________________
દરેજ ૬૦ હજાર ચોપડીઓ !
૬૨૭ હિંદુસમાજ!તને સમર્પણ! ધૂળ પડો તારા હિંદુપણું ઉપર!! એક હિંદુ અબળાનો પુકાર ! અને હિંદુસમાજ! સાંભળ. કાં તે હવે તું જઈને દરિયામાં પડ કે કાંતે ઋષિમુનિઓ તરફ વળ !!
( “પ્રતાપ” પત્રમાં પ્રગટ થયેલી હદયદ્રાવક હકીકત ) હું બ્રાહ્મણ જાતની ઉંચા ખાનદાનની ગરીબ અનાથે સ્ત્રી છું. કેટલાંક વર્ષો થયાં પ્રભુની મારા ઉપર કરડી નજર છે. મારા પતિ દિવાના બની મને ત્યજી પરદેશ ચાલ્યા ગયા છે. બે વર્ષ થયાં તેનો કંઈ પત્તો નથી. હાલ મારી ઉંમર લગભગ ૧૮-અઢાર વર્ષની છે અને મારે ચાર વર્ષનું અભાગીઉં બાળક છે. દળણાં દળી અને ચરખો કાંતી હું મારું અને મારા અભાગી બાળકનું પોષણ કરું છું, પરંતુ કેટલાક દિવસ થયાં મારા ઉપર નવી આફત આવી પડી છે. અહિંયાંના પલિસના કોઈ મુસલમાન અધિકારીઓ અને ધર્મભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ( આ અધિકારીઓનાં નામ “પ્રતાપ’ના સંપાદક મહાશય પાસે આવી ગયાં છે. જે યોગ્ય સમયે તે પ્રગટ કરશે. ) પહેલાં તો તે લોકોએ મારી પાસે એક હલકી સ્ત્રીને મોકલી. એ સ્ત્રીએ મને અનેક લોભ-લાલચથી ફસાવવા ચાહ્યું. મને કહે કે શામાટે દુ:ખો સહન કરે છે ? પિલિસના એક અમલદારનું ખાવાનું કરવું અને બેઠાં બેઠાં મેજ ઉડાવવી. એને તારા ઉપર દયા આવી છે, માટે તારી પાસે મને મોકલી છે. મેં એ બાઈને ચેઓ ઇનકાર સંભળાવ્યો. કેટલાક દિવસ બાદ ફરી તે સ્ત્રી મારી પાસે બત્તી વખતે આવી અને કહ્યું કે, અમલદાર સાહેબને તારા ઉપર દયા આવી છે; માટે તને કંઈ ખેરાત આપવા બેલાવેલ છે. ઉભા ઉભાં પાછું આવવું છે, ચાલ હું તારી સાથે આવું. મેં વિચારીને રાત્રિને વખતે જવાની ના પાડી. એજ રાત્રે લગભગ અગી. આર વાગે બે માણસ સફેદ પાયજામા પહેરી મારા મકાનમાં ઘુસી આવ્યા અને મને હરકત કરવા લાગ્યા. ડરની મારી મેં બૂમ પાડવી શરૂ કરી અને પાડોશનાં માણસે ભેળાં થઈ ગયાં; એટલામાં તો તેઓ બંને ગસ્તના માણસ છે, એમ બહાનું બતાવી છટકી ગયા. પાડોશીઓએ પણ પોલીસનાં માણસે ધારી ડરથી કાંઈ ન કહ્યું. એ વખતે એમ માલમ પડી ગયું કે, એ બંને માણસ એક થાણાના અધિકારી છે. પિલિસના મુસલમાનો હજી સુધી મને તંગ કર્યા કરે છે. કેટલાક દિવસમાં ૩૪ મી કલમ મુજબ મારું જૂઠું ચવાણું કર્યું. એક કેસ તો હાલ પણ લાગેલો છે. મેં મારા સર્વે હાલ–ડવાલના ખબર અરજીદ્વારા પોલિસ સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબને મોકલ્યા છે અને મથુરા જીલ્લાના કલેકટર સાહેબ ઉપર પણ પ્રાર્થનાપત્ર મોક૯યું છે. પરંતુ હજી સુધી સુનવાઈ થઈ નથી અને પોલિસવાળા હજી સુધી ઠેકાણે આવ્યા નથી. અગર સરકાર કે હિંદુ જનતા મારી કષ્ટકથા ઉપર ધ્યાન નહિ દે તે હું અબળા મારો ધર્મ નહિ છેડતા કાઈ કૂવા કે તળાવમાં ડૂબી મારો પ્રાણ તજીશ ! શું હું આશા રાખું કે સરકાર તથા હિંદુજનતા મારી. ધર્મરક્ષાનો કંઈ પ્રબંધ કરશે ?
અભાગી ચમેલી
હે ભગવાન ! આ આર્યદેવીને પુકાર તારા પ્રત્યે પણ ન થયો હોય તો જરૂર થાઓ, તને સંભળાઓ અને તેને ઉદ્ધાર થાઓ; પણ હે દીનાનાથ ! રોજ સેંકડો આવા રાક્ષસી દુરાચાર થઈ રહ્યા છે અને હિંદુઓ પોતે પણ તેમાં સામેલ છે ! હે દીનાનાથ ! કાં તે હવે અમે હિંદુજાતિને દરિયામાં ડૂબાવી દો, કે કાં તો અમારા ધનના કે ધનવાનના ગુલામ રાષ્ટ્રસેવકને અકકલ આપે.
દરરોજ ૬૦ હજાર પડીએ વટફર્ડ ખાતેની એક કંપની દરરોજ ૬૦ હજાર ચોપડીઓ પ્રકટ કરે છે. દરરોજ આ કંપનીના મકાનમાં ૨૦ ટન કાગળે દાખલ થાય છે અને પુસ્તકના આકારમાં તે બહારની દુનિયામાં જાય છે.
( “ખેડાવર્તમાન” તા. ૬-૭–૧૯ર૭ ના અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com