________________
૧૩૪
સાહિત્યનો એક અસામાન્ય હયાત સેવક–જદુનાથ સરકાર
થી ખાસ કરીને તે માણસમાં સ્વમાન અને સ્વાતંત્ર્યની ભાવનાએ આવે છે, જીવનવિષે એમને વિશાળ દૃષ્ટિ મળે છે અને દુનિયાની ધક્કામુક્કી તથા હડસેલા વચ્ચે ઉભા રહેવાની શક્તિનું ભાન થાય છે.
વિદ્યાર્થીઓને રાજદ્વારી ચળવળમાં ભાગ લેતા જોઈ અદ્ર સરકાર બહુ નારાજ થાય છે. તેઓ કહે છે કે, માત્ર ઝુંબેશ ઉઠાવ્યું કશું વળવાનું નથી. લોકજીવન માટે કેાઈ ગંભીર અને સંગીન કામ જેઓને કરવું નથી તેમને રાજકીય જુસ્સો ખાલી વેગમાત્ર છે. સમાજસુધારણા, લેકશિક્ષણ અને જ્ઞાનના અન્વેષણ પાછળ શાંતિ ને દઢતાથી કામ કરનારા સંખ્યાબંધ માણસોની દેશને જરૂર છે. જીવનની અનેક બાજુઓ હજી વિકાસ સાધાવિનાની અધુરી પડી છેત્યાં એકધારું અને સંગીન કામ કરનારાઓની ખોટ છે. એ પૂર્યાવિના સ્વાતંત્ર્યનું સ્વરૂપ સમજાવાનું નથી. એમના
આ વિચારો જોડે સૌ સંમત હો કે ન હો, પણ એમનું જીવન તથા ચારિત્ર્ય તે આ દરેકેદરેક વિચારની સચોટ સાક્ષી પૂરે છે.
- શાહજહાંના સમયથી માંડીને તે ઠેઠ મોગલ સામ્રાજ્યના અંતસુધીનો રજેરજ વિગતથી ભરેલો સંપૂર્ણ ઇતિહાસ એમણે લખ્યો છે. મોગલ બાદશાહોના સમકાલીન રજપૂત તથા તે મનાં રાજ્યોની હકીકત એમણે બરાબર લખી છે. દુર્ગાદાસવિષે અ સરકાર વાત કરતા હોય ત્યારે આપણને જાણે એમજ લાગે કે એ પોતે દુર્ગાદાસના જાની મિત્ર હશે ! એટલી હદસુધીની એની ઝીણી અને ખાનગી હકીકતો રજુ કર્યું જાય. એમણે દરેક બાબત નિષ્પક્ષપાત તુલા રાખીને જેની છે અને સમતાપૂર્વક રસિકતાથી લખી છે. ઔરંગઝેબને થતા અન્યાય એમના ઈતિહાસથી અનેક રીતે દૂર થાય છે. શિવાજીને આઠ રાણી હતી એ વાતની તે આપણને આટલા જમાના વીત્યા પછી જાણ થઈફ -એમનાજ તરફથી. કોઈપણ મહારાષ્ટ્રીય ગ્રંથકાર તરફથી એ હકીકત બહાર પડી નહોતી. કલકત્તાના કારાગૃહ જેવો કોઈ પ્રસંગ બન્યજ નથી, એ પુરવાર કરનાર પ્ર સરકાર છે, એ વાત તે હવે મશહૂર છે.
મોગલસમયની તવારીખો ઉપરાંત તેમણે “શ્રી ચૈતન્ય પ્રભુની યાત્રા તથા ઉપદેશામૃત' નામનો એક ધાર્મિક ગ્રંથ પણ લખ્યો છે. તેમાં ઈ. સ. ૧૫૦૦ન્ના સમયના હિંદુસ્તાનની સ્થિતિનું આબેહુબ વર્ણન છે. બ્રિટિશ હિંદુસ્તાનની આર્થિક સ્થિતિ ઉપર પણ એમણે એક ગ્રંથ લખ્યો છે. તેમાં એમણે પેદાશ, ઉદ્યોગધંધા, સગવડ, જમાબંધી, મજુરી, કાયદા, નાણું વગેરે પર વિસ્તારથી જોમદાર ભાષામાં લખ્યું છે. આ સિવાય પુસ્તકનાં અવલોકને તથા બીજા વિષયો ઉપર છૂટક છૂટક લેખો પણ તેમને હાથે ચાલુ લખાયાજ કરે છે. કૅલેજોમાં ઇન્ટરમીડિયેટ સુધીનું શિક્ષણ માતૃભાષા દ્વારા અપાવું જોઇએ, એવો તેમનો મત છે; અને એ વિષે એમણે એક નિબંધ પણ લખ્યો છે.
એમનાં આ બધાં લખાણો તથા અંગત અધ્યયન વગેરેનું કામ કોલેજની જવાબદારીઓ પૂરી કર્યા પછીના ખાનગી વખતમાં અને રજાઓમાં જ એમણે કર્યું છે. આટલા કાર્યનમગ્ન રહેતા હોવા છતાં વિદ્યાર્થીઓને તે પોતાના જીવનમાં છૂટથી ભળવા દે છે. પિતાના ગાંઠના ખર્ચે એમણે સારા વિદ્યાર્થીઓને ઘેર રાખી ઇતિહાસના ક્ષેત્રમાટે તૈયાર કરી બહાર પાડવ્યા છે. ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમના હાથ નીચે રહીને કામ કરી ગયા છે. બંગાળના અત્યારના કેટલાએક પ્રસિદ્ધ પુરુષો તેમના શિષ્યગણમાં હતા. તેમનામાંના શ્રી રાધાકુમુદ મુકજી તથા રાખાલદાસ બૅનરજીએ તો પિતાની વિદ્વત્તા માટે સારી નામના મેળવી છે. એમના અંગત સહવાસમાં કેળવાયેલા તથા એમના કામની દિશા સંભાળી રાખનારાઓમાં એક ટૅ. કાલિકારંજન કાનું હાલ દિલ્હીમાં પ્રોફેસર છે અને એમણે “શેરશાહની તવારીખ” તથા “જાટલોકોને ઇતિહાસ ” નામનાં ઉપયોગી પુસ્તકો બહાર પાડવાં . બીજા એક શ્રી બ્રિજેન્દ્રનાથ બૅનઈએ “ઈંગ્લેંડમાં રાજા રામમોહનરાય
બંગાળાની બેગમ” મેગલ વિદુષીએ-નૂરજહાં અને જહાંઆરા' વગેરે લખ્યાં છે. અત્યારે પણ બે શિષ્ય તેમના સહવાસમાં કામ કરે છે, જેઓ “ ટીપુ સુલ્તાનની રાજ્યનીતિ ' પર લખી રહ્યા છે. આવી રીતે એમણે એવી પરંપરા બાંધી દીધી છે કે ઇતિહાસ સંશોધનનું કામ પાછળથી પણ એકધારું ચાલ્યા જ કરશે. - કોલેજમાં પડતી ઉનાળાની લાંબી રજાઓ વખતે મેદાનના પ્રદેશોમાં અસહ્ય ગરમીને લીધે લખવા-વાંચવા-વિચારવાનું અશકય થઈ પડે છે. તથા ચાલુ કામ અટકે છે. આ કારણથી અa
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com