________________
महान पुरुषोना उपदेश
( ‘“વિશ્વામિત્રમાંથી” સંગ્રહકર્તા-રામનાથ શર્માં-મલેશ” વિશારદ ) ‘‘ઉત્તમ કુળમાં જન્મવા કરતાં ઉત્તમ અને ગૌરવપૂર્ણ કીર્તિ પ્રાપ્ત કરવામાં વધારે મહત્તા રહેલી છે” મહાન કાર્યોના પ્રતિપાદનમાં જીવનનુ મુખ્ય કન્ય સમાઈ જતું નથી; પરંતુ જાતેજ મહાન થવું એજ કવ્યું છે.’
“ઉત્તમ ચારિત્રની કિંમત હીરા, માણેક, સુવ, રાજ્યસત્તા અને સિંહાસન કરતાં અનેક ગણી વધારે છે.”
“જે મનુષ્ય સદાચારી નથી, તે ઇશ્વરને વિદ્યાદ્રારા પણ નથી મેળવી શકતા.' માણસની રહેણી કરણીજ દર્શાવી આપે છે કે આ માણસ સારા કુળના છે કે નહિ. શૂરવીર છે કે કાયર અથવા પવિત્ર છે કે અપવિત્ર.’'
“સદાચારજ વિદ્વાનનુ ભૂષણ છે અને તેની જીવનયાત્રાને સુગમ કરનાર છે.,’
“જે પરાપકારમાં રÀાપચ્યા રહે છે, ઈશ્વરમાં જેને વિશ્વાસ છે અને સત્યને જે અનુસરે છે, તેને માટે આ પૃથ્વીજ સ્વર્ગ સમાન છે.”
સાચા મનુષ્યના રક્તનું એક બિંદુ પણ મહા સમુદ્રના અગાધ જળ કરતાં વધારે મૂલ્યવાનછે.” “સ’સારની સર્વાં પદવીએમાં મનુષ્યનું પદ્મ સર્વશ્રેષ્ઠ છે.'
મનુષ્યેાની સ ંખ્યા, નગરાના વિસ્તાર અને તેમની સમૃદ્ધિ એ કાઈપણ દેશની સાચી ઉત્કૃષ્ટતાનું પ્રમાણ નથી; પરંતુ તે દેશ જે જાતનાં માણસા ઉત્પન્ન કરે છે, તેજ તેનું સર્વોત્કૃષ્ટ પ્રમાણછે.’' “પુરુષ અથવા સ્ત્રીની સત્કીર્તિજ તેના આત્માના સર્વશ્રેષ્ઠ અને પ્રથમ શણગાર છે.”
“ ‘સદ્ગુણ' મનુષ્ય માંદેા પડતાં તેની સાથે માંદાયે નથી પડતા અને તેની મૃત્યુ સાથે નાશ પણુ
પામતા નથી. ’’
66
મહાન પાંડિત્ય અને વિદ્વત્તા તેમજ તર્કશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રના જ્ઞાનથી મનુષ્ય મહાન નથી થઇ શકતા. મહત્તાને માટે તે સુચારિત્ર્યનીજ આવશ્યકતા છે. ’
“ મહાન કુબેર ભંડારી જેટલા દ્રવ્યવાન થવા કરતાં કીર્તિ અને પ્રેમના ભંડારી થવું વધારે મહત્વનું છે.”
“તમે ધનપતિ હા કે ગરીબ, અમીર હૈ। કૈ કીર, એ બધું સેા વર્ષ પછી ભૂલાઇ જશે. પરંતુ તમારાં સદાચરણ યા દુરાચરણને પ્રભાવ હજારો વર્ષાંસુધી રહેશે.”
ગરીબાઇનેા વારસા મળવેા એ સદ્ગુણાને વારસા મળવા જેવુ છે.”
“ધનની જરૂર નથી, સત્તાની જરૂર નથી, સ્વતંત્રતાની જરૂર નથી અને આરેાગ્યની પણ એટલી જરૂર નથી–માત્ર સુચારિત્ર્યનીજ જરૂર છે.”
“મનુષ્યના જીવનનું ‘માપ' તેનાં કરેલાં કાર્યોથી થાય છે, ઉંમરથી નહિ. વિચારદ્વારા તેના જીવનનું ‘માપ’ થઇ શકે છે, નહિ કે શ્વાસોચ્છવાસદારા. તેના હૃદયની લગનીથી જીવનનું માપ થાય છે, નહિ કે ડિયાળનાં કાંટાથી. જે માણસ સારામાં સારા વિચાર રાખે છે, ઉત્તમ મનેાત્તિએવાળા છે અને જે સારાં કામ કરે છે, તેજ માણસ સૌથી વધારે જીવે છે. ”
દેશની પ્રત્યેક પાઠશાળા, પ્રત્યેક ધર, પ્રત્યેક રસ્તાની બાજુએ અને પ્રત્યેક યુવક યુવતીના શયનાગરમાં એ સૂત્રેા ટાંગેલાં હાવાં જોઇએ કેઃ
સુચારિત્ર્યજ ધર્મ છે, સુચારિત્ર્યજ મેાક્ષ છે;
સુચારિત્ર્યજ શક્તિ છે, સુચારિત્ર્યજ દ્રવ્ય છે, અને સુચારિત્ર્યજ બધી ઉન્નતિઓનું મૂળ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com