SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન બુદ્ધની સાધના સિદ્ધિ અને ઉપદેશ પવન જોઈને બુદ્ધના અંતઃકરણમાં પરાકાષ્ટાની ઉદ્વિગ્નતા આવી હતી, એ સ્પષ્ટ દેખાઈ આવે છે. સ્વાર્થ, છેષ, માત્સર્ય ઇત્યાદિ જનકલહોને બીજરૂપ થઈ પડેલી બાબતેમાં જ તેમની ઉદ્વિગ્નતાનું મૂળસ્થાન છે. જીવની ને તે પ્રમાણે ઐહિક સુખની ક્ષણભંગુરતા એજ તેમના વૈરાગ્યનું મૂળ. - વૈરાગ્ય જ વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિમાંનું પહેલું પગલું છે. પ્રચલિત વિષયસુખમાં ને સામે નજર આગળ ચાલુ રહેલી બીજી ક્ષણભંગુર બાબતોમાં ઉદાસીનતા ઉત્પન્ન થઈને એના કરતાં શુદ્ધતર બાબતોથી થનારા આનંદને છંદ લગાડે, એ બીજું પગલું છે. ચર્મચક્ષને દેખાતી બાહ્ય વસ્તુઓ પર અવલંબી રહેલું સુખ એ ખરું સુખ ન હતાં અંતઃકરણની નિત્ય પ્રસન્નતા એજ ખરું સુખ છે, એવી મનમાં ખાત્રી થઈ કે પછી તે આત્માનંદ પ્રાપ્ત કરી લેવાના પ્રયત્નમાં લાગે છે. મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિને પ્રારંભ અહીંથી જ શરૂ થાય છે. लेखांक बीजो ભગવાને હવે સંપૂર્ણ વૈરાગ્યને અંગીકાર કર્યો. સ્ત્રી-પુત્રધનાદિ સુખસાધનનો ત્યાગ કરી, બચપણમાં જ જાંબુડીની છાયામાં દગોચર થયેલા નિર્વાણ સુખને અક્ષય લાભ મેળવી લેવાના પ્રયત્નમાં તે લાગ્યા. નિર્વાણસાધન ને આત્માનુભવને જ તેમણે પોતાનાં ધ્યેય બનાવ્યાં. બોધિસત્વના વખતમાં આ બેય કંઈ નવીન આવ્યાં ન હતાં. જન્મમરણની યાચનાઓમાંથી છોડવનારૂં ચિરશાંતિસુખનું ધ્યેય ભરતખંડમાં અતિપ્રાચીન એવા ઉપનિષત્કાળથી રૂઢ થયેલું છે. આજ શાંતિસુખની પ્રાપ્તિને સારૂ હિંદુ આમાંના અતિ તેજસ્વી તેમજ તેજસ્વી ઋષિવર્યોએ પોતાના સર્વસ્વનું બલિદાન આપ્યું. આ રીતે આ પેય અનન્ય અને સનાતન છે, તો પણ તેને સાધ્ય કરવાના માર્ગ અનેક ને હમેશાં બદલી શકાય એવા છે.આ સાધનરૂપ ભિન્નતા આધુનિક નથી, પણ તે સુદ્ધાં પ્રાચીનકાળથીજ શરૂ થએલી છે. આ પ્રકારને અનુસરી ગૌતમના સમયમાં આ ધ્યેયસાધનને માટે કેટલાક વિશિષ્ટ પંથ અને સાધનાઓ અસ્તિત્વમાં આવી હતી. તે કયી કયી એનું આપણે સંક્ષેપમાં દિગ્દર્શન કરીએ. જુદા જુદા પંથ પાલી ભાષાના સુતનિપાત, સભિયસુત, નિભંગ વગેરે ગ્રંથમાં આશરે ૬૨-૬૩ વૈદિકતર મતને ઉલ્લેખ જણાય છે. કેસલ અને મગધ દેશમાં આ જૂદા જૂદા મતાનુયાયીઓનો સંચાર હમેશાં ચાલુ હતો. પ્રસંગવશાત આવા પાંચપચાસ શ્રમણ એક ઠેકાણે ભેગા થઈ જતાં પતપતાના મતની ઉત્તમતા સાબીત કરી આપવાને તેઓ તાત્વિક વાદવિવાદ પણ કરતા. બુદ્ધપદની પ્રાપ્તિ પછી ભગવાને તેમનું ગૌરવ કર્યાનું દૃષ્ટિએ પડતું નથી; કારણ તેમને ધિક્કાર કરીને એમને સત્યનું ખરૂં સ્વરૂપ બિલકુલજ સમજાયું નથી, એમના સિદ્ધાન્ત જન્માંધેએ કરેલા હસ્તિવર્ણનના જેટલાજ વસ્તુસ્થિતિનિદર્શક છે, વગેરે પ્રકારના ઉદ્દગાર તેમણે એક ઠેકાણે કાઢયા છે. દીર્ઘ. નિકાયમાં આવેલા બ્રહ્મજાળસુત્તમાં આ બાસઠ મતોનું સવિસ્તર વર્ણન આપેલું છે. આ મતો પૈકી બધાજ એકબીજાથી તદ્દન ભિન્ન હોય એ બિલકુલ સંભવતું નથી. એ પૈકી અનેકેમાં પુષ્કળ સામ્ય પણ દેખાઈ આવે છે, તથાપિ કંઈક શુદ્ર મતભેદોને લીધે તેમને મતાંતરત્વ પ્રાપ્ત થયું હતું. વૈદિક પંથ પ્રથમ બ્રાહ્મણ અથવા વૈદિક પંથનો આપણે વિચાર કરીએ. એમાં મુખ્ય ભેદ છે. સંસારમાં રહીનેજ વેદાધ્યયન કરી યજ્ઞયાગાદિ વેદોપદિષ્ટ કર્મ કરનારા ગૃહસ્થાશ્રમી લોકાના એક ને બીજે સર્વસંગપરિત્યાગ કરીને વનમાં રહી અગ્નિહોત્રાદિ તે ને જપતપાદિ સાધના કરનારા નિત્યસંન્યાસી તપોધનોનો. બન્નેની સામે બેય એકજ; ને તે એ કે, બ્રહ્મસાયુજ્યતા મેળવવી.આ બેમાં શ્રેષ્ઠ કોણ? એ બાબતમાં પુષ્કળ મતભેદ હોવાનો ઉલ્લેખ દીર્ધાનિકાયના તે વિજયસુત્તમાં જણાય છે. આ ગ્રંથમાં ઉપરોક્ત પ્રશ્નના નિર્ણયસંબંધી મહર્ષિ વસિઝ ને ભારદ્વાજની વચ્ચે વાદવિવાદ થયાનું વર્ણન છે. વૈદિકેતર પંથ આમાં શ્રમણોને મુખ્ય સ્થાન આપવું જોઈએ. એમનું મુખ્ય ધ્યેય ઐહિક દુઃખમાંથી મુક્ત થવું, એ છે;તથાપિ આ મુક્તતા મેળવવી કેવી રીતે? એ બાબતના મતભેદને લીધે તેમનામાં જુદા જુદા બાસઠ મતભેદ થયો. એમાંથી છ મહત્ત્વના છે ને બુદ્ધના વખતમાં તેમને માન પણ સારું મળતું હતું. અક્રિયા, સંસારશુદ્ધ, ઉચ્છદ, અ ન્ય, ચાતુર્યામસંવર ને વિક્ષેપ, આ એ છ વાદોનાં નામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy