________________
૧૩૦
આર્યસંસ્થાના પ્રાચીન મહાન સંસ્થાપકમહર્ષિ અગત્ય સમાન બનાવી બધી રીતભાતે આર્ય જેવાજ બનાવી દીધા હતા. હાલના યુરોપીયને અને અન્ય મુસાફરો મુક્તકંઠે પિકારીને કહે છે કે, ત્યાંના લોકનાં ખોળિયાં હાલ મુસલમાન બની જવા છતાં તેમનાં ઘર ( સમાજ ) અને હૃદય તે બ્રાહ્મણ જેવાં રહેલાં છે.
આ મુનિ આર્યસંસ્કૃતિ અને બ્રાહ્મણધર્મના ઉપદેશમાટે કયાં ક્યાં ય હતા, તે વાયુ પુરાણમાં જણાવેલું છે. બહિનદીપ-બનિયે, કુશીપ, વરાહ ને સખ્યદ્વીપ-આ દ્વીપ સુંદરપસમહમાંનાજ છે. બીજા દેશો અને બેટોમાં તેઓ ફર્યા હતા. તે મહામલય પર્વત ઉપર રહેતા હતા. સુમાત્રામાં આ નામનો એક પર્વત છે. પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃત શિલાલેખો ઉપરથી જણાય છે કે, બૌદ્ધોના જતા પહેલાં સૈકાઓ પૂર્વે બ્રાહ્મણ ( મિશનરીઓ ) ઉપદેશકે ચીન અને પૂર્વ તરફના દ્વીપસમૂહો ઉપર ફરી વળ્યા હતા.
ઈ.સ. ૭૩૨ નો એક સંસ્કૃત લેખ દક્ષિણ કેડોઈમાંથી મળી આવ્યું છે, તેમાં જણાવ્યું છે કે મધ્ય જાવામાં સંજય નામે એક રાજા હતો. સંસ્કૃત લેખ આ પ્રમાણે છે:-“ જાવા નામે એક ઉત્તમ દ્વીપ છે, ચોખા અને બીજા અનાજોના અખૂટ ભંડારરૂપ અને સોનાની ખાણવાળા તે દ્વીપમાં એક સુંદર અને ચમત્કારી શિવનું ધામ છે, જેનો હેતુ આ જગતમાં પરમ સુખ મેળવવા-. નો છે. એ ધામ કુંજર-કુંજ દેશમાં રહેતી એક જાતિનાં મંદિરની પ્રતિકૃતિરૂપે બંધાયેલું છે. જે આ લેખ ઉપરથી એમ માનવાને પૂરતાં કારણે છે કે, દખણમાં કુંજર-કુંજ નામે એક પતિ ધામ હતું. તેરમી શતાબ્દિના વિજયનગરના લેખો ઉપરથી આપણે જાણીએ છીએ કે, તુંગભદ્રા કિનારા સામે હાલના હેપ્પીની ઉત્તરે “કુંજરકેાણ' નામે એક ધામ હતું. આ રમણીય પહાડ ઉપર કેણ રહેતું હશે ? આનો ઉત્તર આપણને હરિવંશમાંથી એ મળે છે કે, કંજર પહાડ ઉપર, અગત્ય મુનિના પવિત્ર આશ્રમ હતો. ઉપલા લેખે અને આ એતદેશીય પૂરાવાઓ ઉપરથી એમ પૂરવાર થાય છે કે, કુંજરકોણ દેશના લોક જાવા ગયા હશે અને ત્યાં તેમણે પોતાના દેશમાં તુંગભદાના તીર ઉપર જેવાં શિવાલય હતાં તેવાં શિવાલયો જાવામાં બાંધ્યાં હશે, કે જેને ઉપલા લેખોમાં ઇસારે છે. બીજો શિલાલેખ આનાથી આગળ વધી એમ બતાવે છે કે, અગત્યે પોતે જાવા જઈ શિવાલય બંધાવ્યું હતું. કળશને ( અગત્યે ) પોતે શિવાલય બાંધી તેને “ભદ્રાલોક' નામ આપ્યું હતું. તેમના બધા વંશજો ત્યાં તમામ સુખ અને શાંતિ મેળો ! અગત્ય ગોત્રના શૈવ બ્રાહ્મણોએ જાવા જઈને એક સંસ્થાન વસાવ્યું હતું. આશ્વલાયન ગૃહ્યસૂત્રપરથી જણાય છે કે, વૈદિકકાળે મૈત્રાવરુણુએ પિતાનું ગોત્ર પ્રસ્થાપિત કર્યું હતું. જાવામાં પિતાનાં ગોત્ર ઉભાં કરનાર અને શિવાલયો બંધાવનારતરીકે અગત્ય જાણતા હતા; એટલું જ નહિ પરંતુ દખણની માફક તે મૂર્તિને રૂપે આલામાં સ્થપાઈ લોકોથી પૂજાતા પણ હતા. શરૂઆતમાં સુખડના લાકડાની તેમની પ્રતિમા બનાવવામાં આવતી, પરંતુ તે પછી સુંદર પથરની બનવા માંડી. સન ૭૬૦ ના એક શિલાલેખમાં જણાવ્યું છે કે, જાવાના એક રાજાએ જોયું કે, તેના બાપદાદાઓએ બનાવેલી અગત્યની સુખડની મૂર્તિ જમીન ઉપર પડી છણું થઈ ગઈ છે, ત્યારે તેણે સલાટને ચમકારી કાળા પથ્થરમાંથી અગત્યમુનિની એક પ્રતિમા બનાવવાનું ફરમાવ્યું. જાવા અને બાલીદ્વીપમાં અદ્યાપિ પણ ધર્મના સોગનનામામાં અગત્યનું નામ લેવરાવાય છે. “જ્યાંસુધી ચાંદો સૂરજ તપે છે અને જ્યાં લગી પવન વાય છે, ત્યાંસુધી તેમના નામની મહત્તા-આમન્યા ચાલે છે.” આ ઉપરથી એમ કહેવું ખોટું નથી. કે, ઈસ્વીસનના સાતમા સૈકા પહેલાં અગત્યની પૂજા જાવામાં ચાલુ થયેલી હતી. તે દખણમાંથી ત્યાં ગયેલી હતી. એમના જેવી પ્રતિમા દક્ષિણ હિંદુસ્તાનમાંથી મળી આવે છે, તેવી ને તેવીજ કવચિત સહેજસાજ ફેરફારવાળી તેમની પ્રતિમાઓ સુમાત્રા, કેડિયા, એનામ–ચંપા,. બેનિ, જાવા અને બાલી વગેરે દેશ અને દ્વીપો કે જયાં તે મહાત્મા ધર્મોપદેશ કરતા અને આર્યસંસ્કૃતિનો વાવટો ફરકાવતા ફરેલા, તે તે સ્થાનોમાંથી મળી આવવા માંડી છે. જાવામાં તેમની મૂર્તિ લોકમાં ચાલતા શિવગુરુ અથવા ભટ્ટારક ગુરુને નામે ઓળખાય છે. જાવાની પ્રોગ નદી આગળથી ભગવાન અગત્યની એવી સુંદર કારીગરીવાળી એક મૂર્તિ મળી આવી છે, કે જેની બરોબરીમાં બીજી કોઈ પણ મૂર્તિ મૂકાય નહિ. સમુદ્રપાર આવેલા દૂરના જાવા જેવા બેતમાંથી મળી આવેલી આ પ્રતિમા જાવા અને હિંદના તે વખતના સંમેલને તેમજ હિંદના શિલ્પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com