________________
૧૫૪
જગદ્મર ભટ્ટનુ દીનાચંદન
જાય છે, તેનાથી પણ કટાળે! આવી જાય છે. ભગવતી ગંગામયાના જળમાં અનેક ડૂબકાં ખાવાથીતેમાં વારંવાર સ્નાન કરવાથી મનમાં ઉર્દૂગ થયાસિવાય રહેતા નથી. એજ રીતે મહામર અને મનેાર્જક વાર્તા પણ, બહુ લખાવીને કહેવામાં આવે તે તેમાંથી સાંભળનારની શ્રદ્ધા જરૂર ઉઠી જાય છે, એમ સમજીને હું મારી આ કરૂણ-કથાને હવે સમાપ્ત કરૂં છું. इत्थं तत्तदनन्तसन्ततलसश्चिन्त शतव्यायतव्यामोहव्यसनावसन्नमनसा दीनं यदाक्रन्दितम् | तत्कारुण्य निधे निधेहि हृदये त्वं ह्यन्तरात्माखलं वेत्स्यन्तः स्थमतोऽहंसिप्रणयिनः क्षन्तुं ममातिक्रमम् હે કરૂણાસાગર ! મને એક બે ચિંતા નથી સતાવતી. હું તેા સેંકડા ચિ ંતાઓનેાશિકાર થઈ ચૂકયા છું. વળી એ ચિંતા એવી નથી કે જે એ ચાર ઘડી કે દિવસસુધીજ મને સતાવતી હૈાય નહિં, તેમ નથી. તેને હુમલે તે મારાઉપર સતત ચાલુજ રહે છે, તેથી એ કારણેાને લીધે મારા હૃદયમાં જે મહામેાહને વાળ ભરાયા છે તેણે મારા મનને બહુજ દુ:ખી અને હિન્દ વિચ્છિન્ન કરી નાખ્યું છે. મારૂ' આ દીના*દન તેનુંજ પરિણામ છે. તે આપ દયા કરીને, મારી આ કકળને સાંભળીને યાગ્ય લાગે તેમ કરજો; તે ઉપરાંત હું ખીજું શું વધારે કહું ? આપ તે। પ્રાણીમાત્રના અંતરાત્મા છેા, સૌના મનની વાત જાણેા છે, તેથી મારી–દાસની– પ્રેમીની આ વાચાળતારૂપ......ને ક્ષમા કરજો.
ભગવાન સદાશિવ જગદ્દરભટ્ટની કહેલી ઉક્તિએમાં એક ઉક્તિના થોડા ભાગ બાદ કરીને બાકીની બીજી મારા તરફથી પણ કહેલી સમજવાની કૃપા કરજો. તે એક ઉક્તિના એક ભાગથી મારી કહેવાની મતલબ જ્ઞાનરૂપી નેત્ર સાથે છે. જગદ્દરને તે ત્રીજું નેત્ર હતું; પણ હું તેા એનાથી સર્વથા વંચિત છું, તેથી હું આપની સવિશેષ કૃપાને અધિકારી ધ્રુ` કે નહિ તેને ચુકાદ આપજ આપશે.
memor
साहित्यनो साचो सेवक - हुअनसंग
( લેખકઃ-ગારીશકર ગાવનરામ જોષી )
ખૌદ્ધધર્મના મૂળ ગ્રંથા મેળવીને અભ્યાસ કરવાના હેતુથી શ્રી હર્ષોંના સમયમાં ચીનથી એક મુસાફર આવ્યા હતા. તેનું નામ હુએનસંગ. તે પંદર વર્ષ સુધી હિંદુસ્તાનમાં રહ્યા ને પછી ચીનમાં ગયા. ખુદેવની ૧૫૦ યાદગાર વસ્તુએ, એક સાનાની મૂર્તિ, એક ચંદનની મૂર્તિ, એક ચાંદીની મૂર્તિ ને ૬૫૭ પુસ્તકા; આટલેા સામાન લઈ તે ચીનમાં પાછેા વળ્યેા. ચીનના શહેન— શાહે તેને એક પ્રાંતના હાકેમની જગ્યા આપવા કહ્યું; પણ હુએનસ ંગે જવાબ વાળ્યોઃ—“ મારે તા ચીન દેશની સેવા કરવી છે. ”
હુએનસંગે પેાતાનું કામ એક ચિત્તથી શરૂ કર્યું. બરાબર બીજા ૨૦ વર્ષ સુધી એણે બૌદ્ધધર્માંનાં પુસ્તકાના ચીનાઇ ભાષામાં અનુવાદ કર્યાં. આવી રીતે એણે ૭૪ પુસ્તકાના અનુવાદ કર્યાં. જ્યારે એને લાગ્યું કે હવે વખત ભરાઇ ગયા છે તે શરીરમાં શ્રમનાં ચિન્હ જણાય છે, ત્યારે પોતાના એક મિત્રને ખેાલાવી તે બધા અનુવાદો સાંભળવા લાગ્યા. જે દિવસે પેાતાના બધા અનુવાદો સાંભળી રહ્યા તે દિવસે શાન્તિથી પેાતાની જન્મભૂમિ માતા-ચીનના ખેાળામાં એ સૂઇ ગયા. બસ, આ એના છેલ્લા દિવસ બન્યા. પેાતાના સાઠે વના જીવનમાંથી પહેલાં પચીસ વર્ષોં વિદ્યાન ભ્યાસમાં ને છેલ્લાં પાંત્રીસ વર્ષોં દેશસેવામાં ગાળનાર હુએનસંગની સમાધિ હજી ચીનમાં ભક્તિપૂર્વક સચવાઇ રહી છે.
ખરેખર, શુભ સંકલ્પમાં અપાર શક્તિ છે. ફળ મળે વા ન મળે, પણ મનુષ્યમાં ઈશ્વરે જે અમર સંસ્કાર મૂક્યા છે, તેને ઇશ્વરી ન્યાય ( થાપણુ ) માની, એ સંસ્કારને વિકસાવી, તેને માનવજાતના હિતમાં મદદગાર અને તેમ કરવા, એ સનાતનધર્મ હુએનસ’ગના જીવન્ત ઇતિહા
સમાં ભર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com