________________
૧૪૪
મહાત્મા જાનકીયર શરણજી
બાંધજો, તાવ નિહ આવે. બન્યું પણ તેજ પ્રમાણે; એટલે તે! સુબેદાર પડિતજી ઉપર અવિક રસ્નેહ રાખવા લાગ્યા. હવે એ વાત આખી પલટન અને શહેરમાં ફેલાઈ ગઈ કે પંડિતજીના એક વિદ્યાર્થીએ સુબેદારને સાજા કરી દીધા.
આ વાત પલટનના અંગ્રેજ અમલદારના સાંભળવામાં આવી, ત્યારે તેણે મહારાજજીતે ખેલાવીને દર્શન કર્યાં અને તેએ સાથે વાતચીત કરીને તે બહુ પ્રસન્ન થયેા. તેણે પડિતજીને કહ્યું કે, આજથી અમે તેમની પાસેથી ભણીશું, તે દિવસથી તેએ સાહેબને ભણાવવા લાગ્યા.
કાશ
કેટલાક દિવસ પછી પલટન ક્રાયલથી અચાનક બદલવામાં આવી. અચાનક કલકત્તાથી છ છે. મહારાજજી રામલીલા જોવામાટે કલકત્તા ગયા. ખી? વષે સાહેબે મહારાજજીને કહ્યું કે, અહીં પલટનમાં રામલીલા કરાવેા. મહારાજજીએ ત્યાંજ રામલીલા કરાવી, પલટનના સિપાઇ લાલ અને કાળા પેાષાક પહેરીને વાનર અને રાક્ષસેા થયા, વાજી ંત્ર— હથિયાર વગેરે સાથેની બનાવટી લડાઇ બતાવી અને ભારે આનંદ થયા.
તેજ સમયમાં મહારાજજીના પિતાના દેહાંત થયેા. પંડિતજી ઈશ્વરદત્તજી પોતાને ઘેર ગયા અને મહારાજજી ત્યાંથીજ કાશી તરફ ચાલી નીકળ્યા.
કાશીમાં તેઓ વિદ્યાધ્યયન કરવા લાગ્યા. તેજ સમયને તેમના હસ્તાક્ષરને લખેલા એક પત્ર મળી આવ્યા છે, તેમાં તે પડિત ઇશ્વરદત્તજીને લખે છે કેઃ- આપની કૃપાથી એક નાનકડા ગ્રંથ પૂર્વમીમાંસાને, એક સાંખ્યને, એક પતંજલને અને એક ન્યાયના થઇ ગયેા છે; અને થાડુંક શ્રીરામાનુજ ભાષ્ય પણ જોયું છે. '
૨૧ વર્ષની ઉંમરે તે વિદ્યાભ્યાસ કરીને ત્યાંથી પાછા ફર્યાં. તેજ અરસામાં તેમની પત્નીને! દેહાંત થઈ ગયા. તેને ફરીથી લગ્ન કરવામાટે ખૂબ કહેવામાં આવ્યું; પરંતુ તેઓએ કાઇનું ગણુકાયું નહિ. તેનું મન પહેલેથીજ ગૃહસ્થાશ્રમમાં ચાંટતું ન હતું, કેમકે સ્વામી શ્રીયુગલાનન્ય શરણુજીએ તેમને મંત્રજ નહાતા આપ્યા પણ તેમના હૃદયમાં વૈરાગ્યનું ખીજ પણ વાવી દીધું હતું, તેથી પત્નીના દેહાવસાનથી તેએનું મન ગૃહસ્થાશ્રમમાંથી પૂર્ણરૂપે ઉડી ગયુ.
ત્યારબાદ તેઓ વારંવાર શ્રી અવધની વિહાર-ભૂમિ જોવા અને ગુરુદન કરવા ચાલ્યા જતા અને તેમના ભાઇ તેમને પાછા વાળી લાવતા.
તેજ અરસામાં સ્વામી શ્રી યુગલાનન્ય શણુજી અવધથી ચિત્રકૂટ ચાલ્યા ગયા. યાંથી તેમણે મહારાજજીને એક પત્ર લખ્યાંકઃ-એક સપ્તાહમાં આવે તે ઉત્તમ, પંદર દિવસમાં આવે! તે મધ્યમ અને મહિના પછા આવશે તેા નિકૃષ્ટ.' તે આ પત્ર મળતાંજ સંસારને સલામ કરી, સમસ્ત બંધન તેાડી નાખી, ધરને ત્યાગ કરી ચિત્રકૂટ તરફ પધાર્યાં અને એક અઃવાડિયાની અંદરજ સ્વામીશ્રીની સેવામાં હાજર થયા.
ત્યાં કામાદ્રિની પરિક્રમા ( પરકમ્મા ) નાં સ્થાનાનાં દર્શન અને સંતાનાં સંભાષણથી તેમને ભારે આનંદ થયા. ત્યાંજ સ્વામીશ્રીએ તેમને કહ્યું કે ભિક્ષા લઇ આવે. તેઓએ કહ્યું કે, મેં તે કોઇ દિવસ ભીખ માગી નથી, હું કેવી રીતે ભીખ માગું ? સ્વામીજીએ કહ્યું કે, “તમારે માગવુ નહિ પડે. તમે ભિક્ષામાટે જશે! કે તરતજ લેાકેા જાતેજ આપી દેશે.” બન્યું પણ એજ પ્રમાણે અને અનેક દિવસેાસુધી ગુરુશિષ્ય બન્ને ખૂબ આનંદપૂર્વક મંદાકિનીને કિનારે રહ્યા.
ચિત્રકૂટથી તેઓ કલકત્તા ગયા. ત્યાંથી જગદીશપુરીની યાત્રા કરી. પુરીથી નીકળીને કામીન પહેાંચ્યા. ત્યાંના ભગવતીના મંદિરના પૂજારી સાથે તેમને ખૂબ સ્નેહ બંધાયેા. તેણે વિવિધ પ્રકારે તેમની સેવા કરી. એક દિવસ તેઓને તે પેાતાના પૂજાસ્થાનમાં લઇ ગયા. ત્યાં અનેક પ્રકારનાં અસ્ત્રશસ્ત્ર હતાં; અને એક મનુષ્યના કાપેલા મસ્તકમાંથી લેાહી નીતરતું જોવામાં આવ્યું, પણ તેમના ચિત્તમાં ગ્લાનિ થઇ અને ત્યાંથી ચાલ્યા જવાની ઈચ્છા કરી, ત્યારે તેણે તેમને રાકયા અને પડદો પાડી દીધા. તે સઘળું સુગંધિત પુષ્પા અને માનભેગ વગેરેમાં ફેરવાઈ ગયું. તેણે તેમને બીજી અનેક ચિત્રવિચિત્ર વસ્તુએ બતાવી અને કહ્યું કે, “શું કરૂં ? તમે વૈષ્ણવ સાધુના ચેલા છે, નહિ તે હું તમને શાક્ત બનાવત અને ખૂબ મજા કરાવત. મહારાજજી. કહેતા હતા કે, “ એ શાકત સિદ્ધપુરુષ હતા.” ત્યાંથી તેઓ ચિત્રકૂટ આવ્યા; પરંતુ તેમના ગુરુજી અવધ ચાલ્યા હતા, તેથી તેઓ પણ તેમની પાસે આવીને નિ`ળીકુંડ ઉપર રહ્યા.
''
ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com