________________
આર્ય સંસ્થાના પ્રાચીન મહાન સંસ્થાપક-મહર્ષિ અગત્ય ૧૪૧ છે, તેના હેવાલો ત્રિમાસિક વિશ્વભારતી” અને તેનાં “બુલેટીન માં ઘણા આવ્યા છે. ગયા એપ્રિલના ઐતિહાસિક ત્રિમાસિકમાં પણ બરમા, સિયામ, કેડિયા, એનામ, સુમાત્રા, જાવા, બનિયે અને બાલી વગેરે માટે કંઈક જાણવા જેવા હેવાલ આવ્યા હતા અને આવે છે. એ બધા ભાગે, ઠી વગેરે હાલ બેજીયમ, હેલાંડ, ઈગ્લાંડ અને ક્રાંસ વગેરેને તાબે વહેચાઈ ગયેલા હોવાને લીધે, તેમજ તેમની રાજભાષા-શભાષામાં ત્યાંના હેવાલ લખાયા છે તથા પરદેશી મુસાફરોએ
દેટની ભાષામાં પોતાના પ્રવાસો લખ્યા છે, એટલે આપણે એ જૂદી જૂદી ભાષાઓ જાણતા નથી તેથી તે જાણવા પામ્યા નથી, પરંતુ વિશ્વકોશ અને બીજા સાધનો ખુદ હિંદીઓના ચાલુ થયેલા પ્રવાસમાંથી હાલ આપણે આપણી સંસ્કૃતિ, બહારના દેશોમાં આગળ કેવા માનભર્યા આતિથ્ય પૂજાતી હતી તે જાણવા માંડયું છે. બહુ સારી ખાત્રીભરેલી રીતે કહેવાય છે કે, જાવાની પૂર્વે આવેલો એક નાનો બેટ જે “બાલી ’ને નામે ઓળખાય છે, ત્યાં અદ્યાપિ બ્રાહ્મણો વસે છે અને શિવધર્મ પાળે છે. તેઓ મનુસ્મૃતિના આચારવિચારે અને રીતરિવાજે ચાલે છે. જો કે તેમનો ઉપલો ઝખભે તો મુસલમાની કાપે વેતરાઈ ગયો છેજ. બાલિયન બ્રાહ્મણો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને માને છે અને બ્રહ્મને લગતી તાત્ત્વિક ભાવના રાખે છે. આ બાલાના બ્રાહ્મણ જાવાથી ત્યાં ગયેલા છે. આખા સુંદઠીપ જૂથમાં બ્રાહ્મણધર્મની ત્રિમૂર્તિનું પૂજન અર્ચન ચાલે છે. જાવામાં દખ્ખણના બ્રાહ્મણ અને લોકેજ જઈ વસેલા ન હતા, પણ દખ્ખણના રાજાઓએ ત્યાં જઈ ૨ાજ્યાધિકાર ભેગવી આજ લગી-૧૪ માં સેકા લગી હિંદુત્વને જાળવી રાખ્યું હતું. ગુજરાતના પ્રાચીન સાહિત્યમાં જવા અને મસાલાના બેટા તરફની સફરોના ઠેકઠેકાણે ઈસારા છે. ગુજરાતમાં તો જાવા સમૃદ્ધિનું ધામ ગણાઈ જાવે જઈ આવનાર મોટો ધનાઢય થઈ જતો એવી કહેતી પણ ચાલેલી છે.
આ હકીકત જપમાં નિબંધરૂપે અને વિશ્વમાતમાં તે ઉપરથી એક ટુંકા પણ ચાનકદાર લેખતરીકે આવેલી તેને આ સારામાત્ર, ગુજરાતીઓ કે જેઓ અગાઉ એ તરફ જવા આવવાને માટે જાણીતા છે, તેમને પ્રેત્સાહન મળે અને કોઈ વીર વિદ્વાન, કઈ ધાર્મિક ઉપદેશક કે કોઈ વીર વેપારી સુંદ ટાપુઓ તરફ જવા તત્પર થાય અને હોલવાઈ જતી આર્ય સંસ્કૃતિને પુનરપિ પ્રજ્વલિત– કરે, એવા શુભાશયે લખાયો છે.*
મણિલાલ છબારામ ભટ્ટ
+ “બુદ્ધિ પ્રકાશ-સપ્ટેમ્બર, ૧૯૨૬ના અંકમાંથી સાભાર ઉદ્દત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com