________________
મહાત્મા જાનકીવર શરણજી
૧૪૩ ધ્યાથી સાત કેશ પશ્ચિમે મુબારકગંજની સાથે જ કલાફરપુર નામે એક ગામ છે. તેના એક ભાગને ‘મહેરબાન મિશ્રનું પરું' કહે છે. ત્યાં મહેરબાન મિશ્ર નામના એક સરવાર-દેશી બ્રાહ્મણ રહેતા હતા. તેમના જ નામથી તે પરું વસ્યું હતું. મિત્રજી એક ધનવાન ગૃહસ્થ હતા. તેમના ચાર પુત્રો બબ્બે ત્રણ ત્રણ વર્ષના થઈને મૃત્યુ પામ્યા હતા. પુત્રશોક બહુ ભારે હોય છે. આથી મિત્રજી બહુ દુ:ખી રહેતા હતા. ઘણા દિવસ પછી વૃદ્ધાવસ્થામાં જ્યારે મિશ્રજીને કઈ પણ આશા નહોતી. તેવામાં અનાયાસે ભગવદ્દઇરછાએ ઉપર્યુક્ત મહાત્માજીએ મિશ્રજીને ત્યાં સંવત ૧૮૭૯ માં જન્મ લીધો. તે વર્ષે મિકની ખેતીમાં વીધે બમણું ચારધણું અન્ન પાકયું. મિશ્રજીએ ભારે ઉત્સવ કર્યો. તેમણે લોકવ્યવહારને અનુસરીને માનતા માની હતી તેથી તેમની વર્ષગાંઠને દિવસે
લામાં બેસાડી ઘસડડ્યા હતા અને ઉત્સવ કર્યો હતો. તેમની માતા તેમનું બહુ પ્રેમપૂર્વક લાલન પાલન કરતાં.
ત્રીજે વર્ષે બાધા ઉતરાવી માથાના વાળ લેવડાવ્યા અને પાંચમે વર્ષે કાન વિંધાવીને તેમની મેંડ વધારવામાં આવી અને તેમનું નામ રમેશ પાડવામાં આવ્યું. બન્ને વર્ષે વિદ્યાભ્યાસ શરૂ કર્યો. તેઓએ પંડિત ઈશ્વરદત્ત છપાસે સંસ્કૃત અને એક મેલવી સાહેબ પાસે ફારસી ભણવાનું શરૂ કર્યું. તેઓની બુદ્ધિ એટલી પ્રબળ હતી કે થોડા જ દિવસોમાં તેઓ તેમની પહેલાંના ભણનારાઓ કરતાં આગળ વધી ગયા. મોલવી સાહેબ અને તેમનાં કુટુંબીઓ તેમના ઉપર બહુ પ્રેમ રાખતાં. જે દિવસે તેઓ મુબારકગંજમાં મેલવી સાહેબને ત્યાં ભણવા નહોતા જતા, તે દિવસે તેઓ તે અથવા તેમનો પુત્ર કારણ પૂછવા આવતા. પછી નવમે વર્ષે તેમને યજ્ઞોપવીત દીધું. અગીઆરમે વર્ષે રમવાદવામાં ભારે ધામધૂમપૂર્વક તેમનું લગ્ન થયું. તેમને રુચિ નહોતી; પરંતુ હથિયારો અને ઘેડેસ્વારીનો ભારે શોખ હતો, તેથી પિતાજીએ તેમને એક ઘેડે લાવી આપ્યો હતો અને નાનાં નાનાં હથિયાર પણ કરાવી આપ્યાં હતાં. તેઓ તમંચો રાખતા અને નિશાન ખેલતા હતા. એક દિવસ એક પક્ષી તેમના નિશાનથી ઘાયલ થયું, તે જ દિવસથી નિશાન તાકવું તેમણે છોડી દીધું.
એજ ગામમાં એક ગણેશી બાબા નામના ગોસાંઈ રહેતા હતા. તેમના સંસર્ગથી તેઓ શિવ-પૂજન કરવા લાગ્યા.
મુબારકગંજમાં શ્રી સરયુજીની પાસે વૃતાચીકુંડ છે. સ્વામીશ્રી યુગલાનન્ય શરણુજી શ્રી અવધથી આવ્યા, ત્યારે તેઓ કેટલોક સમય ત્યાં રહ્યા હતા. તે દિવસોમાં સ્વામીજીએ મૌનવ્રત ધારણ કર્યું હતું. સીતારામસિવાય પાંચમો અક્ષર તેઓ મુખથી કહી શકતા નહિ. માત્ર સંકેતથી અથવા જમીન ઉપર લખીને આવશ્યક વાતચીત કરતા હતા; અને પાંચ સાત ઘેરથી ભિક્ષા માગી લાવીને ભોજન કરતા હતા. મહારાજજી પણ સ્વામીજીનાં દશ પૂર્વસંસ્કાર કરીને સ્વામીજી મહારાજને બહુ ચાહવા લાગ્યા. સ્વામીજીએ પોતે મોહિત થઈ જઈને અને આગ્રહ કરીને તેમને યુગલ મંત્ર આપ્યો અને ચૌદ મહિના ત્યાં રહીને તેઓ અવધ પાછા ફર્યા. - ત્યાર પછી કેટલાક દિવસ બાદ પંડિત ઈશ્વરદત્તજીનો મહારાજની સમાન ઉમરનો એકનો એક પુત્ર મરી ગયે. પંડિતજીને ભારે શેક થયો. તેમણે મહારાજના પિતાને કહ્યું કે, મારે વિચાર કેટલાક દિવસ માટે બહારગામ જવાનું છે, જે આ૫ રમેશદત્તને મારી સાથે મેકલે, તે તેનો અભ્યાસ પણ ચાલુ રહેશે અને મારાથી પુત્રશોક પણ ભૂલી જવાશે. મહારાજજીના પિતાએ એ વાતનો સ્વીકાર કર્યો અને પંદર વર્ષની ઉંમરે તેઓ પંડિતજીની સાથે કેયેલ ગયા.
કાયલમાં એક સુબેદાર પંડિતજીના નેહી હતા. તેમની પ્રેરણાથી પંડિતજીની કથા પલટનમાં થવા લાગી. એ સિવાય અહીં પંડિતજી પલટનના કેટલાક અંગ્રેજોને નાગરી શીખવવા લાગ્યા. કેટલાક દિવસ પછી પંડિતજી અને સુબેદાર વચ્ચે મેળ ઘટી ગયો. સંયોગવશાત સુબેદારને તાવ આવવા લાગ્યો. લોકેએ સુબેદારને કહ્યું કે, આપને પંડિતજી સાથે વિરોધ થયો ત્યારથી આપ માંદા પડયા છો. સુબેદાર પંડિતજીને નિવાસસ્થાને ગયા. તે વખતે પંડિતજી ત્યાં નહોતા. ફક્ત મહારાજજી આસન ઉપર બેઠા હતા. સુબેદારની માંદગીની હકીકત સાંભળીને એક કાગળ ઉપર * શ્રી સીતારામ” લખીને તે કાગળ તેમને આપ્યો અને કહ્યું કે, આને માદળીઆમાં ઘાલીને ગળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com