________________
૬૨૮
ઉમાતા કી મહત્તા
ગુલામીની ભાવના છોડે (લેખક-સંત પંલ રિશાર-દલિતકેમ તા. ૧ર-૧૦-૨૬ના અંકમાંથી) હિંદમાં કયાંયે રવતંત્રતા નજરે પડતી નથી. હરેક ઠેકાણે સ્વતંત્રતાને દબાવી દેવામાં અાવેલી છે. જીવનના દરેક વ્યવહારમાં તેને ગુંગળાવી નાખવામાં આવી છે. બાળકની સ્વતંત્રતાપર માબાપની એકહથ્થુ સત્તાને સોટો ઘુમ્યા કરે છે. સ્ત્રી એના પર પુરુષો રાજ્ય કરે છે અને સમાજ ન્યાતજાત અને રૂઢિનાં બંધનોમાં જકડાયેલો છે. દેશનાંજ બાળકે એકબીજાને ગુલામ બનાવતાં હોય, ત્યારે પ્રજા તે કેવી રીતે મુક્ત-સ્વતંત્ર થઈ શકે ?
તમારે હિદને સ્વતંત્ર બનાવવું છે ? તે પહેલાં જ તમે તમારી જાતને મુક્ત કરો ! તમારી પરવશતાનું કારણ તમારી અંદર રહેલી ગુલામીની ભાવના છે. આ ગુલામીની ભાવના તમારા પિતાના મકાનમાં બાળપણથી જ શરૂ થઈ જાય છે. એ મકાનોમાં નાનપણમાં જ તમારા મગજપર કેમ તાબે થવું, એ ભાવનાએ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. કેવી રીતે મહાન થવું. એ ભાવના ત્યાં શીખવવામાં આવતી નથી.
બીજાને તાબે થવું-અજ્ઞાપાલક બનવું એ પણ ખરેખર એક મોટી ફરજ છે મહાન ધર્મ છે; પણ ક્યાં અને કયારે આજ્ઞાનું પાલન કરવું, એ સમજવું જોઈએ. હિંદની પ્રજાને આય આદર્શ, પ્રાચીન ધર્મ એ કંઈ વડીલેની આજ્ઞા-હુકમને આંખ મીંચીને પાળ્યા જવાનું કહેતો નથી. પ્રાચીન ધર્મ તે કહે છે કે, માતા-પિતાને માન આપે, ગુરુના હુકમને તાબે થાઓ. આ જમાનામાં તો આખા દેશને દોરનાર ગુરુ હોઈ શકે. તેના હુકમને માથે ચઢાવો એ પ્રકૃતિના હુકમને માન્યા બરાબર છે. ફરજને સવાલ આવી તમારી સામે ખડો રહે, ત્યારે તમે તમારી જાત કરતાં કુટુંબની, કુટુંબ કરતાં દેશ અને દેશ કરતાંયે માનવજાતિના હુકમ ઉઠાવી લેજે-તે હુકમની બજવણી કરશે. આ રીતેજ તમે ખરે ખરા સ્વતંત્ર બની શકશે. પણ તેની સાથે વિષ્ણુ ભગવાને ભરેલાં પેલાં ત્રણ ડગલાંની કથા હમેશાં યાદ રાખજો ! એ ત્રણ કદમ તે સામાજિક, આર્થિક અને ધાર્મિક સુધારણાનાં છે.
સામાજિક સુધારણા માટે સ્ત્રીઓને કેળવણી આપવી પડશે. લગ્નના નવા કરાર અને આદર્શ રાખવા પડશે–લાકડે માંક ૬ વળગાડી દેવા સરખા હાલના રિવાજ નહિ ચાલી શકે; અને જે સઘળી બનાવટી દિવાલો ખડી કરી છે તેને તેડી તેડી જમીનદોસ્ત કરવી પડશે. આ દિવાલો તે ખાસ કરીને આજ રસકવિનાની મુડદાલ બનેલી અને માણસને કચડી નાખનારી ન્યાતજાતની છે.
નાણાંની બાબતમાં સબળને હાથે નિર્બળની અને ધનવાનને હાથે ગરીબની થતી બરબાદીને અંત આણ જોઇશે. કારખાનાં અને નરકાગાર સરખાં શહેરના વેપારધંધાને વેગળા ફેંકવા માટે ઘર-ઉદ્યોગ અને ગામડાંના કસબાનો વિકાસ કરવો પડશે. આ ઉપરાંત પુખ્ત ઉંમરનો પુત્ર બાપકમાઈપર જીવે અને બાપ છેકરાના ગુજરાન માટે અનેક અટકળો બાંધતે રહે, એ બને શરમભરેલું છે.
ધર્મની બાબતમાં તેનું નવેસરથી મંડાણ કરવું પડશે. ધર્મમાંથી મગરૂબી અને સ્વાર્થનું જડમૂળ ખાદી કાઢવું જોઈએ.
આ રીતે તમે સ્વતંત્ર બની શકશે. સાચી મુક્તિ-સ્વતંત્રતા આ રીતે જ મળશે.
ગઉમાતા કી મહત્તા (લેખક-કવિવર હરિશંકર શમ-વિશ્વામિત્રના તા. ૨૮-૬-૨૭ ના અંકમાંથી). ભેદ-ભાવ ભૂલકર સબક સમાનતા સે, દૂધ, દહીં, છૂત, માવા, માખન ખિલાતી હૈ. છે તે જોતાતે હૈ બૈલ, સિંગતે હૈ ખેતી કે ખીંચતે હૈ ગાડી અન્ન-પટ ભી દિલાતી હૈ. હાડ મલ-મૂત, ચામ–ચબી ચલાતે કામ, વ્યય કે બચાતી, તુચ્છ તિનકે ચબાતી હૈ. જીવન મેં જગ કી ભલાઈ કરતી હૈ ગાય, મરને પૈ જનતા કી જતી બન જાતિ હૈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com