________________
૧૪૮
મહાત્મા જાનકીવર શરણુજી બરાબર બાંધતા અને ખરેરા ફેરવીને ઘડાઓને પ્રેમપૂર્વક સ્વચ્છ રાખતા. એક દિવસ એજ પ્રમાણે કરતા હતા, તેવામાં કોઈ રાજાની સ્વારી ત્યાં આવી પહોંચી. તેમણે પડકારીને કહ્યું -“ખબરદાર! અહી આવ્યા તે, રાજકમારના ઘેડા બાંધેલા છે.” રાજાના નેકરોએ કહ્યું -“રાજા સાહેબ! અહીં ધેડા ટહુ કંઇપણું નથી, એક ચબાવલો માણસ ખરેરો લઈને ફરે છે અને આગળ પાછળ ખીલીઓ ઠોકેલી છે. ” રાજાએ તે તરફ સ્વારી આગળ ચલાવી. જુએ છે તો સેંકડો ઘેડા દોરડાં તોડીને લાત મારવા લાગ્યા. રાજાના બધા નોકર ઘાયલ થયા. રાજા શરમિંદો થઈ તે મહાત્માના ચરણોમાં પડ્યો અને અપરાધમાટે ક્ષમા માગી. મહાત્માએ કહ્યું કે, અમારી થોડાળની ધૂળ બધા ઉપર ભભરાવો એટલે બધા સાજા થઈ જશે. બન્યું પણ તેજ પ્રમાણે.
યાત્રા પૂરી થયા પછી તેમણે એક સંતની સાથે જનકપુરનાં જંગલોની મુસાફરી કરી. ત્યાં સીતામઢીમાં ઉતર્યા, સીતામઢીમાં કેટલાક દિવસ રહ્યા બાદ અહલ્યાસ્થાને ગયા. તે જગ્યાએ રામશાસ્ત્રીજી નામના એક પ્રસિદ્ધ મહાત્મા રહેતા હતા. તે મહાત્માજીને અહલ્યાસ્થાને ઉપર ખૂબ પ્રેમ હતો. એકવાર તેઓ રાજા ઉદયનારાયણસિંહની સાથે કાશીજી આવ્યા. કાશીમાં એકવાર તેઓ માંદા થયા, ત્યારે રાજાજીને કહ્યું કે, “મને જલદી અહલ્યાસ્થાને લઈ જાઓ. મારું શરીર અહી થી જાય એવું ન બને તો સારું.” લોકોએ વિવેક કર્યો કે, “મહારાજ! કાશીપુરી મુક્તિ આપનારી છે. અહીં દરદરના લોકો મરવા માટે આવે છે.” તેઓશ્રી બોલ્યા કે, “મારૂં હદય પથ્થર જેવું છે. મારી સદગતિ અહલ્યાસ્થાનસિવાય બીજી જગાએ નહિ થાય, કે જ્યાં શ્રીરઘુનાથજીએ પથ્થર ઉપર વિશેષ કૃપા કરી છે.” તરત જ તેમને શ્રી અહલ્યાસ્થાને પહોંચાડ્યા.
અહીં કેટલાક કાયસ્થ તેમનાં દર્શન કરવા આવ્યા હતા. તેમને કહીને તેઓશ્રીએ શાસ્ત્રીની સમાધિ અને તેમનાજ નામે એક ધર્મશાળા બંધાવી આપી.
અહલ્યાસ્થાનથી આવીને શ્રી અયોધ્યામાં કેટલાક દિવસ ગુરુસેવા કરીને બદ્રીનારાયણની યાત્રા કરી. ત્યાંથી પાછા ફરીને થોડા દિવસ પછી જનકપુર પાછા ગયા. આ યાત્રામાં શ્રીકમલા નદીના તટ ઉપર કુટી બનાવીને ત્યાં નિવાસ કર્યો.
તેજ કુટીમાં એક દિવસ શ્રીરામશોભાદાસજી સંત (જેઓ થોડા દિવસથી શ્રી આયોધ્યામાં મેટી છાવણીમાં રહેતા હતા) પિતાના ગુરુજી તથા બીજી સોળ મૂર્તિઓને સાથે લઈ તેમનાં દર્શને આવ્યા. દિવસના ચાર વાગ્યાનો સમય હતો, સત્સંગમાં તે રાત પડી ગઈ. બધા સંત ત્યાં જ રહ્યા. પ્રાતઃકાળમાં સંત શ્રીકમલાજીમાં સ્નાન કરવા ગયા. શ્રી મહારાજજીને મનમાં થઈ આવ્યું કે,
સંતે અહીં રહ્યા, કંઇ પ્રસાદ ન થયો, આ વખતે કંઈ હોત તો ઠીક.” સંતો સ્નાન કરીને પાછા ફર્યા અને તેઓશ્રી પાસે રજા માગી; ત્યાં તે એક આશ્ચર્ય ચરિત્ર દેખાય. એ ચરિત્ર અમે શ્રીરામશોભાદાસજી પાસેથી જ સાંભળ્યું છે.
એક આઠ નવ વર્ષની ઉમરની કુમારિકા એક નાની ટોપલીમાં પુરી અને ખાંડ તથા એક હાંડીમાં દહીં લઈને હાજર થઈ. બધી વસ્તુઓ શ્રીરામજી સમક્ષ મૂકીને બોલી - મારી માતાએ કહ્યું છે કે, બાવાજીને આપી આવ.' એમ કહીને અંતર્ધાન થઈ ગઈ. સઘળા સંતે ચકિત તેઓશ્રીને ચરણે ઢળી પડ્યા અને કહ્યું:-“ધન્ય છે આપને !”
શ્રી મહારાજજીએ એજ પદાર્થો સંતોને આરોગાવ્યા. શ્રીરામ શોભાદાસજી કહેતા હતા કે, મિથિલાજીનું દહીં ઘણેભાગે સ્વાદિષ્ટ હોય છે જ, પણ આ દહીંને સ્વાદ કંઈ જુદો જ હતો.” બધા સંતે કહેતા હતા કે, “અમે જન્મભરમાં આવું દહીં ચાખ્યું નથી.”
દિલ્હીવાસી મોલવી અબ્દુલ રહેમાન સાહેબ બળવા પછી રૂદલીમાં રહેતા હતા. તેઓ શ્રી અયોધ્યા આવ્યા અને શ્રીમહારાજને મળ્યા. શ્રીમહારાજજીએ તેમને મેટા મહારાજશ્રીનાં દર્શન કરાવ્યાં. એ મેલવી સાહેબ સંત હતા. મૈલાના રૂમની મસનવી મધુર સ્વરે વાંચતા હતા.
અને સુંદર અર્થ કરતા હતા. તેમણે એ આખું પુસ્તક મોટા , મહારાજશ્રીના દરબારમાં સંભ- વાવ્યું. મહારાજશ્રી પણ સાંભળતા હતા. એક દિવસ મોલવીસાહેબે મોટા મહારાજ સમક્ષ *નીચેના ભાવની શેર વાંચીઃ
હૈયાની આંખ ઉઘડી હોય છે એવી માશુકને જુઓ કે પ્રત્યેક સૂર્યોદયને પ્રકાશ તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com