________________
આર્યસંસ્થાના પ્રાચીન મહાન સંસ્થાપક
महर्षि अगस्त्य
વેદકાળના મંત્રદ્રષ્ટા મહાન ઋષિઓમાંના અગત્યઋષિ આર્યાવર્તની બહાર આર્ય સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે જાણીતા છે. રામાયણ અને પુરાણોમાં એમને દક્ષિણાપથના ભયંકર રાક્ષમાં જઈ તેમને વશ કરવા અને સુજન બનાવવામાટે બ્રાહ્મણધર્મ પ્રચારમાં અગ્રેસર ગણેલા છે. વેદમાં એમની ઉત્પત્તિને માટે એમ કહેવું છે કે, એક વાર યજ્ઞ ચાલતો હતો તેવામાં ઉર્વશી અપ્સરા ત્યાં આવી, તેને જોઈ મિત્રનું વીર્ય ખલિત થઇ એક ઘટમાં પડવું, તેમાંથી આ ઋષિ ઉત્પન્ન થયા. આથી તેઓ ઘટદ્દભવ, કળશયોનિ મૈત્રાવરુણ અને ઔવંશય વગેરે નામોથી ઓળખાય છે. એ લોપામુદ્રા-કૌશિતકીને પરણ્યા હતા અને તેમને દ્વિધાસ્ય તથા દ્વિધાસ્ય નામે બે પુત્રો થયા હતા. વળી એમ પણ કહેવાય છે કે, તે પુલત્ય ઋષિના કુળમાં જન્મ્યા હતા અને કઈમની હવિભું કન્યાને પરણ્યા હતા. ગમે તેમ હે; પરંતુ દક્ષિણાપથને સંસ્કૃત કરી ત્યાં આર્ય સંસાને સ્થાપવા માટે અગત્ય પ્રાચીન તેમજ અર્વાચીનોમાં મુખ્ય અગ્રેસર, આર્યધર્મપ્રચારક અને પ્રસારક ગણાય છે.
બૌદ્ધાના પહેલા બ્રાહ્મણ દક્ષિણ અને પૂર્વ તરફ પિતાને ધર્મ અને સંસ્કૃતિ લઈ ગયા હતા. સપ્તસિંધુ પ્રદેશમાંના આર્યો પ્રથમ પૂર્વ તરફ ગંગાયમુનાના પ્રદેશમાં ગયા. ત્યાં પોતાની સંસ્કૃતિ ખીલવી અને કાશીને બ્રાહ્મણ વિઘાનું તથા શૈવધર્મનું મુખ્ય મથક બનાવ્યું. અગસ્ય ઋષિ કાશીમાં રહેતા ત્યારે ત્યાં ઠેકઠેકાણે એટલાં બધાં શિવલિંગ સ્થપાયેલાં હતાં કે ઋષિને ગંગાસ્નાન કરવા જતાં શિવલિંગને ઠેસ વાગે નહિ તેની સંભાળ રાખવી પડતી. કાશીમાં તેઓ ઝાઝ વખત રહ્યા નહિ, એટલામાં તો આર્યવિદ્યા, કળા, ધર્મ અને સંસ્કૃતિના પ્રચારમાટે તેમને દક્ષિણ તરફ જવું પડ્યું. વિંધ્યાચળ ઓળંગીને હજી આર્યસંસકૃતિ દક્ષિણમાં ગઈ ન હતી; અને કંઇક ગઈ હતી તો તેને ત્યાં રહેતા રાક્ષસો અને જંગલી લોકે વારંવાર ઉછિન્ન કરતા હતા. અગત્યે દક્ષિણમાં જતાં વિંધ્ય પર્વત જે પૌરાણિક કથા પ્રમાણે ઉંચો ને ઉંચે વધતો હતો, તેને દંડવત નમસ્કાર કરી લાંબો થઈને પગે પાડયા પછી, ઋષિએ ઉભા થવાની આજ્ઞા આપી નહિ; પિતે પાછા ફરશે ત્યારે ઉઠાડશે, એમ તેને કહ્યું. તે ફરીને પાછા ફર્યા નહિ અને વિંધ્યાચળ ઉભોય થવા પામે નહિ. આ ઉપરથી “જનાર પાછું ન આવે એવા પ્રસંગને માટે “અગત્ય યાત્રા” અને “અગત્યના વાયદા” એવી કહેવત નીકળેલી છે.
બ્રાહ્મણ સંસ્કૃતિ લઈ જનાર ઋષિમુનિઓને દખ્ખણમાં રહેતા જંગલીઓ-રાક્ષસો, વાનરો અને રીંછો વારંવાર પીડા કરતા હતા. દખ્ખણમાં સુશીલ ને સુધરેલી આર્યપ્રજાએ જવું અને રહેવું એ મોટી મુશ્કેલી અને જોખમદારીનું કામ હતું; તેથી ઉપલી પૌરાણિક કથાને એવી રીતે ઘટાવ
માં આવે છે કે, પહાડ જેવી મુશ્કેલીને અગત્યે દુર કરી: એટલું જ નહિ પરંતુ તેને આર્યોને નમતી બનાવી. રામાયણમાં તપવન અને આશ્રમોનો જગતીઓને હાથે કે નાશ થતો હતો તે બતાવેલું છે. દખ્ખણમાં વિંધ્ય પછી તરતજ જે સંસ્થાને વસાવવામાં આવ્યું તે અગત્યનું વસાવેલું હેઈ તેમાં આર્ય પદેશક વગેરે રહેતા. આને “જનસ્થાન' કહેવામાં આવ્યું. તેની દક્ષિણે અર્ધસુધરેલા પણ પાશવમાં રહેલા વાનરેનું સંસ્થાન હતું, અને તેની પેલી તરફ વધારે દખણમાં રાક્ષસો રહેતા હતા. આ ક્રમ આપણે રામપ્રવાસ પરથી જાણીએ છીએ. વિશ્વામિત્ર પ્રથમ પિતાના યજ્ઞને રાક્ષસો બાધ કરે નહિ તે માટે, રામલક્ષમણને બાળપણમાં જ રક્ષકતરીકે લઈ ગયા હતા, અને તેમણે રાવણની બહેન તાડકા અને તેને સહાયક રાક્ષસને મારી યજ્ઞ ભંગ થતો અટકાવ્યો હતો. અરણ્યકાંડમાં દક્ષિણાપથ જે ગાઢ જંગલો અને જંગલીઓથી ભરેલો હતો, તેને અગત્યે કેવા શ્રમે ઋષિમુનિઓને વસવા યોગ્ય બનાવ્યું, તે વર્ણવેલું છે. બ્રાહ્મણ અને તેમના યજ્ઞયાગાદિ કાર્યોના કટ્ટા શત્ર-રાક્ષસને અગત્યે પોતાના ઉપદેશથી અને ચમત્કારી એશ્વર્યથી નમાવી દીધા હતા. રાવણને મારી સીતાને લઈ પાછા ફરતાં રામ સીતાને સંબોધીને કહે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com