________________
સાહિત્યને એક અસામાન્ય હયાત સેવક–જદુનાથ સરકાર
૧૩૫ સરકાર ઉનાળાને માટે દાર્જીલિંગમાં રહેવાનું રાખે છે. ત્યાં એમણે બંગાળી લત્તામાં ઘણું વીથી પિતાની સ્થિતિ પ્રમાણેનું એક સાદુ મકાન કર્યું છે, ને એનું નામ “સરકાર આવાસ' રાખ્યું છે. નામ ઉપરથી કોઈને મોટા મહાલયની કલ્પના આવી જાય; પણ એ તો આગગાડીના ડબા જેવી પાટિયાંની સાદી બંગલીજ માત્ર છે. તેના બે ભાગ કરેલા છે અને દરેક ઓરડી આઠ આઠ પુટ લંબાઈ પહોળાઇની છે. આગલી ઓરડીમાં બારી આગળ ટેબલ છે ત્યાં પોતે લખવાવાંચવાનું અને લોકોને મળવાનું રાખે છે. બીજી ઓરડીમાં સૂવામાટે પાટિયાનો ખાટલો અને પરચુરણ સામાન રહે છે. ચોપડીઓનાં તો બધે વન ! જયાં જુઓ ત્યાં ચાપડીઓ અને અવલોકનમાટે ટપાલમાં આવેલા ગ્રંથપરથી ઉકેલેલાં કાગળી પડવાં હોય !
એમના જીવનની સાદાઈ જોઈને તે ભાગ્યે જ ખ્યાલ આવી શકે, કે તેઓ કોઈ મહાવિદ્વાન કે પ્રિન્સિપાલ કે સી. આઈ. ઇ. નો ખિતાબ ધારણ કરનાર વ્યક્તિ હશે! એમનું લખવાનું ટેબલ જુઓ તે સાદાં પાટિયાંનું બનાવેલું સાવ મામુલી ! એજ ટેબલ પર શિવાજી અને ઔરંગઝેબના સુપ્રસિદ્ધ ઇતિહાસના પાંચ ગ્રંથ લખાયા હતા. ટેબલ પર સગવડ પડતી ઉંચાઈએ ગોઠવેલી એક વિજળીની બત્તી નજરે પડે છેઃ એ હમેશાં રાતના બાર વાગ્યા સુધી બળનારી. અધ્યાપક સરકારના બધાં પુસ્તકો અહીં દાર્જીલિગમાંજ લખાયેલાં. માત્ર કેટલીક બાબતેના પૂરાવા જોઈએ તે પટણું જઈને લાયબ્રેરીનાં પુસ્તકમાં જઈને ગોઠવી લેતા.
રોજ સાંજે ચાર વાગે એટલે એ નિયમિત રીતે કરવા નીકળવાના. એ વખતે સાદાં કેટપાટલુન હંટ વગેરે પહેરે છે; પણ તેમાં જરાયે આછકડાઈ ન લાગે. મળવા આવનાર માણસ સાથેના વર્તનમાં પણ સભ્યતા અને નમ્રતા એટલા કે એ જોઈને આપણા દેશના સામાન્ય ગ્રેજ્યુએટને
ણ પોતાની અકડાઈમાટે શરમાવું પડે. ફરવા નીકળતી વખતે કોઈપણ એકાદ સેબતી સાથે હોય તે તેને નિભાવી લે. તે જ્ઞાનમાં ગમે તે કાટિન હોય, તો પણ તેની જોડે મિત્રની પેઠે સંભાષણ ચાલુ રાખે અને રખેને સાથે આવનારને પિતાના અતડાપણાથી અલું ન લાગે એ ખ્યાલે લગભગ બધે વખત પિતેજ વાતચિતનો રસ ટકાવી રાખે. આ ગુણ બહુ ઓછા વિદ્વાનોમાં માલૂમ પડે છે.
આપણામાં “વૃદ્ધ લેખાતી આજ એમની પંચાવન વર્ષની ઉંમરે પણ એ સ્મૃર્તિવાળા, તંદુરસ્ત અને રુચિકર મિજાજવાળા છે. તેમના દાંત બધા સાબુત છે, ટટાર ચાલે ઘણું ચાલી શકે છે અને ખડતલપણે લગટ કામ ખેંચી શકે છે. એમના પિતા ઠેઠ ૧૯૦૪માં ૭૫ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી ગુજરી ગયેલા. દીર્ઘજીવન અને તંદુરસ્તીની એમના કુટુંબની આ ઇશ્વરી બક્ષિસની ખરી ચાવી તે એમની સાદી અને સરળ રહેણીકરણી તથા ચુસ્ત અને એકાગ્ર જીવનમાં છે,
* “કુમાર” માસિકના ભાદ્રપદ ૧૯૮૨ના અંકમાંથી સાભાર ઉદ્દત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com