________________
ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ
૫૧૭ કર્યો.પ્રાણાયામ પણ એક પ્રકારનો દેહદંડ છે, એવી માન્યતાથી ગૌતમે આ માર્ગને સ્વીકાર કર્યો. આના પાનસુત્તમાં ભગવાન બુદ્ધ કહે છે કે –“હે ભિક્ષુઓ ! આના પાનસ્મૃતિસમાધિ બહુ ફળદાયી છે. એકાંતમાં બેસવું આસનસ્થ થવું,દીધશ્વાસ લેતા હો તો હું દીર્ઘશ્વાસ લઉ છું' એવું તથા દીર્ઘશ્વાસ બહાર છેડતા હો તે “હું દીર્ઘશ્વાસ બહાર છોડું છું' એવું ધ્યાન કરવું. આ સાધનાથી મન સ્થિર થાય છે. હું બુદ્ધ થયા પહેલાં આજ સાધના કરતો હતો. મારા શરીરને કિંવા ઈદ્રિયને કાઈ પણ પ્રકારનો ત્રાસ પહોંચતો નહિ.મારું મન વિકારમુક્ત રહેતું.” “સંબોધી' એટલે પૂર્વજ્ઞાન થયા પહેલાં બુદ્ધનો મારની સાથે (કામદેવની સાથે) ઘનઘેર રણસંગ્રામ થયે,એ સુત્તનિપાતના પ્રધાન સુત્તમાં ઉલ્લેખ છે. એ આધાર ઉપરથી લલિત વિસ્તાર (અ. ૧૮), બુદ્ધચરિત્ર ઈત્યાદિ ગ્રંથોમાં આ યુદ્ધનું મોટું રસપ્રચૂર વર્ણન આવ્યું છે. આવા પ્રકારને ઝઘડો બહુશઃ સર્વશ્રેષ્ઠ વિભૂતિઓના આધ્યાત્મિક ઇતિહાસમાં નજરે પડે છે. ઈસુખ્રિસ્તને સુદ્ધાં સંતાનની સાથે લડવું પડયું, એવું વર્ણન છે. સુત્તનિપાતમાં આ વિષય નીચે પ્રમાણે આવ્યો છે. બુદ્ધ કહે છે કે –“હું નિર્વાણપ્રાપ્તિ સારૂ નિરંજરા નદીને કાંઠે અત્યંત ઉત્સાહથી ધ્યાન કરતે બેઠો હતો. માર મારી પાસે આવ્યો ને બોલ્યોઃ “તું કૃશ થયો છે, મરણોન્મુખ થયો છે, નકામો મર નહિ, જીવવાને કંઈ ઉપાય કર, અગ્નિહોત્રાદિ કરીને સ્વર્ગસુખ પ્રાપ્ત કરી લે. આ નિર્વાણના ફંદામાં ન પડે. નિર્વાણનો પાર્ગ દુષ્કર છે.” મેં જવાબ આપ્યો: ‘તું અહીં કેમ આવ્યો છે ? મને તારા ઉપદેશની અથવા પુણ્યની જરૂર નથી. મારામાં શ્રદ્ધા, વીર્ય અને પ્રજ્ઞા છે. એમની સહાયતાથી મારું ચિત્ત સ્થિર કરી લઈને હું મારું ધ્યેય સાધી લઇશ. અરે માર ! કાપભોગ, અરતિ, ભૂખ, તરસ, તૃષ્ણ, આળસ, બીક, કુશંકા, અભિમાન એજ તારૂં સૈન્ય. ધૈર્યવાળા પ્રેષિતામાં આગળ એટલે કે નિદાવાન મનુષ્ય આગળ તારા આ સૈન્યનું કંઈ ચાલવાનું નથી. આ જે, હું કમ્મર બાંધીને નિર્વાણ તરફ જાઉં છું. પથ્થરવડે મટકાને ફોડી નાખવાની પેઠે હું પૈર્યથી તારા સૈન્યને વિધીને આગળ જાઉં છું. નિવણમાગનો ઉપદેશ કરતો હું ગામેગામ ફરીશ ને મારા ઉપદેશથી હજારો શ્રાવક નિર્ભયસ્થાને જઈ પહોંચશે.” આ સાંભળી માર બોલ્યોઃ-“આજ સાત વર્ષથી સ્મૃતિમાન સંબુદ્ધની પછવાડે, હું ભટકું છું; પણ મને એક પણ છિદ્ર હાથ લાગ્યું નથી. હવે હું એકાદા નિરાશ થયેલા કાગડાની પેઠે અહીંથી ચાલ્યો જઈશ.” આ રૂપક બહુજ સુંદર છે, એમાં જરાયે સંશય નથી.
