________________
जगद्धरभट्टनुं दीनाक्रंदन
| (“સરસ્વતી” જુલાઈ, ૧૯૨૬ માંના મહાવીરપ્રસાદજી દ્વિવેદીના લેખ ઉપરથી )
કાશ્મીરના મહા કવિ જગદ્ધરભટ્ટની સ્તુતિ કુસુમાંજલીમાં ૩૮ તાત્ર છે. તે બધાની લોકસંખ્યા ૧૪૦૦ ઉપર છે. કોઈ સ્તોત્રને વિસ્તાર વધારે છે, તે કેઈન છે. કેટલાંક સ્તામાં તે સો સો, દોઢ દોઢસો લોક છે. જગદ્ધર મહા કવિ હતા. પરંતુ તેમણે પોતાની કવિત્વ શક્તિનો ઉપયોગ માત્ર શિવસ્તુતિ કરવામાંજ કર્યો. બીજા કોઈ પણ વિષય ઉપર તેમણે કવિતા ના કરી. આ વાત તેમના આ પુસ્તકની અંતિમ ઉક્તિઓથી સ્પષ્ટ માલુમ પડે છે. તેમણે વાદેવીને સંબધન કરીને કહ્યું છે કે, “તું ભયભીત અને ત્રાસ પામતી હશે કે બીજા કવિઓની જેમ કદાચ આપણું નાના નાના નરેશે અને ઠાકોર-દરબારોની મિથ્યા પ્રશંસા કરીને મને વધુ ભ્રષ્ટ ના કરે તો સારૂં. તું તારા એ ડરને છોડી દે. આનંદથી પ્રસન્ન વદન કર. જે, મેં તારો ઉપયોગ શિવસ્તુતિમાં કરીને તને કૃતાર્થ કરી છે. ”
સંસ્કૃત ભાષામાં તિ વિષયક સાહિત્ય ઘણું જ છે. સેંકડે નહિ, હજાર સ્તોત્ર, જૂદા જુદા દેવાની સ્તુતિનાં મળી આવે છે. પરંતુ જે રસ, ભાવ અને ઉક્તની વિલક્ષણતા જગદ્ધર ભટ્ટની કવિતામાં છે, તે મને તે બીજે કયાંય દેખાયાં નથી. તેમની કવિતાને વારંવાર પાઠ કરવા છતાંયે મન કંટાળતું નથી. મનમાં એમજ થયા કરે છે કે, હમેશાં તેને પાઠ કર્યા કરીએ. એકાન્તમાં આખે બંધ કરીને ભક્તિભાવપૂર્વક તેમની સ્તુતિઓને પાઠ કરવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે, તેને ખ્યાલ તો સહદય ભાવિકને જ આવી શકે. વાંચનાર સહદય હોય તો તેની આંખમાંથી આંસુ. ન ટપકે એ અસંભવિત વાત છે. જગહરે સ્તુતિકુસુમાંજલિના અંતમાં એ તેની સરસતા વિષે જે કંઈ કહ્યું છે, તે અક્ષરશ: સત્ય છે તેમનું કથન છે કે
इमां घनश्रेणिमिवोन्मुखः शिखी चकोरकः कार्तिकचन्द्रिकामिव । रथाङ्गनामा तरणेरिव त्विषं स्तवावली वीक्ष्य न कः प्रमोदते ॥ વર્ષાકાળની મેઘમાળાઓને જોઈને આકાશ તરફ ઉંચી ડોક કરી રહેલ મયૂર આનંદથી જેવો પુલકિત થઈ ઉઠે છે, કાર્તિક માસના પૂર્ણ ચંદ્રની ચંદ્રિકાના દર્શનથી ચકારપક્ષી જેવું પ્રમોદમત્ત થઈ જાય છે, પ્રાતઃકાળની સૂર્યપ્રભાનાં દર્શનથી ચક્રવાકનું ચિત્ત જેવું આનંદમગ્ન થઈ જાય છે, તે જ પ્રમાણે મારી આ છે, તેજ પ્રમાણે મારી આ સ્તવાવલીનો પાઠ કરીને એ કયો ચૈતન્યવાન માણસ હશે કે
વાવલીને જે તેના અલૌકિક રસ અને સાંદર્ય ઉપર મુગ્ધ ન થાય ?
मनस्विनीनामिव साचि वीक्षितं स्तनध्नयानामिव मुग्धजल्पितम् ।
अवश्यमासां मधु सूक्तिवीरुधां मनीषिणां मानसमायिष्यति ॥
માનિની કુલકામિનીઓનાં કુટિલ કટાક્ષ જેવી રીતે કામીઓના હૃદયને પાણી પાણી કરી નાખે છે અને બાળકોનાં મધુર મધુર વચનો જેવી રીતે માણસના હૃદયને હલમલાવી દે છે, તે જ રીતે મારી આ સુંદર ઉક્તિરૂપી લતાઓનાં ફૂલોનું મધ યાને રસાયન પણ સહદય માણસના અંતઃકરણને જરૂરજ પીગળાવ્યા વિના નહિ રહે.
બરાબર વાત છે. જગદ્ધર ભટ્ટે વાપરવા “અવશ્ય’ શબ્દ તરફ તે જુઓ. તેમને વિશ્વાસ હતો કે તેમની સૂક્તિએ સરસ હૃદયવાળાઓનાં હદય પર અસર કર્યા વિના નહિજ રહે. તેમની આ ભાવના સોળ સોળ આના સાચી છે. સહૃદયોને રડાવનારી-તેમના હૃદયને પાણી પાણી કરી નાખનારી જગદ્ધર ભટ્ટની વાણીના કેટલાક નમૂના આજે અમે વાંચકવર્ગ સમક્ષ રજુ કરીએ છીએ.
સ્તુતિ કુસુમાંજલિના દશમા સ્તોત્રનું નામ કરૂણાકંદન છે; તેમાં ૯૧ શ્લોક છે. તેમાં તેના નામ પ્રમાણે કવિએ ભારે કરૂણાજનક રૂદન કર્યું છે. સ્તુતિ, પ્રશંસા, ઉપાલંભ સર્વ કંઈ કરીને
તેમણે શિવજીના હૃદયમાં કરૂણા ઉપન્ન કરવાને યત્ન કર્યો છે. તેની આગળના અગીઆરમાં • સ્તોત્રનું નામ તેમણે દીનાકંદન રાખ્યું છે. તેની લોકસંખ્યા ૧૪૧ છે. તેમાં પણ આશ્ચંત રૂદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com