________________
૫૧૨
ભગવાન બુદ્ધની સાધના સિદ્ધિ અને ઉપદેશ હમણાં આ પૈકી ચાતયમસંવર અથવા “નિગ્રંથી' સિવાયના બીજા બધા ૫થ નામશેષ થયેલા છે. “સામફલસુત્ત’ નામને બૌદ્ધગ્રંથ એમ જણાવે છે કે, આ પંથ મહાવીર સ્વામીએ સ્થાપ્યો છે; તથાપિ જૈનગ્રંથની અંદર આ બાબતમાં જુદાંજ વિધાનો કર્યાનું જણાય છે. તેમના મત પ્રમાણે મહાવીરનીયે પહેલાં આશરે અઢી વર્ષ અગાઉ પાર્શ્વનાથ તીર્થંકરે આ પંથ સ્થા. હિંસા, અસત્ય, ચોર્ય ને પરિગ્રહમાંથી નિવૃત્ત, આ એ પંથને મૂળમંત્ર. આ નિયમ ચતુષ્ટયનેજ ચાતુર્યામ નામ આપવામાં આવ્યું હતું. મહાવીરે આ ચતુષ્ટયને મૈથુનનિવૃત્તિ આ પાંચમાં યામ (નિયમ) ની જોડ દીધી. ઉત્તરાધ્યયન સૂત્રમાં “પાર્થમહામુનિએ ઉપદેશેલો યાગચતુષ્ટયજ વર્ધમાન મુનિએ પંચશિક્ષારૂપે નિરૂપયો’ ‘ એવું વર્ણન છે. સુત્તપિટક ગ્રંથમાં આ મતસંબંધે પુષ્કળ માહિતી મળે છે. પુનર્જન્મના તત્ત્વ૫ર આ મતના અનુયાયીઓને વિશ્વાસ હતો. સંયમ અને તપની સહાયતાથી કતકર્મકર્દમ ધોઈ નાખી મુક્ત થવાના માર્ગને તેને અનુસરતા હતા. બાકીના પંથને છોડી દઈ આ એકજ જૈન પંથની આટલી સવિસ્તર ચર્ચા કરવાનું મુખ્ય કારણ એ છે કે, એ ધર્મ બૌદ્ધ ધર્મનીયે પહેલાંથી ચાલતો આવ્યો છે એ વાંચકોને સ્પષ્ટપણે બતાવી આપવું. ભગ વાન બુદ્ધે આ પંથનાંજ અહિંસા, અસ્તેય, સત્ય વગેરે તો સ્વીકાર્યો છે તેમાં થોઘા ફેરફાર કરીને પિતાનો પંથ પ્રસ્થા છે. એમાંના અપરિગ્રહ, મૈથુનવિરતી આ તને કિંચિત બદલીને બૌદ્ધ ગૃહસ્થધમએ સારૂ પરસ્ત્રીવિરતિ આવું તેનું પરિવર્તન કર્યું". ઉપર જણાવેલા ૬૨ મતો પછી આજની ઘડી સુધી આ એકજ પંથ સારી રીતે જીવતો રહ્યો છે. હમણાં અસ્તિત્વમાં છે તે જૈનધર્મજ એ પંથ છે. તેમાંનાં અમૂલ્ય એવાં પાંચ તત્તને આધારે જ એ જીવી શકે છે, એ વાચકોના લક્ષ્યમાં આવ્યું હશેજ.
હવે બાકીના પાંચ પંથેના થડા સમાચાર લઈએ. અક્રિયવાદી પંથના આધાચાર્ય પૂરણકાશ્યપ છે. તમામ દુઃખનું મૂળ પાપપુણ્યસંબંધેની ભાવનામાં હોવાથી તે ભાવનાનેજ નષ્ટ કરી નાખીએ કે થયું, એ તેમને ઉપદેશ હતો. પા૫પુણ્યને વિચાર એ કેવળ ભ્રમ છે, એમ તેઓ માનતા-અથોત આ પંથ તે એક પ્રકારને નાસ્તિકવાદ છે, એમ કહીએ તે પણ ચાલે.
