________________
૧૪૦
આર્ય સંસ્થાના પ્રાચીન મહાન સંસ્થાપક-મહર્ષિ અગત્ય
શાસ્ત્રને જોબ આપે એવી રીતે બરાબર બ્રાહ્મણધર્મના ગીના સ્વરૂપની આબાદ છાપ પાડે એવી રીતે બનાવેલી છે. બુદ્ધદેવની એ તરફ મળી આવતી પ્રતિમાઓ કરતાં આની કારીગરી અત્યુત્તમ હાઈ બદ્ધકાળની શિલ્પવિદ્યાની અસરનો સાવ અભાવ દર્શાવી આપે છે.
મહાન શિવભક્ત મુનિ અગત્યનું ચરિત્ર તેમના શિષ્ય અને સહાયકના નામનિદેશવગર અપૂર્ણ જ કહેવાય, માટે હવે તેમના શિષ્ય અને સહાયક ઉપદેશક સંબંધી બે અક્ષર લખીશું. તેમને સહાય કરનાર અથવા તેમના જેટલોજ ખંતથી પરદેશમાં ફરી આયસંસ્કૃતિ અને બ્રાહ્મણધર્મ ફેલાવનાર તૃણબિંદુ નામે એક ઋષિ હતા. તૃણબિંદુ અગત્યના જેવાજ નિષ્ણાત અને પ્રચારકાર્યમાં તેમની સ્પર્ધામાં ઉભા રહે એવા ખંતી હતા; જે કે પ્રથમ તે અગત્યના શિષ્ય હતા અને અગરજ તેમને ધર્મપ્રચારમાં પ્રેયાં હતા. ઉત્તરાપથમાંથી તેઓ બને ગુરુશિષ્ય સાથે જ દક્ષિણપથની યાત્રાએ નીકળ્યા હતા. દખ્ખણમાં તે તૃણમાગ્નિને નામે વ્યાકરણ રચવામાં અગત્યને તેમણે સહાય આપી હતી. આ સહાયક શિષ્ય અને તેમના સંબંધને લગતી એક રમુજી અને રસપ્રદ વાતો આ પ્રમાણે છે –
એકવાર અગત્યમુનિએ પિતાના શિષ્ય તૃણબિંદુને પિતાનાં પત્ની લોપામુદ્રાને તેડવા ઉત્તરાપથ મોકલ્યા ને એવી આજ્ઞા કરી કે, તેણે (તૃબંદુએ) લેપામુદ્રાથી હમેશ કરવું, તેને અડકવું નહિ. ઋષિપત્નીને લઈ દખણમાં જતાં રસ્તામાં વગાઈ નદી ઉતરતાં લાપામે માથોડું ઉપરાંત પાણીમાં સપડાઈ ગયાં. તૃણબિંદુએ તરત બુદ્ધ વાપરી બહેશભેર તેમને પકડી લીધાં ન હોત તો તે નદીના ઉંડાણમાં ડૂબાને તણાઈ જાત. આશ્રમે પહોંચ્યા પછી મુનિને આ અકસ્માતની વાત જણાવવામાં આવી, એટલે તે પોતાની આજ્ઞાને ભંગ થવાથી પોતાના શિ ય તૃણબિંદુ ઉપર ગુસ્સે થયા અને તેને શાપ દીધો છે. સ્વર્ગનાં દ્વાર તારેમાટે બંધ થ-અર્થાત તને સ્વર્ગપ્રાપ્તિ થશે નહિ. તૃણબિંદુએ કહ્યું કે, આ શાપ અન્યાયી છે તેથી હું પણ તમને એજ સામે શાપ દઉં છું કે, તમને પણ સ્વર્ગપ્રાપ્તિ થશો નહિ. આ ઝઘડામાંથી ગુરુશિષ્ય વચ્ચે અંટસ અને સ્પર્ધા ઉત્પન્ન થયાં. આ વાત ખરી હોય તો આપણને એમ માનવું જ પડે કે, તૃણબિંદુએ પણ અગત્ય સામે સ્પધો કરવામાં જાવા જઈ તેમના જેવાં કાર્ય આરંભેલાં. જાવામાંથી આના પૂરાવા પણ મળી આવ્યા છે. એક મૂર્તિ ઉપર દેવનાગરી લિપિએ એવો લેખ લખેલો છે કે:-ભગવાન તૃણબિંદુ મહર્ષિ. બીજી એક પ્રતિમા ઉપર મરીચિ ઋષિનું નામ છે, એટલે આપણે ખુશીથી એમ કહી શકીએ કે, સંદીપમાં આર્યસંસ્કૃતિ ફેલાવવા અને આર્ય સંસ્થાને સ્થાપવામાં અગમ્ય સાથે બીજા ઋષિઓ, તેમના શિષ્ય અને સહાયકતરીકે ગયેલા હતા.
