________________
નિબળતાના કારણે અને તેના ઉપાય
૨૩ રસ્ત, સુંદર અને સારા વિચારવાળી તેની પ્રજા ઉત્પન્ન થાય છે. આજકાલ તે કેવળ વિષયવાસનાની નિવૃત્તિ અને કામાગ્નિને શાંત કરવા અર્થે રતિક્રીડા થાય છે, અને સમાગમ કરતી વખતે એકબીજાને છેતરવાની-ખોટા પ્રેમ દેખાડવાની બિભત્સ વાતસિવાય બીજું કાંઈપણું હેતું નથી. જેના પ્રતાપે આજકાલની પ્રજા વિષયમયજ જન્મે છે અને નાની ઉમ્મરમાંજ નાની વયનાં છોકરાઓ એજ રમત રમે છે. આવી પ્રજાએ સ્વતંત્રતાની આશા રાખવી તે તો આકાશપુષ્પ, સસલાનાં શિંગ, ચકલીનાં દૂધ અને વાંઝણીના પુત્ર જેવું છે.
એક પેસે કે પાઈ ખોવાઈ જાય અગર હિસાબમાં મેળ ન આવતો હોય તે તેને માટે ઘણું દિલગીરી, ખેદ અને વિચાર થયા કરે છે, પરંતુ દિલગીરી આટલી છે કે ઘીનાં સે ટીપાં પચ્યા પછી એક ટીપું લોહી થાય છે; અને તે લોહીનાં સે ટીપાંનું એક વર્ષનું ટીપું બંધાય છે. તે વીર્યનાં અનેક ટીપાં જ્યારે પુખ્ત ઉમ્મર થયા પહેલાં વ્યર્થ નકામાં ફેંકી દેવામાં આવે છે, ત્યારે લેશમાત્ર પણ દિલગીરી થતી નથી, અને જ્યારે તેની સમજણ અને પશ્ચાત્તાપ થાય છે, ત્યારે તે ખોયેલી વસ્તુ મેળવવામાં અનેક ફાંફાં મારવાં પડે છે. ઝાડ ઉપરથી ફળ પાકાં થયા પહેલાં તેડી ખાવામાં આવે તો ખાટાં, તુરાં અગર બેસ્વાદ લાગે છે. રાંધવા મૂકેલા કોઈપણ પદાર્થ રાંધ્યા વગર ખાવામાં આવે તો બેસ્વાદ લાગશે; અને શરીરમાં અનેક વ્યાધિઓ ઉત્પન્ન કરશે. ઘરનાં ગટર કે મોરીને ગમે તેટલું સીમેન્ટનું પ્લાસ્ટર કરાવેલું હોય, પરંતુ તે પાકું થાય તે પહેલાં તેને ઉપયોગ કરવામાં આવે તે પ્લાસ્ટર ઉખડી, પાણી ઘરમાં ઉતરશે, જેથી આખી ઇમારત ડગમગી જશે. તે જ પ્રમાણે જે યથાવિધિ વીર્ય પરિપકવ થયા પહેલાં વાપરવામાં આવશે, તો સ્વાદ આવ્યા વગર શરીરરૂપી ઇમારતને ધક્કો લાગ્યાવિન રહેશે નહિ.
સંસારમાં છોકરાઓ એ એક ઉત્તમ વસ્તુ છે. જે ઘરમાં તે ન હોય તે દીવાવગરનું કહેવાય છે; પરંતુ છોકરાઓ પ્રમાણમાં હોય તે જ ઠીક. મારા ખ્યાલમાં તો મજબૂત તંદુરસ્ત બે છોકરા અને એવી જ એક છોકરી બસ છે. વધારે પ્રમાણમાં પ્રજા એ પણ એક દરિદ્રતાની નિશાની છે. વધારે પ્રજા ઉત્પન્ન કરી ઉછેરવામાં સ્ત્રીની તંદુરસ્તીને તો અંતજ આવી જાય છે. પુરુષ તે વધારે છોકરાંથી કંટાળી ઘરથી બહાર પણ જતો રહે; પણ સ્ત્રી બિચારીને ભોગવ્યાવગર છુટકોજ નથી.
આજકાલના સુધરેલા જમાનામાં દરેક પ્રકારની સ્કુલો, કાલે વગેરે ઉઘાડવામાં આવી છે; પણ કેાઈ સ્કુલ કે કૅલેજમાં બેટા થવું, બાપ થવું, ધણી થવું, એવું શીખવાડવામાં આવતું નથી. લગભગ દરેક માણસને આ ત્રણ અવસ્થામાંથી પસાર થવું પડે છે. દરેક અવસ્થામાં આકાશપાતાળ જેટલો અંતરાય છે.
કાયદાની અજ્ઞાનતાથી આરોપીને લાભ મળી શકતો નથી. આ નિયમ કાંઈ એકલા રાજ્યકર્તાના કાયદાને જ લાગુ પડે છે એમ નથી, પરંતુ કુદરતના નિયમને પણ લાગુ પડે છે. આયુર્વેદના નિયમોનું ઉલ્લંઘન કરવાથી કુદરત તરત શિક્ષા આપે છે, તેમાં બહારના પૂરાવાની પણ જરૂર હોતી નથી.
છોકરાઓની કેટલીએક ખરાબ ટે માબાપની નાની ભૂલનાં ગંભીર પરિણામો હોય છે. જેમકે નાની વયના છોકરાને રમાડતી વખતે વારંવાર તેની ઉપસ્થ ઈંદ્રિયને હલાવી રમાડે છે; અથવા તો તેને એવી રીતે તેડવામાં આવે છે કે તેનો તે ભાગ તેડનારના શરીર સાથે ઘસાયા કરે છે. ઘસારાથી અગર તે હલાવવાથી ઇન્દ્રિય જાગૃત થાય છે; પરંતુ અંડકેશમાં વિર્ય ઉત્પન્ન કરવાની શક્તિ ન હોવાને લીધે તેમાંથી કંઈ નીકળી શકતું નથી, પણ જેમ જેમ છોકરાઓ મોટા થાય છે અને નાનપણની કુટેવને લીધે કઈ કઈ વખત સરખી ઉમ્મરનાં બાળકો રમતમાં પણ તે કિયા ચાલું રાખે છે, જેના પરિણામે ઘસારાથી ગરમી ઉત્પન્ન થઈ અંડકોશ પરિપકવ થયેલા હોવાથી વીર્ય બહાર નીકળી પડે છે, અને તે ક્ષણિક આનંદને લીધે પછી જે કુટેવ પડે છે, તો તે સર્વસ્વનાશ કરીને જ જાય છે.
અગર તો માબાપને એવી ખરાબ ટેવ હોય છે કે, બાળકોને નાના ધારી તેના રૂબરૂજ અનેક ચેષ્ટાઓ કરી તેની સામે જ રતિક્રીડા પણ કરે છે, પણ તેઓ જાણતા નથી કે બચ્ચાંની યાદશક્તિ, નકલ કરવાની ટેવ, પૂર્વજન્મના સંસ્કારને લઈને તીવ્ર હોય છે. માબાપને જોઈ તે પણ રમતમાં તેજ રમત રમે છે; અને એ રમત અંતે તેમની પાયમાલીનું કારણ થઈ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com