________________
૧૩૮ આર્યસંસ્થાનના પ્રાચીન મહાન સંસ્થાપક-મહર્ષિ અગત્ય દક્ષિણપૂર્વ પ્રાંતપર આવેલા વેદારણ્યમાં તેઓ સુંદર મૂર્તિરૂપે રહેલા છે. મૂર્તિ સુંદર કારીગરીને નમુનો છે. તેમના હાથમાં કમંડળ, અક્ષમાળા અને માથે જટા છે. આવા અલૌકિક મૂર્તિ સ્વરૂપે તેઓ દ્રાવિડથી પરમેશ્વરરૂપે અદ્યાપિ પૂજાય છે.
આ પ્રમાણે દખ્ખણને આર્યસંસ્કૃતિ અને આર્ય–બ્રાહ્મણધર્મ આપ્યા પછી અગત્ય ઋષિએ સમુદ્રની પેલી પારના લોક તરફ નજર પહોંચાડી. વિધ્યપર્વતની આડને લીધે જે મહર્ષિ દખણમાં જતાં અટક્યા ન હતા, તે સમુદ્રની આડથી આગળ વધતા અટકે, એ સંભવિત ન હતું. પુરાણમાં તેમના આ સાહસને ચમત્કારરૂપે વર્ણવતાં જણાવ્યું છે કે, સાગરે તેમને માર્ગ આયો નહિ; ત્યારે તેઓ એક અંજલિમાં તેને પી ગયા-અર્થાત અગમ્ય મુનિ સમુદ્ર - ળંગી સામી પાર ગયા અને ત્યાં પણ આર્યસંસ્કૃતિ અને બ્રાહ્મણધર્મનો ઉપદેશ કરી લોકોને ઉદ્ધાર કર્યો. ઉપલબ્ધ ઇતિહાસ ઉપરથી જણાય છે કે, જે જે પ્રજાએ સ્વદેશ છેડી બહાર નીકળી છે, તે સર્વે ધર્મોપદેશ કરનારા સાહસિકોથીજ સ્વદેશબહાર જઈ પોતાનાં સંસ્થાને રાજ્ય સ્થાપી શકી છે. સમુદ્રનું પાન કરી કંભનિ ભગવાન અગત્ય જે દેશોમાં ગયા, તે દેશ તે બીજા કેઈજ નહિ, પણ દક્ષિણબર્મા, સુમાત્રા અને સુંદીપસમૂહમાંના જાવા, બનિયે અને બાલી વગેરે દ્વાપિ હતા. સમુદ્ર પરના આ પરાક્રમથી તેઓ પીતસમુદ્ર' વગેરે નામે અળખાય છે. દિખણમાં શિવાલય બંધાવી તથા પિતાનાં ગોત્રની પરંપરા ચલાવી અગત્ય મુનિ પૂર્વ તરફ ગયા અને ત્યાં પણ તેમણે સુંદર શિવાલયો બંધાવી શૈવધર્મ પ્રવર્તાવ્યો. “શિવારાધનતત્પર ” " એવા નામે ત્યાં તે કહેવાયા અને બ્રાહ્મણધમ તથા આર્ય સંસ્કૃતિના પ્રચાર ઉપરાંત કેડિયામાં જઈ ત્યાં એક રાજયવંશ પણ ઉભો કર્યો-
કેડિયાના મહસિદ્ધ કઢબની એક સુંદર કન્યાને તેઓ પરણ્યા અને તેને નરેન્દ્રવર્મા નામે પુત્ર થયા. તે કેડિયાની ગાદીએ બેઠે. આંખકેમ્બડિયાના અંકારવતમાંથી મળેલા એક શિલાલેખમાં તેમને માટે આ પ્રમાણે લખાયેલું છે – “આર્યભૂમિમાં જન્મેલ અગત્ય નામે બ્રાહ્મણ, જે શિવારાધનતત્પર છે તે અધ્યાત્મવિદ્યાના અદ્દભુતબળે શ્રીભદ્રેશ્વર મહાદેવની આરાધના માટે કંબોડિયા આવ્યા અને દીર્ધકાળપર્યત શિવનું