________________
जळ विषे
(કૈલાસ) માંથી મૂળ લેખક શ્રીયુત વિજયસિંહજી વૈદ્યશાસ્ત્રી) મનુષ્ય સ્વાથ્ય રક્ષાને માટે શુદ્ધ જળ, વાયુનું સેવન કરવું અત્યંત જરૂરનું છે. આજે વૈદ્યકશાસ્ત્ર પ્રમાણે વાંચકોના લાભાર્થે જળવિષે કંઈક વર્ણન કરું છું –
શુદ્ધ જળ:- જે પાણી ગંધવિનાનું, કોઈ રસના ભળસેળ વગરનું, શીતળ, તરસ મટાડનાર, નિર્માળ, હલકું અને હૃદયને પ્રિય લાગે તે ગુણકારી છે.
- અશુદ્ધ જળ-જે પાણી મેલું, ગંધાતું, જીવજંતુવાળું, પાન, સેવાળ તથા કાદવથી ડહે-- ળાયેલું. વર્ણવિનાનું, રસવિનાનું, જાડું અને દુર્ગધવાળું હોય તે નુકસાનકર્તા છે. ડહોળાયેલું, કમળપત્ર, સેવાળ તથા તણખલાંથી છવાઈ રહેલું, ખરાબ જગ્યાનું, સૂર્ય તથા ચંદ્રનાં કિરણ પડયા વિનાનું, ઋતુવિનાનું, વરસ્યા પછી ત્રણ દિવસ રાખી મૂકેલું અને બગડેલું પાણી વાપરવું ના જોઈએ, એવું પાણી પીવાથી સઘળા દોષ કોપાયમાન થાય છે. એવા પાણીના સ્નાન અને સેવનથી તરસ, આફરે, જીર્ણજવર, ખાંસી, મંદાગ્નિ, અભિષેદ, કંડૂ તથા ગલગંડ વગેરે રોગો થાય છે.
પાણું પીવાની જરૂર:-પાણું એ પ્રાણીઓના જીવનસ્વરૂપ છે. પાણી પીવાની ઈચ્છા, કદાપિ રોકવી ના જોઈએ; કેમકે હારિત મુનિ કહે છે કે – तृष्णा गरीयसी धोरा सद्यः प्राणविनाशिनी। तस्माद्देयं तृषार्ताय पानीय प्राणधारणम् ॥
અર્થ:-તરસ્યા માણસને જરૂર પાણી પાવું જોઈએ; કેમકે તરસ એ મહાભયંકર અને પ્રાણનાશિની હોય છે. તરસથી મેહ વધે છે અને મોહ વધવાથી પ્રાણનાશ થાય છે; તેથી પાણીનો ત્યાગ ન કરવો જોઇએ.
પાણી પીવાની વિધિ -અધિક પાણી પીવાથી અન્ન સારી રીતે પચતું નથી, તેથી અમિ પ્રબળ કરવા માટે થોડું થોડું પાણી વારંવાર પીવું જોઇએ.
વાસી પાણીના ગુણ:-જે માણસ સૂર્યોદય પહેલાં વાસી પાણીની આઠ અંજલિ નિયમ પૂર્વક પીએ છે, તે રોગ તથા વૃદ્ધાવસ્થાથી મુક્ત થઈ સો વર્ષ સુધી જીવે છે. ભેજનું કથન છે કે, રાત્રિને અંતે પાણી પીવાની ટેવ પાડવાથી હરસ, સોજો, સંગ્રહણી, તાવ, જઠર, વૃદ્ધાવસ્થા, કોઢ, મેદવિકાર, મૂત્રાઘાત, રક્તપિત્ત, કાનનાં દરદો, ગળાનાં દરદો, માથાનાં દરદ, કટીશુળ, નેત્ર રોગ, બીજા વાયુપીત્ત, ક્ષત અને કફથી પેદા થયેલા રોગ
જે માણસ પ્રાતઃકાળે ઉઠીને નાક મારફતે હમેશાં ત્રણ અંજલિ પાણી પીએ છે, તેની બુદ્ધિ તીવ્ર થઈને આંખોનું તેજ વધે છે; અને બળવૃદ્ધિ થઈ રોગ, ભૂતપલિત કેાઈ તેની પાસે આવતું નથી. શરીરમાં કચલી પડવી, પીનસ, સ્વરભંગ, ખાંસી અને સોજો મટી જાય છે.
જેણે તેલ યા ઘી પીધું હોય, ઘા થયે હોય, રેચ લીધે હોય, પેટમાં આફરો ચઢયો હોય, મંદાગ્નિવાળો હોય, હેડકી આવતી હોય તથા કફ અને વાયુના રોગવાળો હોય તેણે નાકવાટે પાણી પીવું ના જોઈએ.
ઠંડાપાણુ નિષેધ:-પાંસળીનાં દર્દોમાં, પ્રતિસ્થામાં, વાયુસંબંધી રોગોમાં, આફરો અને બંધકેશમાં, રેચ તથા તરતના તાવમાં, અરૂચિ અને સંગ્રહણીમાં, ગુલ્મરેગમાં, શ્વાસ અને ખાંસીમાં, વિદ્રધિ અને હેડકીમાં તથા ચિકાસવાળા પદાર્થો સાથે પીવામાં ઠંડું પાણી તજવાયેગ્ય છે. - થોડું પાણું પીવું:-અરુચિ, મંદાગ્નિ, શોથ, ક્ષય, મુખ-પ્રસેક ઉદરરોગ, નેત્રરોગ, તાવ, અને મધુમેહમાં થોડું પાણી પીવું જોઈએ.
દુષિત જળને ચોકખું કરવાની વિધિ:-પ્રથમ પાણીને ચોખ્ખા કપડાથી ગાળી લેવું જોઈએ. પછી ગરમ કરીને અથવા સૂર્યના તાપમાં તપાવીને શુદ્ધ કરવું જોઈએ; અથવા સોનું, ચાંદી, પથ્થર અને રેતીને સાતવાર ગરમ કરી પાણીમાં ઠારી દેવાથી પાણુ શુદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com