________________
આર્યસંસ્થાના પ્રાચીન મહાન સંસ્થાપક-મહર્ષિ અગત્ય ૧૩૭ निर्जितासि मया भद्रे शत्रुहस्तादमर्षिणा । अगस्त्येन दुराधर्षा मुनिना दक्षिणेवदिक् ॥
હે ભદ્રે ! અગત્યમુનિએ દુરાધર્ષ દક્ષિણદિશા છતી હતી ( રાક્ષસોને વશ કરી સુજનને રહેવા યોગ્ય બનાવી હતી), તેમ અમર્ષવાળા શત્રુના હાથમાંથી હું તમને જીતી લાવ્યો છું.” ઉત્તરાપથમાંથી આર્ય મિશને નીકળેલા અગત્યમુનિ જેમ જેમ દખણમાં આગળ વધતા જતા હતા, તેમ તેમ આર્ય આશ્રમ-થાણાં–નાખતા જતા હતા. આવાજ એ મુનિએ સ્થાપેલા કુંજ પર્વત આગળના એક આશ્રમમાં વનવાસ દરમિયાન સીતા ને લક્ષ્મણ સાથે રામ રહ્યા હતા.
મનિ મૈત્રાવરાણીને આશ્રમ બાંધતા જતાં પણ રાક્ષસે જપીને બેસવા દેતા નહિ. અવલીને ઈશ્વલ અને બદામી-વાતાપિપુરને વાતાપિ, આ બે ક્રૂર રાક્ષસો દંડકારણ્યની ઉત્તરે રહેતા બ્રાહ્મણ મુનિઓને વારંવાર સતાવતા હતા–અરે સતાવતા હતા એટલું જ નહિ, પરંતુ તેમને ખાઈ જતા હતા. બદામીથી ત્રણેક માઇલપર માલકૂટ પર્વત ઉપર અગત્યે તેમને વશ કર્યા હતા. વાતાપિપુર, જેને હાલ બદામી કહેવામાં આવે છે કે, આ મુનિના રહેવાથી એક વિદ્યાપીઠ બની રહ્યું હતું અને અત્યારે પણ દક્ષિણાપથના કાશી તરીકે જૂના પંડિતો તેને માને છે. ઐહોલ અને છે લાંક પ્રાચીનતર ખંડેર અત્યારે પણ તેનું પુરાતનપણું દર્શાવે છે. સન ૧૫૦ માં ટોલેમીએ બદામીને (બડિઆમાઓઈ) એ નામે જણાવ્યું છે.
આર્યધર્મ અને આર્યસંસ્કૃતિ દક્ષિણાપથમાં પ્રસારવામાટે ત્યાંના નાનામોટા રાજાએ અગત્યમુનિએ આશ્રય લીવે છે, એમ પણ જણાય છે. સ્કંદપુરાણની કેટલીક આખ્યાયિકાએમાં અને લેખોમાં આ વાત જણાવેલી છે. વજીગદ નામના એક પાંડવ્ય રાજાએ એકવાર ઝનુને ચઢી કાવડદેશમાં આવેલા સોન પહાડ ઉપરનાં દેવળાને અપમાન આપ્યું હતું. છેડા પર બેસી તેણે દેવાલયને ખુંદી નાખ્યું હતું. મૈત્રાવરુણ કુંભભવ મુનિ અગત્યે તેને તે પછી એ તે નરમ બનાવી દીધો હતો કે, જે દેવાલયને તેણે નાશ કર્યો હતો તે દેવાલયના દેવતા એનેશ્વર મહાદેવને તે ભક્ત બન્યો; એટલું જ નહિ પરંતુ પિતાનું સર્વસ્વ તેમને અર્પણ કરી ઋષિ અને ઋષિપત્નીના આશીર્વાદ મેળવ્યા. દક્ષિણાપથમાં વિદ્યાકળાના આદિપ્રવર્તક અગત્ય મુનિ છે. તેમણે વૈદિક, વ્યાકરણ, વેદ અને ધર્મ લોકોને શીખવાડીને કમળ સુજન બનાવ્યા તથા આર્યધર્મને લગતા સિદ્ધાંત અને બધી પરંપરા પણ તેમને આપી. એમણે પોતાનું ગોત્ર સ્થાપ્યું કે જે ગોત્રના બ્રાહ્મણે અદ્યાપિ હયાત છે. દખણના વયોવૃદ્ધ વિદ્વાન અત્યારે પણ એમ કહે છે અને માને છે કે, તામિલ ભાષા, દ્રાવેડિયન લિપિ, વ્યાકરણ, પ્રતિમા બનાવવાનું (પ્રતિમાલેખન) શાસ્ત્રશકલાધિકાર વગેરે ગ્રંથે અને વિદ્યાઓ, એજ આદિ ધર્મપ્રવર્તકના જ્ઞાન અને શ્રમને આભારી છે.