આરાધન કરી નિવસ-મુક્તિ પ્રાપ્ત કરી ગયા.” બીજા એક લેખમાં-“ અગત્ય નામે એક પ્રખ્યાત બ્રાહ્મણ જે વેદનિષ્ણાત હાઈ આર્યલોકેની ભૂમિમાં જન્મેલ છે તે અહીં ( કંબુ દેશમાં ) આવ્યા, મહસિદ્ધ કુટુંબની એક સુંદર કન્યાને પરણ્યા; તેથી એક પુત્ર થયે તે નરેન્દ્રવર્માને નામે લોકમાં વિખ્યાત છે.” આ વંશાનુક્રમ બીજા શિલાલેખમાં પણ લખાયેલો છે; એટલે એમ માનવામાં વાંધો નથી કે, લોકમાં સારી રીતે જાણીતી વાત-દંતકથા ઉપરથી જ તે લેખમાં કોતરાયેલ છે. આ લેખને લગતું શિવાલય કેમ્બોડિયામાં બહુજ સુંદર બાંધણીએ બંધાયેલું છે અને તે અગત્યમુનિના પરિશ્રમનું ફળ છે. એમ કહેવાનું રહેતું નથી. જે રાજવંશને તેઓ જન્મ આપનાર હતા, તે રાજવંશ એ શિવાલયને મોટી મોટી દેણગીઓ દઈ નિભાવતો હતો.
કેમ્બોડિયામાં જ નહિ, પરંતુ સ્વામદેશ-સિયામમાં પણ દખણના જેવી પંચધાતુની પ્રતિમાએ તામિલ ભાષાના લેખ સાથે મળી આવે છે. તામિલ થપિત-સલાટોની કારીગરી સિયામ, ચંપા, કંબુ અને સુંદદ્વીપમાં ગયેલી જણાય છે. શિવારાધના અને બ્રાહ્મણી આચારવિચાર વગેરેને એ દેશે સાથેનો દખ્ખણનો સંવ્યવહાર ઘણા લાંબા કાળનો હોવાનું જણાય છે. આર્ય સંસ્કૃતિને પૂર્વ તરફ ખરેખરી ખીલવનાર અગત્ય મુનિ હતા, કે જેમણે મેકગ નદીના કિનારા ઉપર જઇ આર્ય– આશ્રમ-થાણું નાખી આર્ય રાજવંશ સ્થાપ્યો હતે. સ્કંદ પુરાણમાં સાન પહાડ ઉપરના મંદિરને ખુંદનાર પેલે આવી રાજા “ કાબુજ હા’ ઉપર સવાર થયેલા હસ્તે એમ જણાવેલું છે. આ રાજાને શૈવ બનાવો કાબુજેને શિવધર્મની દીક્ષા આપવાનું મહાન કાર્ય અગત્યમુનિએ બજાવ્યું હતું. એકલો ધમ જ તેમણે પ્રસાર્યો નથી, પણ લેકેને લગભગ આર્યો
સમ માર્ગ નહિ આપવાથી તેમણે ક્રોધે ભરાઈ તેનું પાન કર્યું, એ વાતો ઉપરાંત બીજી વાત એવી છે કે, કાલેય નામના રાક્ષસે સમુદ્રમાં સંતાઈ રહેતા અને વખત આવ્યે બહાર નીકળી ત્રણે જગતને સંતાપતા હતા. ઇકે આ રાક્ષસે સામે લડાઈ ઉભી કરી, ત્યારે તેને સહાય કરવા કાલેને સંતાઈ રહેવાના સ્થાન૩૫ સમુદ્રને મુનિ પી ગયા અને પછી સંતાવાનું સ્થાન નહિ રહેવાથી ઉઘાવ પડેલા રાક્ષસને ઈંઢે હરાવ્યા. આથી તેઓ પીતાબ્ધિ અને સમુદ્રચુલુક વગેરે નામોથી પુરાણોમાં વર્ણવાયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com