બહુ પ્રાચીન કાળમાં બ્રાહ્મણઋષિઓ હાલના ખ્રિસ્તી મિશનરી એની માફક પ્રાણ સટસટનાં જોખમ વહોરી લઈ પરદેશ જતા. ત્યાંના જંગલી લોકોને કેળવતા અને ઉપદેશથી સુધારી ધર્મબોધ કરતા તથા તેમનાથી અલગ નહિ રહેતાં તેમની સાથે લોહીને સંબંધ બાંધી રાજ્યસ્થાનો પણ ઉભાં કરતા; એ વાત ભગવાને અગત્ય મહર્ષિ અને તેમના શિષ્યો તથા સહાયકે, મુનિ તૃણબિંદુ સરખા સાહસિક અને નિડર પ્રજાઉદ્ધારકના ચરિત્ર પરથી સિદ્ધ થાય છે. હાથપગ જોડીને બેસી રહેવામાં, લંબાણ ક્રિયમાણની અનુદ્યોગતામાં, સ્વાર્થમાં, મમતામાં, પોતાની જ મેટાઈમાં અને ખોટા મિથ્યાભિમાનમાં માણસથી કંઈજ બનતું નથી. પાછલા વખતમાં હિંદુસ્તાન આવી હાલતમાં જેમનું તેમ અમુક સરહદમાં બંધાઇ રહેવાથી દુનિયાની સર્વે પ્રજાને દયા આણવા જેવી સ્થિતિએ આવી ગયું. વર્તમાન સ્થિતિમાંથી તેને ઉદ્ધાર, તેનાજ પૂર્વજોનાં આવાં સાહસ અને પરાક્રમેનાં વૃત્તાંતમાંથી થશે, માટે આવાં વૃત્તાંતે લોકની જાણમાટે જેમ બને તેમ વધારે બહાર લાવવાં જોઈએ. અલબત, આમાં એટલું યાદ રાખવાનું કે, આગળ જેમ ટટ્ટાબાજી–ગપેગપ ચલાવવામાં આવતી, તેમ થવું જોઈએ નહિ. એકદંગિયા લોક જોઈ આવનાર ભેળા ને વહેમી યાત્રીઓના ગપાટાથી પ્રવાસવાર્તાઓ ચિતરાવી જોઈએ નહિ. એમાં ચોકસાઈથી ખરી હકીકતે તેના મૂલાધાર સાથે પ્રજા આગળ રજુ કરવી જોઈએ. જે આવાં ચરિત્ર લોકોના વાંચવામાં આવે તે “અટકે અટકી પડયા” જેવું થાય નહિ.કેળવણી,માણસાઈ ધર્મ અને સ્વાર્થ સૌ આમાં સમાઈ જાય છે. હિંદના મહા વીશ્વર ટાગોરના પૂર્વ તરફના પ્રવાસ પછી, પૂર્વ તરફ એટલે જાપાન, ચીન અને મસાલાના ટાપુઓમાં આર્યોની સંસ્કૃતિ નષ્ટપ્રાય થતાં થતાં પણ કેવી પ્રબળ છાપ ત્યાંના લેકપર પડી રહેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com