સંસારશુદ્ધિવાદી પંથને પ્રસ્થાપક મકખલી ગોસાળ છે. આ વાદનુંજ નિયતિવાદ એવું બીજું પણ નામ છે. સૃષ્ટિમાંની અખિલ ચરાચર વસ્તુ, પ્રાણી અને જીવ, દુર્બળ ને અસ્વતંત્ર હોઈ તે બધા દૈવના તંત્રથી ચાલે છે. પોતપોતાના કર્મોને ઉપભોગ લેતા રહેવું એજ તેમનો વ્યવસાય અને એ વ્યવસાયમાંથી તેમને કદી પણ છૂટકારો થતું નથી, એ આ પંથનું આધતત્વ છે.
ઉચ્છેદવાદી પંથ અજિતકેસકંબલીએ સ્થાપે. આ નિર્ભેળ નાસ્તિકવાદી હતો. મનુષ્ય એટલે પૃથ્વી, અપ, તેજ ને વાયુ-આ ચતુસ્તાની બનાવેલી પૂતળી. મૃત્યુ પછી તેના દેહનું આ ચાર મહાભૂતમાં ફરીથી રૂપાંતર થઈ જાય છે ને ઈદ્રિયે આકાશમાં લીન થઈ જાય છે. પાપપુણ્ય વગેરે જ છે. અહિક સૌખ્ય એ એક જ ખરૂં તત્ત્વ, આ એ પંથને મુખ્ય સિદ્ધાન્ત છે.
અન્યોન્યવાદી પંથના મત પ્રમાણે રટિમાં પૃથ્વી, અપ, તેજ, વાયુ, સુખ, દુઃખ ને જીવ, આ સાત નિત્ય તત્ત્વ છે. એનો નાશ કરે એવી કઇ પણું વ્યક્તિ નથી. મનુષ્યના મરણ પછી પણ આ તો અબાધિત રીતે અસ્તિત્વમાં હોય છે વગેરે સિદ્ધાન્ત પર આ પંથની રચના થયેલી હતી.
હવે બાકી રહ્યા વિક્ષેપવાદી પંથ. એનું જેનોના સ્યાદ્વાદની સાથે પુષ્કળ સામ્ય છે. એને નિત્યસંશયી નામ શોભવા જેવું છે. આ મત પ્રમાણે પ્રત્યેક પ્રશ્નને માટે ઠરાવિક સાત ઉત્તરો છે. દેવ છે કિંવા નહિ ? આ પ્રશ્નને દેવ છે, દેવ નથી, દેવ છે એમ પણ નહિ, દેવ નથી એવુંયે નહિ, આવા નમુનાના તેમના ઉત્તરો હોય છે.
ભગવાનના ગુર ગૌતમના વખતમાં આવા પ્રકારના જુદા જુદા પંથ પ્રચલિત હતા, એ પૈકી શાશ્વતશાતિસુખની શોધ માટે કયા પંથને તેમણે સ્વીકાર કર્યો,એ કયાંઈ પણ સ્પષ્ટપણે જણાવેલું નથી. ગૃહત્યાગની પૂર્વે કપિલવસ્તુમાં આલારકાલામ નામના એક યોગીની પાસે તેમનું હમેશાં આવવું જવું થતું. આલારકાલામજ તેમના ગુરુ છે. પરિવ્રાજિકાવસ્થામાં ફરતાં ફરતાં એકવાર ગૌતમ કપિલવસ્તુમાં આવ્યા ને એ વખતે તેમને ઉતારવા સારૂ યોગ્ય સ્થળ તેમના કાકા મહાનામ શોકય શેાધવા લાગ્યા, ત્યારે તેમને ભગવાનના સહપાઠી ને આલારકાલામના શિષ્ય ભરંડુશ્રમણના આ--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com