________________
મહાત્મા જાનકીવર શરણુજી
૧૪૯
મુખનું નૂર (પ્રતિબિંબ ) અથવા પ્રત્યેક સાયંકાળને અંધકાર તેની લટોની છાયા છે. ” શ્રી મહારાજજી પણ ત્યાંજ બેઠા હતા. તેમણે કહ્યું:-મોલવી સાહેબ ! તેને અર્થ તે આ પ્રમાણે છે . કે-“હૈયાની આંખ ઉઘડી હેય તો એકજ માશુકને જુઓ. પ્રત્યેક પ્રાત:કાળે તેનું જ મુખ જુઓ અથવા પ્રત્યેક સાયંકાળે તેની જ લટને જુએ. કોઈ વખત કઈ અંગની ઝલકથી ઉન્મત્ત બનો તે કઈવાર બીજી અંગની દમકથી મસ્ત રહો.” આ અર્થ સાંભળીને મોલવી સાહેબ સ્તબ્ધ થઈ ગયા અને કહ્યું કે, “કાજળ તો સર્વ કોઈ આજે છે, પણ અંજન અંજનમાં ફેર હોય છે ને ”
. ...મહારાજશ્રી એ સ્વામીજી તરફ જોઈને કહ્યું - “તેરે હી સુઝાયે સુઝે અસુઝ સુઝાવસે; તેરેહ બુઝાયે બુઝ અબુઝ બુઝાવસે.” સંવત ૧૯૩૨ માં તેઓશ્રીએ પંજાબની છેલ્લી યાત્રા કરી. તેઓ મુતાન થઈને કાશ્મીર ગયા. ત્યાંથી પાછા ફરીને લાહોર આવ્યા. ત્યાં જ તેમને શ્રી મેટા મહારાજની માંદગીનો તાર મળે. તેઓની ત્યાંથી તરતજ શ્રીઅવધ ચાલી નીકળ્યા. શ્રી સ્વામીજીના સ્વર્ગવાસને દિવસે સાયંકાળે પહોંચ્યા. ત્યારથી અવધમાંજ નિવાસ કર્યો. મહા વદી અમાસ સં૦ ૧૯૫૮ ને રોજ તેઓશ્રીને સ્વર્ગવાસ થયો. મહાત્મા જાનકીવરશરણુજી પ્રેમમાર્ગના સાધુ હતા. સ્વામી વલ્લભાચાર્યે ચલાવેલ પ્રેમમાર્ગ સુપ્રસિદ્ધ છે; પરંતુ શ્રી મર્યાદા પુરુષોત્તમ અને લીલા પુરુષોત્તમમાં ભારે અંતર તો એ છે કે, લીલા પુરુષોત્તમ ળ ક્ષણે મૂર્તિમાન હતા. શ્રીરઘુનાથજી સાથે એવો પ્રેમ કરવામાટે શ્રીમથિલેશનંદિનીની સખી બનવાની આવશ્યકતા છે. આ માર્ગમાં આપણા મહાત્માજીને ભગવત–પ્રેમ અખંડ હતા. તેઓશ્રીએ કદાપિ કોઈ વસ્તુની ઈરછા નથી કરી, કોઈ પાસે કંઈ માગ્યું પણ નથી કે પિતા પાસે કંઇ પણ રાખ્યું નથી.
તેમના ઉપદેશ મેં અનેકવાર સાંભળ્યા છે. તેમનાં વચનામૃતો દુઃખી હૃદયને શાંતિ આપતાં, એ ચાળીસ વર્ષની વાત છે. મહારાજ જંગબહાદુરનાં સગાંને નેપાળમાંથી દેશપાર કર્યો, ત્યારે તેમનાં કેટલાંક કુટુંબીઓ શ્રીઅવધમાં રહ્યાં અને તેમને દર્શને ગયાં. તેઓશ્રીએ શ્રીરઘુનાથજીના ચરિત્ર ત્રનાં દૃષ્ટાંત આપી તેમને એવો ઉપદેશ આપ્યો કે જેથી પ્રસન્ન થઈને બધાં મહારાજશ્રીની મહનાનાં ગુણગાન કરવા લાગ્યાં. એક દિવસે તેઓશ્રીએ કહ્યું કે, સાધુ થવા ઈછા તે ત્રણ વાતની મનમાં નિશ્ચય કરી લેજે. ( ૧ ) આપીશું બધાને, પણ કોઈની પાસેથી કશુંયે લઈશું નહિ. ( ૨ ) બીજાઓને કામ કરી આપીશ, પણ પિતાનું કામ કોઈની પાસે નહિ કરાવીએ. ( ૩ સધળાં દુઃખ ભલે અમારા ઉપર આવી પડે પણ લેકે સુખી થાઓ. તેઓશ્રીનું ચરિત્ર પણ આજ આદર્શને અનુસરતું હતું. હિંદુ-મુસલમાન સર્વની સાથે તેઓ ખૂબ પ્રેમપૂર્વક મળતાહળતા અને મૈલાના રૂપનાં વાક એવી ઉત્તમતાથી સમજાવતા કે, મેલવી સાહેબ પણ આશ્ચર્યચકિત થઈ જતા.
તેઓશ્રીના શિષ્યવર મહાત્મા રામવલભ શરણજીની ગુરુભક્તિ એટલી બધી છે કે તેમણે શ્રીઅવધમાં ગેલાધાટ ઉપર સદગુરુ-સદન નામે એક પરમ સુંદર મંદિર અને પાકો ઘાટ બંધાવ્યાં છે. આ મંદિરમાં તેઓએ પોતાના ગુરુશ્રીના ચિત્રપટની સ્થાપના કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com