________________
:
૫૧૦.
ભગવાન બુદ્ધની સાધના સિદ્ધિ અને ઉપદેશ આવતું. ઉપર પ્રમાણે પ્રાપ્ત થયેલા વિષપભોગમાં તે બી ગયા નહિ. દયાળુ મન દીનદુઃખીઓ પ્રત્યેની સહાનુભૂતિથી હમેશાં આદ્ર રહેતું હતું.
તેમની આ કમળ વૃત્તિનો અધિક વિકાસ થતાં થતાં તેનું પર્યાવસાન છેવટે ગૃહત્યાગમાં થયું. લલિતવિસ્તર વગેરે ગ્રંથમાં સારથિની સાથે થયેલા સંભાષણને યોગે અથવા એકાદો વૃદ્ધ મનુષ્ય, અથવા કેાઈનું પ્રેત કિંવા પથિસ્થ ભિક્ષ ઇત્યાદિ દષ્ટિપથમાં આવવાથી તેમને સબૈરાગ્ય પ્રાપ્ત થયાની રસભરી, પરંતુ કાલ્પનિક કથાઓ અનેક આવી છે. કેટલાક ગ્રંથોમાં તે તેઓ રાતના:એકલાજ નાસી ગયાનાં, સારથિની સાથે રથમાં બેસીને ગયાનાં અથવા પ્રભુ રામચંદ્રની પેઠે અશ્વારૂઢ થઈને એકલાજ ગયાનાં નાનાવિધ વર્ણન છે. બીજી અનેક સ્થળે ગૃહત્યાગ કરવાના દિવસેજ ગૌતમને પુત્રરત્ન પ્રાપ્ત થયાની હકીકત પણ આપેલી જણાય છે; પરંતુ આ બધાં યથાર્થ વર્ણન નથી. એમાં સત્યને થોડો અંશ હશે; પરંતુ અક્ષરશ: સત્યતા તેમાં નથી. વ્યાધિગ્રસ્ત મનુષ્ય અથવા વૃદ્ધ અગર પ્રેત કિંવા ભિક્ષુ એ પૈકી બધી અથવા એકાદ વ્યક્તિ વયના ૨૯ મા વર્ષપર્યંત ગૌતમના જોવામાં ન આવી હોય, એ બિલકુલજ સંભવતું નથી. સારથિએ તેમને ગુરૂપદેશ આ એ પણ ખરૂં લાગવા જેવું નથી. ઘર છોડીને જવાના અરસામાં તેમને રાહુલ નામને પુત્ર હતો એ બીના ખરી હોય; તોપણ તે ગૃહત્યાગના દિવસેજ જ હતું, એવું અનુમાન બાંધવાને કોઈ પણ જાતનો ખાત્રીલાયક પૂરાવો નથી. મધ્યમનિકાયના અરિયપરિયેસન સુત્તમાં બુદ્દે સ્વમુખે પોતાના ગૃહત્યાગની હકીકત કહી છે. તે આ પ્રમાણેઃ
“ભિક્ષુઓ, હું જ્યારે જુવાન હતો અને મારા માથા પરનો એક કેશ પણ ધૂળે નહોતો થયો, ત્યારેજ આ વિચારોએ મારા હૃદયસાગરમાં ખળભળાટ મચાવી મૂકયો ને મને ઘરમાંથી બહાર ધકે. પિતાએ તેને માતાએ મને પરવાનગી આપી નહિ. તે બંનેને ઝાઝાર રડતાં મૂકીનેજ મેં મુંડન કરી લીધું ને કાપા વસ્ત્રો ધારણ કરીને ઘર બહાર નીકળી પડયો.”
