________________
ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ
૫૦ શકે છે, એટલું જ એનું તાત્પર્ય છે.
બ્રહ્મવિહાર-જેના ધ્યાનમાં ભગવાન બુદ્ધ નિમગ્ન થઈ જતા હતા, તે દેવતા ક્યા હોવા જોઈએ ? એ કહેવું બહુ કઠિન છે. તેમનો પ્રેમાળ સ્વભાવ, કારુણ્ય ને કેમળ અંતઃકરણ ઉપરથી જોતાં વિશ્વવ્યાપક પ્રેમ એજ તેમનો ધ્યાનદેવતા થઈ રહ્યો હોવો જોઈએ. બુદ્ધપદની પ્રાપ્તિ પછી ધ્યાનભાવનમાં મૈત્રી, વરુણ, મુદિતા (આનંદ) ને ઉપેક્ષા (ત્યાગબુદ્ધિ અગર ઉદાસીનતા), એવા ચાર ભાગ તેમણે પાડયા. આ સાધના કરનારા સાધકેનું વર્ણન આ પ્રમાણેનું મળી આવે છે –“તેણે (સાધકે ) એકાંતમાં બહાસનસ્થ થઈને બેસવું. શરીરને સમતોલ રાખીને જાગ્રતબદ્ધિને ચાલના દેવી. મૈત્રીયુક્ત ચિત્તવડે એક દિશાને ભરી કાઢવી. ત્યારપછી એવીજ રીતે ચારે દિશા તથા સર્વ વિશ્વનું પોતાની મિત્રભાવનાથી આક્રમણ કરવું. પછી ક્રમે ક્રમે કરુણુ,મુદિતા ને ઉપેક્ષા આ વૃત્તિઓને મનમાં વિલંબ કરે અને આ સાધનાવડે. અખિલ વિશ્વને પ્રેમથી ભરી કાઢવું.” બુદ્ધગ્રંથની અંદર આ સાધનાનું નામ બ્રહ્મવિહાર એવું રાખ્યું છે. પ્રાણાયામાદિ ધ્યાનના પ્રકાર ગૌતમને કદાચિત પરંપરાસંપન્ન પૂર્વજોની તરફથી જ્ઞાત થયા હશે, તથાપિ ઉપર જણાવેલો બ્રહ્મવિહારના માર્ગ તો તેમણે પોતે જ શોધી કાઢો. - વિલાસ અને વૈરાગ્ય:-આ પ્રમાણે ભાવી અવતારકૃત્યની મૂળભૂત કલ્પના જે પ્રેમ અને ધ્યાન તેનો અંકુર બુદ્ધના મનમાં બચપણમાં જ ઉગ્યો હતે. ગૌતમના સમયમાં મોટા મોટા શ્રીમંત અને સરદારના ઘરનાં માણસે પોતાને વખત નાના પ્રકારના ઉપભોગમાં ને વિષયલેલુપતામાં વીતાવતાં હતાં. જૂદી જૂદી ઋતુઓમાં સુખાવહ થાય એવાં સુખોપભોગનાં સાધનોથી ભરેલા મહેલો તેમને રહેવા સારૂ બાંધેલા રહેતા. ગૌતમની બાબતમાં પણ આમાંની કંઈએ ઉણપ નહોતી. ફક્ત સુખોપભોગનાં સાધનોથી ફસાઈ જવા જેટલા ગૌતમ મૂર્ખ નહોતા; એટલું જ. અંગુતરનિકાયના તિકનિપાતમાં આ સંબંધી આવો મજકુર આવ્યો છે –“ભિક્ષુઓ, હું અત્યંત સુકુમાર હતે. મારા વિલાસને માટે મારા પિતાએ ઠેકઠેકાણે નાનાંમોટાં સરોવર બંધાવીને તેમાં અનેક પ્રકારનાં કમળોના વેલા પસરાવેલા હતા. હું ઘરમાંથી બહાર પડું કે મને તડકાને તાપ ન લાગે એટલા સારૂ ચાકરલોક મારા મસ્તક ઉપર શુભ્ર છત્રચામરો ધરતા હતા. મારે પાષાક તદ્દન રેશમી . વસ્ત્રોને બનાવવામાં આવતા. શિયાળો, ઉનાળો ને ચોમાસું, આ ત્રણે ઋતુઓમાં રહેવા સારૂ ત્રણ જૂદા જૂદા રાજમહેલ મારા માટે બંધાવ્યા હતા. ચોમાસાના ચાર મહીનાઓમાં હું મહેલમાંથી બિલકુલ બહાર ન નીકરતાં યુવતીઓનાં ગીતનૃત્યાદિ વિલાસપભોગમાં લીન થઈ જતો.ઇતર રાજા- * એને ત્યાં નોકરચાકર વગેરેને હલકા પ્રકારનું અન્ન આપવામાં આવતું, પરંતુ મારે ત્યાં તેમને માંસયુક્ત મિષ્ટાન્ન હમેશાં મળતું રહેતું.”
“આવી રીતે સુખવિલાસમાં જ્યારે હું ગરકાવ હતો એ વખતે મારા મનઃસરોવરમાં આ
! વિચારતરંગ ઉઠયા –“ આપણે પોતે આગળ જતાં વૃદ્ધિ થવાના છીએ એ સ્પષ્ટપણે દેખાતું હોવા છતાં માણસોએ વૃદ્ધોને શા સારૂ તિરસ્કારવા જોઈએ ? નિદાન અને તે, હું વૃદ્ધ થવાનો છું એ સમજાતું હોવાથી બીજા સામાન્ય લોકોની પેઠે તેમને તિરસ્કાર કરે છે તે નથી.” આ વિચારતરંગાવડે મારો તારુણ્યમદરૂપી પુલીનપ્રાસાદ નિઃશેષ ખેંચાઈ ગયો.”
પોતે ક્યારેય ને ક્યારે પણ રેગથી પટકાઈ પડવાના છે એવું જાણવા છતાં પણ લોકે રોગી માણસની ઘણું કરે છે. મારું વ્યાધિગ્રસ્ત થવું અશક્ય નથી, તો તેમ કરવું મને ઉચિત નથી, ઈત્યાદિ વિચારોથી શરીરસંપત્તિ સંબંધી મારા ડાળદમામ તદન ઓસરી ગયા.
આપણે પોતે કયારે ને કયારેય પણ મૃત્યુ પામવાના છીએ એનું ભાન હોવા છતાંય લોક મડદાને જોઇને દૂર દૂર ભાગે છે. હું અત્યં , એવું મને સમજાયેલું હોવાથી સામાન્ય લોકેાની પેઠે પ્રેતોને જોઈને છેટે ભાગી જવું મને બિલકુલ યોગ્ય નથી. આવી વિચારલહરિઓથી મારે જીવનમદાનલ પૂર્ણપણે ઠંડો થઈ ગયો.”
ઉપલા ઉતારાઓનું બરાબર મનન કરતાં વૈભવના અત્યચ્ચ શિખર પર વિરાજતા હોવા છતાંય ગૌતમના મનમાં સર્વસાધારણ લોકોની બાબતમાં વિશિષ્ટ અનુકંપા દગ્ગોચર થતી હતી, એ સહજ લક્ષમાં આવશે.
ગરીબગરબાઓ અને દુઃખીજનોના નિશ્વાસથી તેમનું કમળ અંતઃકરણ હમેશાં ભરાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com