________________
૧૬ર
આરોગ્યને માટે ૩ર દિવસનું બંધન પછી દરદ બંધ પડી જતું હતું. આ પ્રમાણે સવાર તથા સાંજે પ્રતિદિન ચાર કલાક સુધી અસહ્ય દુઃખ ભોગવવું પડતું હતું અને એક દિવસ પણ આરામ જણાતો નહિ.
૯-લંધનની શરૂઆત સર્વ ઉપાય અજમાવી જોયા; પરંતુ વ્યાધિ મટવાનું ચિ જણાયું નહિ. આથી ઉપવાસ અગર લંધન શરૂ કરવાનો મેં નિશ્ચય કર્યો. એટલામાં મારા સાંભળવામાં આવ્યું કે, પાસેના બુધપારોગ્રામના રહીશ એક ગુજરનો રોગ લંઘન કરવાથી દૂર થશે. આ ઉપરાંત બીજી વાત એ પણ સાંભળવામાં આવી કે, ધ રિયાસતના એક કારકુનની બિમારી પણ અપવાસથી મટી ગઈ. આ હકીકતે સાંભળીને મારું સ્વાથ્ય સુધારવાને મેં પણ લંઘન કરવાનો નિશ્ચય કર્યો.
એટલામાં શ્રી ધનરેશની પાસે કોઈ કાર્યવશાત લોણાવલાના સુપ્રસિદ્ધ નિસર્ગોપચારક અથવા લંઘનચિકિત્સક શ્રીયુત બીવલકર આવી પહોંચ્યા. તેઓશ્રીએ મારી તબિયત ત
ને કહ્યું કે ૧૦-૧૨ દિવસ લંઘન કરી જુઓ. હું માનું છું કે, તમો આરોગ્ય મેળવી શકશો. આથી મને ધીરજ મળી. સાથે સાથે મેં લંઘનવિષયનું પુસ્તક વાંચી તે વિશ્વની માહિતી મેળવી અને લંધન કરવાની તૈયારી કરી.
ગયા અષાડ સુદ બીજને દિવસથી મેં અપવાસ કરવાનું શરૂ કર્યું. આ વખતે મને સખત સળેખમ થયું અને તેની સાથે જોરથી ખાંસી ઉપડી; પરંતુ ઘણાજ આશ્ચર્ય સાથે જણાવવું પડે છે કે, બે-ચાર દિવસ લંઘન કર્યા પછી સળેખમ તથા ખાંસી કયાં ચાલ્યાં ગયાં તેનો પત્તો પણ લાગે નહિ.
૧૦-લંધનની દિનચર્યા લંધન કરવાના દિવસોમાં હું ફકત ઠંડું પાણી પીતો હતો. દરરોજ પાકું પાંચ અથવા છ શેર ( ૮૦ રૂપીઆભારનો એક શેર ) પાણી પીતો હતો. આ પાણીમાં થોડે લીંબુનો રસ નીચોવત હતા. કેઇએ અને તેમાં થોડું સિંધાલુણ નાખવા કહેલું, પરંતુ હું તે નાખતો નહિ. આ સિવાય હું કંઈ પણ લેતો નહિ હતે. લીંબુના રસથી પેટમાં આરોગ્ય રહે છે અને પીવામાં કંઈક સ્વાદિષ્ટ પણ લાગે છે.
શરૂઆતમાં મારા વિચાર એ હતો કે, હું બે-ચાર દિવસ લંઘન કરી જોઉં, પરંતુ જ્યારે ૪-૫ દિવસ પસાર થઈ ગયા, ત્યારે મને વધારે ધીરજ મળી અને મેં અપવાસ વધારે વખત સુધી લંબાવવાનો નિશ્ચય કર્યો. તેર દિવસ પસાર થયા છતાં પણ મારો દૈનિક વ્યહવાર વિનાકટે ચાલ્યો જતો હતો. સવારમાં વહેલું ઉઠવું, નાન, સંધ્યા અને પૂજાપાઠ ઇત્યાદિ મૂલપીઠ પહાડ પર ચઢીને કરવાનું નિયમપૂર્વક ચાલ્યા કરતું હતું. મૂલપીઠના પહાડ પર ચઢવું અને પાછું ઉતરવું એમાં સારી રીતે દોઢ કલાકની કસરત મળતી હતી. તેરમે દિવસે પણ મને જરાએ થાક જણાયો ન હતો. આખા દિવસમાં ૩-૪ માઈલનું ભ્રમણ કરવું પડતું હતું. તેર દિવસ ફક્ત પાણી ઉપરજ ગુજાર્યા છતાં મારામાં એટલી શકિત રહી હતી કે લંઘન કરવાથી મારી શ્રદ્ધા વધારે અને વધારે વધવા લાગી અને મેં લંઘન લંબાવવાનો નિશ્ચય કર્યો.
જ્યારથી લંઘન શરૂ કર્યું, ત્યારથી નવસેકા પાણીની બે વખત બસ્તિ લેતા હતા. આ બંને વખતની પ્રતિદિવસની બસ્તિથી આંતરડાની શુદ્ધિ થતી હતી અને જે હું પાંચ છ શેર (પાકું ) પાણી પીતો હતો તેથી પણ પેટની શુદ્ધિ થતી હતી. દરરોજ બસ્તિમારફતે મળની ગાંઠે નીકળતી હતી. આ જોઈને મને આશ્ચર્ય થતું હતું કે, જો આટલો બધે મળ પેટમાં ભરેલો રહે તો તે પછી વાયુને આફરો ન ચઢે તો બીજું શું થાય ?
તેર દિવસ લંઘન કરવાથી મને બીલકુલ શ્રમ જણા નહિ; તેમજ મારું પ્રતિદિનનું કાર્ય સારી રીતે ચાલતું હતું તેથી, મેં બીજા આઠ દિવસ લંધન આગળ ચલાવવાનો નિશ્ચય કર્યો.
ચૌદમે દિવસે મારી જીભ કાળી પડી ગઈ અને મને તાવ પણ આવવા લાગ્યા. આ વખતે મારી ધીરજ ખૂટી અને લંઘન બંધ કરવાનો વિચાર પ્રબળ થવા લાગ્યોઆગળ ઉપર મારી
કેવી રહેશે તે વિષે મને સંદેહ પેદા થયે; છતાં ઉપર પ્રમાણે જ લંઘન આગળ ચલાવ્યું. ચાર પાંચ દિવસમાં તાવ ઉતરી ગયો; તેમજ જીભનો કાળો રંગ પણ ધીમે ધીમે મટી ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com