વૈરાગ્યનાં કારણેઃ-ગૌતમે ઘરનો ત્યાગ કેવી રીતે કર્યો એ હકીકતના કરતાં, ખરી જુવાનીના બહારમાં આ સુકુમાર રાજકુમારે વિષપભોગોને તુચ્છ માની તમામ એશ્વર્યાને લાત અમારીને અને વૈરાગ્યદીપિકાને હાથમાં લઈ દુઃસાધ્ય નિર્વાણ સુખની શોધ શા સારૂ આરંભી એ જાણી લેવું વધુ મહત્વનું ને બોધપ્રદ છે. ગૌતમના જમાનામાં પિતાને ચક્રવતી કહેવરાવી લેવાનું જ "એય ક્ષત્રિયમાત્રનું અયુચ ધ્યેય હતું. અમુક રાજાને ત્યાં કુમાર જપે કે આગળ જતાં તે ' સાર્વભૌમ થશે કે નહિ એની ચિકિત્સા તેના જાતક ઉપરથી કરવાની શરૂઆત થતી; પરંતુ કે વસ્તુઓનું ઇગિત જાણનારા બુદ્ધનું આવું ચક્રવતત્વ સંપાદન કરવાની મહત્વાકાંક્ષાથી સમાધાન
થાય તેવું નહોતું; કારણ ચક્રવત થાય તોપણ ભય, મોહ, અશાંતિ ઇત્યાદિ શત્રુપરંપરાથી મુક્ત થવું પેાતાને શકય નથી, એ બુદ્ધ સારી રીતે સમજતા હતા. આ શત્રુીના 2 થીને. તેનાથી દૂર રહેલા અખંડ શાન્તિસામ્રાજ્યની પ્રાપ્તિ કરી લેવી–એવી તેમની મહત્વાકાંક્ષા: ને શાંતિસામ્રાજયને માર્ગ સામાન્ય જનોને બતાવીને તેમને સંસારતાપથી છોડાવવા-એ તેમની અંતઃકરણની ધગશ. સંસારત્યાગ કરીને પરિવ્રાજક બનેલા ને જંગલ જંગલમાં સંચાર કરનારા શ્રમણ આ સામ્રાજ્યપ્રાપ્તિના માર્ગે પિતાને લઈ જશે, એવો બુદ્ધને દઢ વિશ્વાસ હતો.
દંડસુત્તમાં આવેલા સુત્તનિપાતમાં ગૌતમનાં ગૃહત્યાગનાં કારણે આ પ્રમાણે આપ્યાં છેઃ-પિતાને સંતોષ-સુખ ન હોવાથી, બીજાનો દોષ કાઢીને એકબીજામાં કલહ વધારનારા લોકો -તરફ જોઈને મને અત્યંત ભય લાગવા માંડ્યું. મને સંવેગ (વૈરાગ્ય) કેવી રીતે પ્રાપ્ત થયો તે હવે જણાવું છું. દિવસે દિવસે શુષ્ક થતા જતા સરોવરને જોઇને સરોવરમાં રહેનારાં માછલાં જે પ્રમાણે ગભંગલિત થઈ જાય છે, તે પ્રમાણે પોતપોતામાં ઝગડા મચાવીને પિતાને ક્ષય કરી લેનારા જનસમૂહતરફ જોઈને હું ગભરાઈ ગયો. મને સંસાર અસાર લાગવા માંડે. દશેદિશાઓ થરથર કંપે છે એવો મને ભાસ થવા લાગ્યો. મારું પિતાનું રક્ષણ કરી શકાય એવી નિર્ભય જગ્યા મને કયાંઈજ નજરે પડતી નહિ; કારણ દિગંતપર્યંત દષ્ટિ ફેંકુ તેય કલહમસે જનસમૂહનું ભયંકર ચિત્ર મારી નજર સામે ખડું થતું. આ સ્થિતિ જોઈને મારું મન તદ્દન ગળી ગયું.” ઉપરના ઉદગાર તરફ તાત્વિક દષ્ટિએ જોતાં જરામરણાદિ વ્યાધિઓવડે મૂળથીજ હતબલ થયેલા જનસમાજને, ક્ષણભંગુર અતિક સુખોપભેગના છંદે લાગી એકબીજાનો નાશ કરવાને ઉદ્યક્ત થયેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com