________________
જગદ્ધર ભટ્ટનું દીનાકંદન
१५ રૂદન અને રૂદનજ છે. કેટલાક લોકો તો એટલા કરૂણ છે કે કઠોર હદયોને પણ હલમલાવી દ.
કરૂણાકંદન-સ્તોત્ર સમાપ્ત કરતાં જગદ્ધરભટ્ટ કહે છે – अज्ञानान्धमबान्धवं कवलितं रक्षाभिरक्षाभिधैः क्षिप्तं मोहमहान्धकूपकुहरे दुहृद्भिराभ्यन्तरै । क्रन्दन्तं शरणागतं गतधृति सर्वापदामास्पदं मा मा मुञ्च महेश पेशलदशा सत्रासमाश्वासय ॥
આને ભાવાર્થ સમજાય કે ન સમજાય. તેની શબ્દરચના, તેનું શબદલાલિત્ય, તેના અનુપ્રાસયુક્ત કેથીજ ઘણેખરે આનંદ મળી રહે છે; અને વારંવાર વાંચવાનું મન થયા કરે છે, એ બહુજ કોમળ કૃતિ છે-બહુજ કમળ-કાન્ત-પદાવલી છે. તેને અર્થ આ પ્રમાણે છે.
હું અજ્ઞાનથી આંધળો થઈ રહ્યો છું, મારી સદવિચાર શક્તિ જતી રહી છે, હું સગાં સંબંધીવિનાનો છું, મારે કોઈ સહાયક નથી, મને આશ્વાસન આપનાર કોઈ નથી, ઈ ક્રિયા નામના રાક્ષસો મને ખાઈ જાય છે, શરીરમાં રહેલા કામ-ક્રોધાદિ શત્રુઓએ મને મોહરૂપી મહાઅંધારા કુવાના પલાણોમાં ઘુસાડી દીધો છે; તેથીજ હું ત્યાં પડયો પડયો રૂદન કરું છું. મારી ધીરજ ખૂટી ગઈ છે. જન્મ-જરા-મરણરૂપી અનેક દુઓએ મને ઘેરી લીધું છે. હું ઘણાજ અકળાયા છું, બહુજ ગભરાય છું, તેથી આપને શરણે આવ્યો છું. મારે બીજું કાઈ ઠેકાણું નથી, જે રીતે થઈ શકે તે રીતે મારી રક્ષા કરો. મને તજશો નહિ. મારા જેવા ભયભીત, દુઃખી અને ત્રાસી ગયેલા પાપીને આપ આપની કોમળ અને કરૂણાભરી દૃષ્ટિથી કંઈક આશ્વાસન તો આપો. પરંતુ ત્યાંથી જ્યારે કંઈ પણ આશ્વાસન-બશ્વાસન ન મળ્યું, ત્યારે તેઓ કહે છે કે –
यद्विश्वोद्धरणक्षमाप्यशरणत्राणैकशीलापिते । . मामात दृगुपेक्षते स महिमा दुष्टस्य मे कर्मणः ॥ देव्यां दिव्यतमैः पयोधरभृतैः पृथ्वी पृणत्यां कणा ।
द्वित्राश्चेन्न मुखे पतन्ति शिखिनः किं वाच्यमेतद्दिवः ।। આપની દષ્ટિ કાંઈ ગમે તેવી નથી. તે મારું જ નહિ પણ આખા વિશ્વને પણ ઉદ્ધાર કરી શકે તેવી છે. તેણે તે નિરાશ્રિતોને આશ્રય આપવાનું જેને કંઈ ઠામઠેકાણું નથી તેઓનું રક્ષણ કરવાનું–બીજ ઝડપેલું છે. એમ હોવા છતાં પણ તે મારા તરફ ઉપેક્ષાવૃત્તિ રાખી રહી છે, તેમાં તેની કૃપણુતા નથી. તેમાં તેને કંઈ દોષ નથી. આ બધો દોષ મારાં કુકર્મોનો જ છે. જે આકાશ વાદળાં મારફતે અમૃત જેવા જળની વૃષ્ટિ કરીને આખી પૃથ્વીને ભિંજવી દે છે તેનાં બે ચાર બિંદુ પણ જે મયૂરના મુખમાં ના પડે તો તેમાં તેનો શે દોષ? દોષ તો એ અભાગીઆ મયૂરનોજ ગણવો જોઈએ.
આ રીતે રૂદન કરીને જગદ્ધર ભટ્ટે પિતાનું કરૂણાકંદન સમાપ્ત કર્યું છે. ત્યારપછી તેઓ પિતાના દીનાકંદનની શરૂઆત કરીને પોતાની દીનતા બતાવવાનું ચાલુ રાખે છે. ૧૩ર કે સુધી તેઓ પોતાનો આ ક્રમ ચાલુ રાખે છે. તેત્ર સમાપ્ત થવા આવ્યું, ત્યારે તેમણે રૂદનની હદ આણી દીધી છે. આ સ્તોત્રના પાછલા ભાગના કેટલાક લોકો ચૂંટી કાઢીને નીચે આપવામાં આવે છે.
नाथ प्राथमिक विवेकरहितं तिर्यग्वदस्तं वय । स्तारुण्यं विहतं विराधितवधूविस्रम्भणारम्भणैः ।।
स्वामिन् संप्रति जर्जरस्य जरसा यावन्न धावन्नयं । __ मृत्युःकर्णमुपैति तावदवशं पादाश्रितं पाहि माम् ॥ નાથ, હું મારી દુર્ગતિનું શું વર્ણન કરું ? બાલ્યાવસ્થા તો મેં ખેલકૂદમાં ગુમાવી. તે અવસ્થામાં તે કાર્યાકાર્યનું મને કંઈ પણ જ્ઞાન ન રહ્યું, એટલે પશુ પક્ષીઓની જેમ ખેલવા કૂદવામાં અને ખાવા પીવામાં જ તે ઉંમર ગુમાવી દીધી. ત્યાર પછી યૌવન આવ્યું. તે ઉંમરનો નાશ મેં પ્રેમમાં કોપાયમાન થયેલી શ્રેષ્ઠ પ્રેમવાળી સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં અને મનાવવાસમજાવવામાં કર્યો. હવે આ વખતે હું વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો છું. મારું શરીર જીર્ણ થઈ ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com