________________
મહાત્મા જાનકીવર શરણજી
૧૪૫
તેઓના આવ્યાના સમાચાર જાણીને તેમના ભાઈ આવ્યા અને તેમને ઘેર લઈ ગયા; પરંતુ
જીવ ન ચેટો અને અયોધ્યા પાછા આવી સ્વામીજીને કહ્યું કે, “મારે ત્યાંથી દૂર થઈ જવું જોઈએ, કેમકે ત્યાં રહેવાથી કુટુંબીઓ વારંવાર ડખલ કરશે.” એ પ્રમાણે કહીને, સ્વામીજીની આજ્ઞા લઈને ચાર વર્ષ કાશીમાં રહી વિદ્યાધ્યયન કરવા લાગ્યા. તેઓનું તેજ એટલું બધું હતું કે તેઓ જે વિદ્યાલયમાં ભણવા જતા હતા, ત્યાં વિદ્યાર્થીઓને જે કંઈ વહેંચાતું તે વહેંચનાર તેમના તેજથી અંજાઈ જઈને તેમને કંઈ પણ આપી શકતો નહિ. કોઈ પૂછતું કે, તેમને કેમ ન આપ્યું ? તો તે કહેતા કે, “ભાઈ ! એ મહાપુરુષ આપણી વસ્તુ શામાટે લે ?”
એકવાર શ્રીકાશીછમાં રામાયણના ટીકાકાર બંદન પાઠક અભિમાનપૂર્વક કહેવા લાગ્યા કે, ગોસ્વામીજીની વાણીના અર્થો જેટલા હું સમજ્યો છું, તેટલા કેાઈ સમજયું નહિ હોય. આથી બાબા રઘુનાથદાસજીએ કહ્યું કે –“ભઈ રઘુપતિપદ પ્રીતિ પ્રતીતી, દારુણ અસંભાવના વીતી.” આ ચોપાઈમાં દારુણ અસંભાવનાને શું અર્થ છે ? પાઠકજી ચૂપ થઈ ગયા; એટલે બાબાજીએ ફરીથી કહ્યું – “મેં તર્કથી પ્રશ્ન નથી કર્યો,” પણ મને એ વાતની ખબર જ નથી. તે સભામાં શ્રીમહારાજજી પણ હતા. તેઓએ કહ્યું કે મારી સમજ આ પ્રમાણે છે:
“ભગવાન ન હોવાની શંકા કે જે નાસ્તિકેને હોય છે, તેને અસંભાવના કહે છે. ભગવાનનાં અનેક ચતજ આદિ સ્વરૂપોમાંથી શ્રીરામચંદ્રના બે હાથવાળા શ્યામ સુંદર સ્વરૂપમ પરાત્પર સ્વરૂપનો નિશ્ચય ન થાય તે દારુણ અસંભાવના છે. તે શિવજીનાં વચનથી શ્રી સીતાજીની દારુણ અસંભાવના નાશ થઈને, શ્રીદશરથરાજકુમારમાં પરા૫ર સ્વરૂપ નિશ્ચય થઈને પ્રીતિ પ્રતીતિ થઈ.”
આ ભાવ સાંભળીને બને મહાત્માઓએ શ્રીમહારાજજીની પ્રશંસા કરી.
મુસાફરીમાં તેઓ ગૃહસ્થના મકાનમાં નહોતા ઉતરતા. દેવાલયમાં, તીર્થના કિનારે કે વસ્તી બહાર વાડી-બગીચામાં પોતાને મુકામ જમાવતા હતા. લોકો ત્યાં પણ પહોંચી જતા અને તેમની સેવા કરતા. કોઈ નિર્ધન માણસ આગ્રહ કરે તે પોતે તેને ઘેર ચાલીને જતા; પણ ધનવાનોને ઘેર નહાતા જતા. તેઓ કહે છે કે –
“હે સાધુ ! વૈરાગ્ય એ શું છે? રાજા અને ધનવાન પાસે કંઈ પણ ન માગવું. રાજાને બારણે ન ચઢવું, તેનું મેં ન જેવું, કરોડોનો ખજાનો આપે તોપણ તે તરક દષ્ટિપાત પણ ન કર.”
તેઓ મનુષ્યમાત્રને વહાલા લાગતા; મનુષ્યમાત્રને તો વહાલા લાગતા, પણ જંગલી જંતુઓ પણ તેમને પીડતાં નહિ. અનેક વર્ષોની મુસાફરીમાં તેમને દિવસોના દિવસ સુધી જંગલમાં ચાલવું પડવું; પણ તેઓ સદા ક્ષેમકુશળજ રહ્યા. ઇદ્રિયદમન તેમનામાં પૂર્ણ પણે હતું. યુવાન, સુંદર અને સ્વતંત્ર હોવા છતાં પણ હજારો ધનભંડારો આગળ તેમની કોઈ પણ ઇદ્રિય મનની આજ્ઞા બહાર નથી થઈ કે નથી મન ઇંદ્ધિને વશ વર્યું. કેટલીએ જગાએ સુંદર અને ધનવાન સ્ત્રીઓ તેઓઉપર મોહિત થઈ ગઈ હતી અને અનેક છળપ્રપંચથી પિતાના મનોરથ સિદ્ધ કરવા ઈચ્છતી; પણ તેઓ તો જેમ શ્રીનારદજી ઇંદ્રપ્રેરિત કામદેવના કૌતુકથી બચ્યા હતા, તેજ પ્રમાણે નિર્લેપ રહ્યા હતા.
ભાગ્યવશાત જે કંઇ પ્રાપ્ત થાય તેમાં સંતોષ માનવાનો અનુભવ પણ તેમને બરાબર થયે હતો. એકવાર આખો દિવસ ભૂખ્યા રહ્યા પછી કુરુક્ષેત્રમાં એક મોગલે તેઓને બે જમરૂખ આપ્યાં. આ પ્રસંગનું વર્ણન કરતાં તેઓ કહેતા હતા કે, “કડકડતી ભૂખમાં બે જમરૂખ મળ્યાં, તે પણ એવાં લાગ્યાં કે જાણે રાજ્ય મળી ગયું. ” મુસાફરીમાં તેઓ ઘણેભાગે એકલાજ રહેતા અને પોતે ઉચકી શકે તેટલોજ સામાન સાથે રાખતા. તેઓ કહ્યા કરતા કે –
તલાશે યાર મેં કયા ઢુંઢિયે કિસીકા સાથ, હમારા સાયા હમેં નાગવાર રાહમેં હૈ.
બળવા પછી તેઓ કાશીથી કલકત્તા થઈને ગંગાસાગર પહોંચ્યા. શ્રીગંગાજીનાં દર્શનથી તેઓના મનમાં એવો ઉત્સાહ આવ્યો કે ગંગાજીને કિનારે કિનારે શ્રી રઘુવીરનું સ્મરણ કરતા કરતા અયાચક વૃત્તિ સાચવી પગપાળા જ ગંગોત્રી જવું જોઈએ. તેઓ તરતજ ચાલી નીકળ્યા અને “સુંદર વન' ની શોભા જોતા જતા ત્રીજે દિવસે કલકત્તા પહોંચ્યા, ત્યાંથી શ્રીરામપુર આવ્યા.
રા. ઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com