથી કાળા રંગની પડવા લાગી. વાસ્તવમાં મારો વિચાર
જ્યાંસુધી શૌચમાં મળની ગાંઠે નીકળતી બંધ પડે ત્યાંસુધી લંધન કરવાનો હતે; પરંતુ ઉત્સાહ રહ્યો નહિ. આથી મેં લંઘન બંધ રાખવાનો નિશ્ચય કર્યો. ખરી રીતે તો જે મેં ૮-૧૦ દિવસ સુધી અપવાસ લંબાવ્યા હોત તે મારાં આંતરડાં તદ્દન વિશુદ્ધ થઈ જાત; પરંતુ આ સર્વ બાબત મનને ઉત્સાહ ઉપરજ આધાર રાખે છે અને જ્યારે મનની ધીરજ ખૂટે છે, ત્યારે આવી વાત સિદ્ધ થઈ શકતી નથી; આથી લંધન બંધ કરવાનું જ મને ઉચિત લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com