અગત્યમુનિ દક્ષિણાપથને આર્ય બનાવતા બનાવતા છેક કેપકુમારીન સુધી પહોંચી ગયા હતા. એ ભૂશિર નજીક આવેલા પાયાધી પહાડ ઉપર તેમને અર્પણ થયેલાં આલયો આવેલાં છે. એમ કહેવાય છે અને શ્રદ્ધાળુઓ માને છે કે, પ્રાકત આંખને નહિ જણાય એ રૂપે અદ્યાપિ તેઓ એ શિવાલયોમાં આવે છે અને પૂર્વકાળે જેમ દખણમાં આવતા અને વળી અલોપ થઈ જતા, તેમ હાલ પણ તેઓ કોઇવાર દેખાવ દે છે અને કોઈવાર અદશ્ય રહે છે; પણ દક્ષિણમાં પારભ્રમણ તો રાખે છે જ.
મુનિથી સંસ્કૃત થયેલી દખણની પ્રજાએ તેમને દેવતારૂપ માની બદલો વાળી આપે છે, એમ કહ્યા વગર ચાલતું નથી.હું ઘણું મંદિરો અને આલયોમાં તેમની મૂર્તિનું લોકેએ સ્થાપન કર્યું હતું. ઘણે ઠેકાણે તે દેવતુલ્ય પૂજાય છે, અગસ્તુપૂજન પિરાણિક કાળનું છે. અગત્ય દેવનું પૂજન કરવાની વિધિ અગ્નિ અને સ્કંદ પુરાણમાં બતાવવામાં આવેલ છે. પૂજનવિધિ પછી ધ્યાન માટેના લોકમાં કહે છે કે:-“હે કમાનિ ! તમે અશ્ચિમથી ઉપજેલા, મિત્રાવરુણના પુત્ર, કાશમંજરી જેવા “વેત વર્ણાગ અને જગતવ્યાપી છે. વળી આપ કે જેઓ મુનિભક્ષક વાતાપિને જમી ગયા હતા, જે સમુદ્રને પી ગયા હતા તે અગત્ય મુનિ, તમને નમસ્કાર છે.” કેપકુમારીને આગળના પાયાધી પહાડ ઉપર તેઓ અદભૂત ચરિતરૂપે રહેલા છે. કેરમંડળ કિનારાના
6 કવાડિયા અગત્ય મુનિને એક ઈશ્વરતરીકે પૂજે છે. તેમના દેવાલ બાલાં છે અને તેમને પિતાના ઈષ્ટદેવ માને છે. દક્ષિણાપથમાં તેમના નામને સંવસર પણ ચાલતો. અગ સંવત્સર ઈ સ. પૂર્વે છઠ્ઠા કે સાતમા સકામાં ચાલુ થયેલે, એવો યુરોપિયન વિદ્વાનોને મત છે. અગત્યમુનિએ જે પ્રયાસ કરેલા
છે તે, આગલા ઋષિમુનિઓ કેવા ખંતી અને સાહસિક હતા તે દર્શાવી આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com