________________
महात्मा जानकीवर शरणजी
ભારતવર્ષ ધર્મપ્રધાન દેશ છે અને એ જ કારણે ભારતવાસીઓ સેંકડો આઘાત સહન કરવા છતાંય પોતાનું અસ્તિત્વ ટકાવી શકાય છે. રોમ, કાથે જ, યૂનાન. બેબિલોન વગેરેનાં તે - નામજ રહ્યાં છે. તેમની પુરાતન ભૂમિ ઉપર આજે જે લોકો વસે છે તેમને અને મૂળનિવાસી
ઓને કંઇ જ સંબંધ નથી. તેમનો તે ધર્મ પણ નથી અને તે ગૌરવ પણ નથી. ધર્મ અને જાતીયતા અને પદદલિત થઈને ધૂળમાં રેળાઈ ગયાં છે, પરંતુ ભારતવર્ષના ધર્મને પ્રભાવ તે તેને નષ્ટભ્રષ્ટ કરવામાં કંઈ બાકી ન રાખનારાઓ ઉપર પણ પડયા છે; તેનું એક દષ્ટાંત જોઈએ. આપણા લોકોમાં તુલાદાનનું માહામ્ય બહુ ભારે ગણાય છે. એડછાના પ્રસિદ્ધ મહારાજ વીરસિંહદેવે મથુરામાં ‘વિશ્રાંત” ઉપર સોનું, ચાંદી, અન્ન, ઘી, તેલ વગેરે મળીને ૮૧ મણનું તુલા-દાન કર્યું હતું, અને જે ત્રાજવાએ તેઓ તળાયા હતા તે હજુ સુધી ત્યાં પંડયાના ઘરમાં રાખી મૂકવામાં આવ્યાં છે. ઔરંગજેબે આપણા ધર્મને નષ્ટભ્રષ્ટ કરવા માટે જે જે કર્યું છે, તે તેના સમકાલીન બે હિંદુકવિઓની નીચેની ઉક્તિઓથી સ્પષ્ટ જણાઈ આવે છે –
દેવલ ગિરાવતે ફિરાવતે નિસાનઅલી, ઐસે ડૂબે રાવ-રાને સબી ગયે લબકી; ગારા ગનપતિ આપ રન કો દેત તાપ, આપકે મકાન સબ મારિ ગયે દબકી; પીરા પૈગંબરા દિગંબરા દિખાઈ દેત, સિદ્ધી સિધાઈ ગઈ રહી બાત રબકી; કાસિહુકી કલા જાતી મધુરા મસીદ હતી, સિવાછ ન હોત તો સુનત હેત સબકી.
( ભૂષણ ) જબતે સહ તખત પર બૈઠે, તબ તે હિંદુ ન હૈ ઉર એ કે; મહેંગે કર તીરથને લગાયે, બેદ દિવાલે નિદર ઢહાય; ઘર ઘર બાંધ જેજિયા લીë, અપને મન ભાયે સબ કીન્હ.
. ( લાલ કવિકૃત છત્રપ્રકાશ ) હવે જુઓ કે એજ ઔરંગજેબ આ તુલાદાનવિષે શું કહે છે. તે પોતાના પૌત્રને એક પત્રમાં લખે છે કે –
જે કે સોનું, ચાંદી, ત્રાંબુ, અનાજ, તેલ વગેરેથી આપણે તળાવું એ આપણે દેશની પરિપાટી નથી. તેમજ ઇસ્લામની પણ એ રીતિ નથી, પરંતુ આ કાર્યનું પ્રસાદદાન અનેક દીન દુઃખીઓને મળે છે, તેથી હું પોતે પણ વર્ષમાં બેવાર મારા પવિત્ર શરીરને તળાવીને તેના ભારે ભાર સામગ્રી યોગ્ય લોકોને દાન કરું છું. તું પણ વર્ષમાં બે વાર અને દરેક તુલામાં સાત વાર જાદી જાદી ઉપરોક્ત વસ્તુઓથી તોળાઈને વહેંચી દીધા કરજે. આ કાર્ય શારીરિક અને માનસિક બન્ને પ્રકારની આપત્તિઓનું દમન કરવા માટે અત્યંત જરૂરનું છે.”
આ તો ધર્મની વાત થઈ. એ સિવાય ચિત્તની શાંતિ પણ છે. હવે પ્રશ્ન એ થાય છે કે, આ બાબત શીખવનાર કોણ હશે? સાધારણ બ્રાહ્મણ પંડિત ઉપદેશ કરે તો ઘણાખરા લોકે કહેશે કે, એ તો પોતાના સ્વાર્થને સારૂ કહે છે. આથી આપણા દેશમાં આપણને ઉપદેશ આપનાર કેટલાક એવા મહાત્માઓ હોય છે કે, જેઓએ સ્વાર્થને તિલાંજલિ આપી હોય છે. ધર્મનો ઉપદેશ કર, શાંતિના ઉપાય બતાવવા અને તે ઉપરાંત ભગવદ્ભક્તિના અધિકારીઓને તેમનો માર્ગ બતાવ એ મહાત્માઓનું કાર્ય હોય છે. તેમાં કેટલાક એવા મહાપુરુષો થઈ ગયા છે, કે જેમણે લાખો માણસોનો ઉદ્ધાર કર્યો છે અને જેમના અમૃતમય ઉપદેશ હજુ સુધી લોકોને આ સંસારયાત્રામાં માર્ગદર્શક થઈ પડે છે. એવા એક મહાત્માનું ચરિત્ર અમે વિવિધ ગ્રંથમાળાના વાચકવર્ગને ભેટ કરીએ છીએ. તેમનું નામ મહાત્મા જાનકીવર શરણ અને તેઓ શ્રી અયોધ્યામાં કિલાપર રહેતા હતા. તેમના શિષ્યવર મહાત્મા રામ વલ્લભ શરણુજી તેની નીચે “સદ્દગુરુ સદન ” માં નિવાસ કરે છે. ફેઝાબાદ જીલ્લામાં શ્રી અયો
* શ્રીમાન બાબુ પ્રભુદયાલ શરણુજીના “શ્રી સદ્ગુરુ ચરિત' નામના પુસ્તકને આધારે લખાયેલા શ્રી - અવધવાસી સીતારામજીના “સરસ્વતા’ માંના એક લેખ ઉપરથી અનુવાદિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com