________________
સાહિત્યને એક અસામાન્ય હયાત સેવક-જદુનાથ સરકાર ૧૩૩ કોઇ પણ પડી હાથ આવે કે તરત પહેલી ખબર એમનેજ આપે.
ઈતિહાસનું સ્વરૂપ બરોબર સમજવા સારૂ એમણે દરેક યુગની કલાકૃતિ સમજવાનો પણ ખૂબ યત્ન કર્યો છે. મેગલસમયનાં ચિત્રો ઓળખનારતરીકે એમની ભારે ખ્યાતિ છે. નકલી ચિત્રો તેઓ પલકવારમાં પારખી કાઢે છે. કળા પ્રત્યેનો એમનો પ્રેમ પણ એમના પિતાને જેટલો જ છે. તેઓ કહે છે કે, દેશનો ખરો વૈભવ તે દેશની કળા ને તત્ત્વજ્ઞાન જ છે. મોટા રાજ્યો હતાં ન હતાં થઈ ગયાં છે ને તેમની નિશાનીઓ ધળમાં રગદોળાઈ છે; પણ તેમની કીર્તિ જીવતી રાખી હોય તો તેમની કળા ને તત્ત્વજ્ઞાને જ.
દશેરા પછીની દીવાળીના તહેવારોની લાંબી રજાઓમાં તેઓ પોતાની કોલેજના વિદ્યાર્થીઓને લઈને નાના પ્રવાસો કરે છે; પણ એ પ્રવાસમાં ઠાઠ કે ધમાલ બીલકુલ નહિ. દરેક જણ પિતાના સામાન અને પોતાની જાતની વ્યવસ્થા સાચવે, મજૂર કે નાકર સાથે લેવે નહિ તેમ ભાડે મેળવવા નહિં. ધર્મશાળામાં ઉતરવું ને પગે ચાલીને બધા ભાગો જોવા.
- ૧૯૦૮માં વડોદરામાં જ્યારે સ્વ. રમેશચંદ્ર દત્ત દિવાન હતા, ત્યારે તેઓ ગુજરાત તરફ પ્રવાસે આવેલા. તે વખતે તેમણે માર્ગમાં આવતું દરેક ઐતિહાસિક સ્થળ નિરખેલું. તે એવી રીતે કે રાતના ભાગમાં રેલ્વેની મુસાફરી કરી દિવસે કોઈ સ્થળે પહોંચવું. તે જોઈ પાછી રાત્રે મુસાફરી. એ રીતે વખત અને પૈસા બચાવી તેમણે ઉજજેન, સાંચી, ભોપાળ વગેરે જોયાં.
ફતેહાબાદ આગળ ઔરંગજેબ કાસીમખાંને જે સ્થળે હરાવ્યો હતો તે જગ્યાએ પહોંચવા માટે પિતાનો સામાન સ્ટેશનના વેઇટિંગ રૂમમાં રાખી પરભાર્યાજ ઉપડેલા અને ખરી યુદ્ધભૂમિ ઉપર પગે ચાલી નદીકાંઠાની બધી જગ્યા જોઇ ઇતિહાસની રેખા કપેલી. એક વખત બુદ્ધગયાના આવા પ્રવાસમાં ભગિની નિવેદિતા તથા કવિવર રવીન્દ્રનાથ પણ તેમની સાથે હતા. પ્રવાસમાં તેઓ દૂધ અને રેટીથીજ માત્ર ચલાવી લે છે. તેઓ કહે છે કે, ખાવાપીવાના સ્વાદ અને વૈભવથી જ્ઞાન તથા અનુભવ ગુમાવાય છે.
પ્રવાસ કરવાવિષે તેઓ બહુજ ભાર મૂકીને કહે છે કે, પ્રવાસ હમેશાં પગે ચાલીને કર અને દરેકે દરેક સ્થળ તથા ચીજનું અધ્યયન તથા અવલોકન કરવું. ભગિની નિવેદિતાનું એક વાક્ય તેઓ વારંવાર સંભળાવે છે કે, “તમારા દેશને ચાહતા પહેલાં તેને પૂરો નિરખજે.' વિદ્યાર્થીઓને તેઓને સંદેશ છે કે –“મોજશોખને ધિક્કાર અને સાદું કર્તવ્યપરાયણ જીવન કેળવજે.”
એમના એકધારા, સાદા ને અભ્યાસપરાયણ જીવનમાં તે મોજશોખને સ્થાન કયાંથીજ હોય! નવ વર્ષની નાની વયે એક વાર એમણે બંગાળી નાટક જોયેલું; પણ પછી જ્યારે તેમને ખબર પડી કે, રંગભૂમિ ઉપર તે વેશ્યાઓ ઉતરે છે, ત્યારથી તે આજસુધી એમણે કદી નાટક જોયું નથી ! એમના કડક જીવનનું આથી સુંદર બીજું દષ્ટાન્ત કયું હોઈ શકે? બંગાળાની રંગભૂમિ આજે તે વિખ્યાત થઈ છે અને ઉચ્ચ કોટિના સંસ્કારી પુરુષો તેમાં ભાગ લઈ રહ્યા છે; તોપણ આપણું વિનેદને ખાતર સ્ત્રી જાતિને રંગભૂમિપર આવવું પડે એ તેમને ઇષ્ટ નથી લાગતું.
તેઓ કહે છે કે, આપણે બધાજ જુવાનિયાઓએ કોલેજની કેળવણી લેવાની કશી જરૂર નથી. સર્વ વિષેનું સામાન્ય વ્યવહારૂ જ્ઞાન બધાને માટે જરૂરનું છે. એથી આગળ જવાની દરેકને જરૂર પણ નથી, ને દરેકમાં લાયકાત પણ હોતી નથી. કૅલેજની ફી તથા પુસ્તક પાછળ નાણાં અને જંદગી ખર્ચા નાખવા કરતાં સૈએ વિવિધ વિષયોનું સામાન્ય જ્ઞાન મળી રહે તેટલી કેળવણી લઈ પિતપતાને ફાવતા ઉદ્યોગધંધા પાછળ લાગી જવું બહેતર છે, એમ તેઓ માને છે. જે પિતાની અસાધારણ બુદ્ધિવડે આગળ જતાં દેશને કે જ્ઞાનભંડારને કંઈક પણ લાભ આપી શકે, તેવા હોય એમણેજ આગળ કૅલેજને અભ્યાસ કરવો. - કેટલાક શ્રીમાન વિદ્યાર્થીઓને યૂરોપ વગેરે દેશમાં ભણવા મોકલે છે. તે વિષે અવે સરકાર કહે છે કે, જેને ને તેને મોકલવા ઠીક નથી. વિલાયતના પ્રોફેસરો વારંવાર ફરિયાદ કરે છે કે, હિંદના વિદ્યાર્થીઓ સામાન્ય કેળવણી પણ પૂરી લીધા વિના અહીં આવે છે, તેથી તેમનાં શરૂઆતનાં બે ત્રણ વર્ષ તે એ ઉણપ પૂરવામાં જ જાય છે. ખરું જોતાં હિંદુસ્તાનમાં જ બને તેટલી પૂરી કેળવણું લઈને પ્રછી વિલાયત જાય તો વખત બચે અને સારું તથા પૂરૂં શીખી આવે. યુરોપ વગેરે દેશના પ્રવાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com