સંબોધી અથવા સાક્ષાત્કાર–એક અત્યંત રમણીય એવી વૈશાખ મહિનાની પૂણમાની રાત્રે બોધિસત્વને સત્યનો સાક્ષાત્કાર થયો.તે દિવસે સુજાતા નામની કુલીન યુવતીએ તેમને સાત્વિક ભિક્ષા આપી, એમ સુત્તપીટકમાં કહ્યું છે. બૌદ્ધ ચિત્રકળામાં આ સુજાતાની પ્રતિમા ઘણે ઠેકાણે જઈ આવે છે. બુદ્ધને સુદ્ધાં તે દિવસ પરમ ચિરસ્મરણીય નીવડ્યો, એમાં નવાઈ નથી. સુજાતાએ આદરવડે અને પ્રેમથી પીરસેલી ભિક્ષા લઈને નૈરંજરા નદીના કિનારે જમીને તે રાત્રે બધિસત્વ એક વિશાળ એવા વટવૃક્ષની નીચે બેઠા. એ રાત્રે વળી પાછો મારની સાથે ફરીથી એકવાર મોટો ઝગડો થયો, એવો સંયુત નિકાયની સગાથાવગમાં તેમજ લલિત વિસ્તારમાં ઉલ્લેખ છે. એ ઝગડા પછી બોધિસત્વને તવબોધ થા, સંશયની તમામ ગ્રંથિઓ છૂટી ગઈ, અંતરમાં આત્મતિને પ્રકાશ ચમકવા લાગ્યો ને એ દિવસથી બુદ્ધ ભગવાન નિર્વાણ-શાનિત. સામ્રાજ્યના સમ્રાટ થયા. ત્યારપછી ઘેડાક દિવસ આ કલ્યાણપ્રદ નવીન માર્ગ કાને, કયારે ને કેવી રીતે ઉપદેશો એની વિવંચનામાં બુદ્ધ ઉલામાંજ રહ્યા. લોકોને આ માર્ગને ઉપદેશ કર” એવો બુદ્ધને ઈશ્વરી સંદેશ આવ્યો; પણ એ માર્ગનું રહસ્ય સમજી લેવાને યોગ્ય એ કોઈ પણ શ્રમણ તેમને જણાય નહિ. આલારકાલીમ અને ઉદ્કરામપુર, એ બનેય ફાળવશ થયા હતા. છેવટે જે પંચવગીય ભિક્ષુ કંઈક કાળપર્યત તેમની બરોબર રહેતા હતા, તેમને જ ઉપદેશ આપવાનું બુદ્ધ નક્કી કર્યું. તેઓ એ વખતે વારાણસીમાં રહેતા. અષાઢ માસની પૂર્ણિમાના અરસામાં બુદ્ધ વારાણસી આવ્યા અને “મને સંબંધી અથવા સાક્ષાત્કાર થયો’ એમ તેમણે તે ભિક્ષુએને કહ્યું, પરંતુ તેઓ બોલ્યાઃ- આયુષ્યમાન ગૌતમ ! ખડતર તપશ્ચયથી તને જે સાધ્યું નહિ તે તપોભ્રષ્ટ થઈને સ્વાદિષ્ટ અન્નની પછવાડે પડેલા તને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ?” તેમનું આ અજ્ઞાનભર્યું બોલવું સાંભળી લઈને બુદ્ધ બોલ્યા – ભિક્ષુઓ ! મેં કયારેય પણ તમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com