________________
જગદ્ધર ભટ્ટનું દીનાકંદન
૧૫૩
બિલકુલ કામનું નથી અને કૃપાળુ હોઈને પણ જે પરમાર્થ સાધન નથી કરી શકતો-જે પારકાનું હિત કરવામાં સમર્થ નથી નિવડત તેની તે કૃપાળુતા પણ કંઈ કામની નથી. આપમાં તે શક્તિ પણ છે અને કૃપા પણ છે. આ તરફ ગરીબમાં ગરીબ હું, યમરાજના ભયથી ભયભીત થઈને આપને શરણે આવ્યો છું અને આપની સમક્ષ હાજર છું. આ દશામાં મારા જેવા આશ્રયરહિત સાથે આપને કેવી રીતે વર્તવું જોઈએ, તે આપ પોતે જ જાણતા હશે. મારે તેને ઉલ્લેખ કરવાની જરૂર નથી.
आर्तिः शल्यनिभा दुनोति हृदयं नो यावदाविष्कृता । सूते लाघवमेव केवलमियं व्यक्ता खलस्याग्रतः ॥ तस्मात्सर्वविदः कृपामृतनिधेरावेदिता सा विभो ।
येद्युक्तं कृतमेव तत्परमतः स्वामी स्वयं ज्ञास्यति ॥ જન્મ-જરા-મરણનાં દુઃખની વાત જ્યાં સુધી મુખે નથી કહેવાતી ત્યાં સુધી તે હદયમાં એટલું દુઃખ આપે છે કે જાણે કાળજામાં તીર પેસી જવાથી વેદના ન થતી હોય, પરંતુ કે સહદય અને સમર્થની સમક્ષજ તે વાત કહી શકાય છે, કેમકે ત્યારે જ તે દુઃખની વેદના કંઈ ઓછી થાય છે. દુર્જન અને હૃદયહીનના આગળ કહેવાથી લાભ તો કંઈ થતું નથી, પણ ઉલટાં હલકા પડાય છે, મશ્કરી થાય છે; તેથીજ આપને સર્વસમર્થ, સર્વજ્ઞ અને કૃપામૃતના મહા
ને મેં મારા દ:ખની કથની કહી સંભળાવી છે. બસ. મારું કર્તવ્ય પૂરું થયું. જે કંઈ યેગ્ય હતું તે મેં કરી દીધું. ત્યાર પછી શું કરવું તે તો આપ જાણો અને આપનું કામ જાણે. મને વિશ્વાસ છે કે, આપથી આપનું હવેનું કર્તવ્ય ગુપ્ત નથી. આપ તેને સારી રીતે સમજતા હશે. विश्रान्तिर्न कचिदपि विपदगीष्मभीष्मोष्पतप्ते चिते वित्ते गलति फलति प्राक्प्रवृत्ते कुवृत्ते । तेनात्यन्धं सपदि पतितं दीर्घदुःखान्धकूपे मामुद्धतु प्रभवति भव त्वां दयाब्धिं विना क:
દુઃખરૂપી ગ્રીષ્મઋતુના ભીષણ તાપથી તપેલા મારા મનને ક્યાંય પણ આરામ નથી. મારી પાસે પૈસા નથી, ધન ધાન્યને પણ નાશ થઈ ગયો છે. પૂર્વજન્મ સંચિત દુત્તિઓ, આ જન્મમાં તેના માઠાં પરિણામ ખૂબ આપી રહી છે. એ દુ:ખપરંપરાઓથી આંધળો બનેલો હું ઘર દુ:ખરૂપી અંધારા કુવામાં પડી ગયે : તેમાંથી મને બહાર કાઢવાનું બળ આપ સિવાય બીજા કોઈની પાસે થી, કેમકે આપ કરૂણાસાગર છે-આપ દયાસાગર છો. આ સિવાય બીજા કેની પાસે હું ઉદ્ધાર માટે પ્રાર્થના કરું. હે પ્રભો! આ ઘર યાતનાઓમાંથી જે કઈ મારે છૂટકારો કરી શકે તેમ હોય તો તે એક માત્ર આપજ છે.
जानुभ्यामुपसृत्य रुग्णचरणः को मेरुमारोहति । श्यामाकामुकबिम्बमम्बरतलादुत्प्लुत्य गृह्णाति कः॥ को वा बालिशभाषितैः प्रभवति प्राप्तुं प्रसादं प्रभो ।
रित्यन्तर्विमृशन्नपीश्वर बलादाास्मि वाचालितः ॥ શું કદિ કેઇએ લંગડાને ઘૂંટણીએ ઘૂંટણીએથી સુમેરૂ પર્વતના શિખર ઉપર પહોંચેલો જોયો છે? અથવા શું કદિ કોઈપણ માણસને આકાશમાં ઉડીને રજની પતિ ચંદ્રમાને ખેંચી લાવતો જોયો છે? કેઈએ નહિ. એ વાત સંભવિતજ નથી. એ રીતે મારા જેવો મૂઢ માણસ આ સ્તોત્રામાં કરવામાં આવેલા મૂર્ખતાપૂર્ણ બકવાદથી આપને પ્રસન્ન કરવા-આપને પ્રસાદ પામવા-પ્રયત્ન કરે છે, તે પ્રયત્ન સફળ થવાનો સંભવ નથી. હે ઈશ્વર, હું એ સારી રીતે જાણું છું. હું જાણું છું કે, આ રીતના નીરસ શબ્દવિલાસ અથવા મિથ્યાપ્રલાપોથી હું આપને પ્રસન્ન નહિ કરી શકું; પણ હું તો કરું શું ? હું વેદનાઓથી ગભરાઈ ગયો છું, દુઃખોથી તરફડીઆ મારું છું. તેજ મને જોર જુલમથી વાચાળ બનાવે છે તેજ મને બોલવાની ફરજ પાડે છે. धत्ते पौण्डकशर्करापि कटुतां कंठे चिरं चर्विता वैरस्यं वरनायिकापि कुरुते सक्तया भृशं सविता । उद्वेगं गगनापगापि जनयत्यन्तर्मुहुर्मजना विश्रद्धां मधुरापि पुष्यति कथा दीर्घेति विश्रभ्यते ॥
અનેક દિવસ સુધી ખાતા રહેવાથી અત્યંત મીઠી શેરડીના રસની બનેલી સાકર ઉપર પણ અરૂચિ થાય છે. અલૌકિક સુંદરી નાયકાનું પણ અતિ સેવન કેટલાક સમય પછી નીરસ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com